________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૩]
[૨૯૩ દૂર કર તો બાળકને ન ગમે. તેમ અહીં જીવને કર્મનો કર્તા-ભોક્તા કહ્યો છે, એ નિમિત્તના આરોપથી ઓળખાવવા માટે કહ્યો છે.
જીવ પોતે અરૂપી જ્ઞાનમાત્ર છે, જ્ઞાનનો જ તે કર્તા છે. પરને કરતો નથી, કે ભોગવતો નથી. ઝેરનો કોળિયો કે અફીણનો કટકો અથવા મીઠા લાડુનો કટકો જ્યારે મોઢામાં મૂક્યો ત્યારે જીવે જાણું, પેટમાં ગયો તે જાણ્યું અને વિષ્ટા થઈ તે પણ જાણ્યું. રાગી જીવ તેમાં ભોક્તાપણું માને છે કે મેં સ્વાદ લીધો, મેં અમૃત જેવો આહાર ખાધો, એમ ઊંધી માન્યતા કરે છે; પણ જ્ઞાની કે અજ્ઞાની કોઈ પરને ભોગવતો નથી. અજ્ઞાની પરવસ્તુના રાગમાં અટકીને રાગ-દ્વેષરૂપ થઈને જાણે છે, અરાગી જ્ઞાતા દષ્ટિવંત જ્ઞાની અન્ય સર્વ પદાર્થને પોતાથી જુદા જ જાણે છે. સાકરનો કટકો કે અફીણનો કટકો કાંઈ આત્મામાં પેસી જતાં નથી; પૂર્વે ભૂલનું નિમિત્ત પામીને જે પુણ્યપાપના રજકણો આઠ કર્મપણે રહ્યાં છે તેના ઉદય વખતે જીવ રાગ-દ્વેષરૂપ પોતાને માને છે, અને હર્ષ-શોક વેદે છે, તે તેનું ભોગવવું છે.
જેમ નિર્મળ અરીસામાં ઝેર ને અમૃત, સુવર્ણ અને વિષ્ટા સહજપણે દેખાય છે. તેમ ચેતનનું કાર્ય તો જાણવું જ છે, કાંઈ પરનું કરવું કે ભોગવવું નથી. પણ અજ્ઞાની અજ્ઞાનપણે ભ્રાન્તિપણે માને છે કે આ મેં કર્યું, પરમાણુનો પરિણમનસ્વભાવ કેવો છે તેને જે જીવ જાણતો નથી તે પરવસ્તુની અવસ્થા દેખીને તેમાં ઇષ્ટ-અનિષ્ટપણે માને છે. અઢી રૂપિયાભાર મેસુબનો કટકો મોઢામાં નાખ્યો તેને જરા ઓગાળીને તેનો લોચો બહાર કાઢીને જુઓ તો તે કેવો દેખાય છે તે માલુમ પડશે. ક્ષણમાં તે મેસુબના પરમાણુનો બદલો થયો દેખાશે. અજ્ઞાની તેમાં પ્રેમ કે ગ્લાનિ કરે છે, કારણ કે વસ્તુના ધર્મને જ્યાં લગી ન જાણે ત્યાં લગી પરવસ્તુને સગવડ કે અગવડરૂપ માને તેને રાગદ્વેષપણે દેખે છે, મેં મનોજ્ઞ ઇષ્ટ પદાર્થને ભોગવ્યો અથવા મેં કડવા પદાર્થનો સ્વાદ ભોગવ્યો એમ માને છે. પણ આ સ્વાદ ચેતનમાં થાય છે કે જડમાં? જડની અવસ્થામાં થાય છે, છતાં જીવ તેમાં રાગી–ષી થાય છે. જેમ બીજ સ્વયં યોગ્ય ભૂમિનું નિમિત્ત પામીને ઊગે છે, પછી પાકે છે; તેમ કર્મની સ્થિતિ પૂરી થયે શુભાશુભ કર્મ યથાકાળે ફાટે, તે તેનો સ્વભાવ છે. જેમ ચોમાસામાં શાકભાજી ભીંડો વગેરે ઊગે છે તે દોઢ માસમાં ફળે છે, અને રાયણના બીજમાંથી ફળ દસ-પંદર વર્ષે ફળે છે તેવો તેનો સ્વભાવ છે; તેમ જીવ પૂર્વ કર્મના શુભાશુભ ઉદયમાં રાગપૂર્વક જોડાઈને અટકે છે ત્યારે નવીન કર્મરજનો એક ક્ષેત્રમાં સંચય થાય છે, તેની સંખ્યા, જાતિ, રસ અને સ્થિતિના પ્રમાણે તે રજકણો બંધપણું પામે છે. તે તેની સ્થિતિ પૂરી થયે ફળે છે. તે તેના કાળે પરિણમે છે, તેમ પરિણમવાનું તેનામાં સામર્થ્ય છે. જીવ તેમાં ઇષ્ટ-અનિષ્ટપણું, કર્તાભોક્તાપણું માને છે. અફીણનો કટકો જાણતો નથી કે આને અગવડતા આપું, પણ તેમાં કડવાશની શક્તિ પોતાને આધારે રહી છે. અફીણના રજકણોને ખબર નથી કે મારે આનું મૃત્યુ કરાવવું છે, તથા કેરીના રસને ખબર નથી કે આને હું લાલપ અને શાતારૂપ સંતોષ પમાડું,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com