________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૨ ]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
વચન છે. જીવનું વીર્ય જ્ઞાનમાં અસ્થિર થાય છે. ૭૯ મી ગાથામાં આશંકા હતી કે “શું સમજે જડકર્મ કે ફળ પરિણામી હોય.” ફળનો દેનારો થાય તેને જીવ કેમ ભોગવે છે તે સમજાવે છે. ભૂલ અને આવ૨ણની જાત જુદી છે; ભૂલ થવી તે ચેતનાનો વિકા૨ છે, અને આવરણનું જવું અને આવવું, ગળવું અને મળવું એ પુદ્ગલનો સ્વભાવ છે. પુદ્ગલનો બંધસ્વભાવ છે, જીવનો મુક્ત સ્વભાવ છે. પુદ્ગલની દરેક અવસ્થા તેના ઉપાદાનના કા૨ણે સ્વતંત્રપણે થાય છે, છતાં જીવનું નિમિત્તપણું છે, જીવ પોતાની શુદ્ધ સત્તાનો અજાણ થયો થકો પુણ્ય-પાપ, રાગાદિ દેહાદિનો કર્તા થાય છે, તેના લક્ષણને (ગુણને) પોતાનો ગુણ માને છે, તેનું કાર્ય પોતાનું માને છે. રાગ દ્વારા જીવ માન કરે છે, ત્યારે સૂક્ષ્મ જડ રજકણો તેનું નિમિત્ત પામીને સ્વયં બંધપણું પામે છે. જડના ૨જકણોનો જથ્થો જાનાં કર્મ સત્તામાં રહેલાં છે તેની સાથે બંધરૂપ થાય છે. જીવની જેટલી રાગદ્વેષરૂપ અજ્ઞાનદશાની ભૂલ થાય તેટલા જ પ્રમાણમાં નવી કર્મ-૨જ આવીને ચોંટી જાય છે. જેમ સૂર્યનું નિમિત્ત પામીને મેઘ (વાદળ ) રંગબેરંગી કાચબીપણે-મેઘધનુષપણે પરિણમી જાય છે, તેમ જીવ રાગરૂપ હું છું એમ માને અને પોતાના જ્ઞાનમાં અસ્થિર થાય ત્યારે કર્મ થવાની યોગ્યતાવાળા રજકણો સ્વયં આવીને બંધાઈ જાય છે, એવો જ્ઞાનમાં સ્વતંત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, પણ કોઈ કોઈના કાર્યનો કર્તા નથી. ૮૨
હવે ભોક્તાપણું જણાવતાં કહે છે કે :
ઝેર સુધા સમજે નહિ, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. ૮૩
સાદો અને સહેલો દાખલો જગતને ઝટ ગ્રાહ્ય થાય એવો આવી સમજાવ્યું છે. ઝેર અને અમૃત, અફીણ અને મેવા-મીઠાઈ એ તો જડ પદાર્થ છે. તે પોતે સમજતા નથી કે અમે ખાનારને મૃત્યુ અથવા દીર્ઘાયુ આપીએ. પણ તેનો સ્વભાવ એવો જ છે કે તેને ગ્રહણ ક૨ના૨ને તેનું ફળ થાય છે, તેમ જીવમાં શુભ-અશુભ કર્મ પણ એની મેળે પરિણમીને ફળ સન્મુખ થઈ જાય છે, તે વખતે જીવ માને છે કે મેં સ્વાદ લીધો. જીભ તો રૂપી જડ છે, ચેતન અરૂપી છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તે પુદ્ગલના ગુણ છે. પુદ્ગલનો મીઠો સ્વાદ જાણતાં, ચેતન ભગવાન સ્વાદરૂપ થઈ જતો નથી. કડવાશ-ઝેર ખાતાં ઝેરમય થઈ જતો નથી, છતાં અજ્ઞાની માને છે કે મેં ખાધું, મેં ભોગવ્યું, એમ પોતાના જ્ઞાનમાં સુખ-દુઃખ ભોગવવાની માન્યતા કલ્પે છે. જીવ ૫૨ને ભોગવે છે એ નિમિત્તની ઉપચારની ભાષા છે. જેમ નાનો દીકરો લાકડીનો ઘોડો કરીને ચાલવાના રસ્તામાં
રમત કરતો હોય તેને તેનો બાપ કહે કે તારો ઘોડો દૂર રાખ, તો છોકરો સમજી જાય છે કે આ લાકડી મારા પિતા મને દૂર કરવાનું કહે છે, તેમ પિતાના કથનનો આશક બાળક સમજી જાય છે. પણ જો પિતા તેને ચોખ્ખું સંભળાવી દે કે તારી લાકડીને માર્ગમાંથી
Please inform us of any errors on rajesh@Atma Dharma.com