________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૪]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પણ તેના સ્વભાવે જ તેનું પરિણમન થાય છે. કાળા પત્થરનો ટુકડો મોઢામાં મૂકો તો તે કાંઈ ઓગળે નહિ, પણ અક્ષણનો અથવા સાકરનો ગાંગડો મુખમાં ઓગળે છે, કેમ કે ઓગળવાનો તેનો સ્વભાવ છે. તેમ શુભ-અશુભ કર્મ તેના ભાવે પ્રગટ દેખાય છે. તેને જીવ રાગ-દ્વેષપણે જાણે છે ત્યારે વ્યવહારભાષામાં તેનું ભોક્તાપણું કહેવાય છે. જડની અવસ્થાને જીવ જાણનારો છે અને પુણ્ય-પાપ જણાવા યોગ્ય છે. એવી પરસ્પર નિમિત્ત નૈમિત્તિક યોગ્યતા છે, તેથી જીવને અજ્ઞાનપણે કરેલા કર્મનું વ્યવહારે ભોક્તાપણું કહેવાય છે.
[ તા. ૯-૧૧-૩૯] જડ પદાર્થને ખબર નથી કે મારે આને ફળ આપવું છે. જેમ સાકર અને અફીણ દરેક પોતપોતાનું ફળ આપે, તેમ પૂર્વના કર્મ જે સત્તામાં રહેલાં છે તે વર્તમાનમાં પ્રગટ થયે અજ્ઞાની રાગ-દ્વેષપૂર્વક જાણે છે અને જ્ઞાની રાગરહિત જાણે છે. અજ્ઞાનીને કર્મના બંધભાવનો આદર હોવાથી પૂર્વે ભૂલથી પરપદાર્થમાં અજ્ઞાનભાવે રાગ-દ્વેષપૂર્વક મમત્વબુદ્ધિ કરેલી તેથી કર્મબંધ થયેલો તે યથાકાળે ફળે છે, જેમ ઝેર ખાય અને તેનું ફળ દેહમાં દેખાય છે તેમ. ૮૩
હવે કહે છે કે અજ્ઞાન માન્યતામાં કર્મભાવનો આદર હોવાથી સંસારી જીવોને તેનાં ફળરૂપે અનેક પ્રકારની વિચિત્રતા દેખાય છે.
એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ;
કારણ વિના ન કાર્ય તે, એ જ શુભાશુભ વધે. ૮૪ કોઈ જીવ જન્મથી નિર્ધન, દુઃખી, કોઈ જીવ જન્મથી સધન, સુખી; કોઈ જીવ જન્મથી રોગી, કોઈ નીરોગી એ આદિ કર્મફળની વિચિત્રતા છે, તે વસ્તુનો સ્વભાવ છે. સૂર્યની ઇચ્છા નથી કે મેઘવાદળમાં મેઘધનુષ્ય દેખાય પણ યથાકાળે તેમ થવું સંભવે છે, તેમાં કોઈની કારવાઈ નથી; તેમ ઈશ્વર કોઈને રાંક કે કોઈને રાજા કરે છે તેમ દેખાતું નથી. મોઢામાં અનાજનો કોળિયો નાખ્યો તે અનાજને ખબર નથી કે મારે અમુક ટકા લોહીપણે થવું, અમુક ટકા માંસ, વીર્ય, મળ, મેલ, હાડકાપણે થવું, છતાં તેની યોગ્યતાપણે પરિણમી જાય છે. કોળિયામાં માખી આવે એને પાંચ મિનિટમાં ઊલટી થાય, ઊલટી કરવાની ઇચ્છા નથી છતાં અંદર દેહમાં ખળભળાટ થાય છે અને ઊલટી થાય છે. કહો તેને શું ઈશ્વર ફળ આપવાની ક્રિયા કરતો હશે? સૂક્ષ્મદેષ્ટિથી જડ પ્રકૃત્તિનો વિચિત્ર મહિમા વિચારશો તો તેનું ફળ, તેનો પ્રસંગ, તેના બધા ગુણ, તેનું ગળવું, મળવું તે તેનો જ સ્વભાવ છે, છતાં તે પ્રત્યે જે જીવ રુચિ કરે છે તેને તેના ફળનો પ્રસંગ આવે છે; પણ ઈશ્વર ફળ દેવા આવે એમ નથી. વળી જો ઊંધાઈ જીવ ન જ કરે તો શુભાશુભ કર્મ બળાત્કારે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com