________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૨]
[ ૨૯૧ અને શુદ્ધ જ હોય તો કર્મરજનું અને રાગાદિનું પરસ્પર નિમિત્તપણું પણ ન હોય. જીવની વિભાવરૂપ દશા છે ત્યાં જ ઘાતિક-મોહકર્મ નિમિત્ત છે. શુભ-અશુભ, પુણ્ય-પાપની અવસ્થામાં
જીવ મારાપણાની ભ્રાન્તિ કરે છે; હું રાગ-દ્વેષી છું એમ માનવાની ભૂલ કરે છે; નિર્દોષ શાંતસ્વરૂપ જ્ઞાતાદ્રષ્ટા તે હું નહિ, પણ શુભ-અશુભ વૃત્તિ તે હું અને દેહાદિનાં કાર્ય હું કરી શકું છું એમ માનતો પરવસ્તુમાં રાગદ્વારા જોડાય છે એટલે જીવને મિથ્યાત્વકર્મના ઉદયમાં જોડાવાથી મિથ્યા અભિપ્રાયનો સદ્ભાવ હોય ત્યાં સુધી પોતાના જ્ઞાનગુણમાં ઊંધાઈ થાય છે. આત્માનો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ ધર્મ છે તે ભૂલીને પુણ્ય-પાપ, રાગાદિમાં અને દેહાદિમાં સુખબુદ્ધિ તથા પરમાં કર્તાબુદ્ધિ થવી તે ભ્રાંતિ છે; તે જીવનો અવગુણ છે, તે કાંઈ જડનું કાર્ય નથી, અજ્ઞાનપણે પોતાની શાંતિને ભૂલીને જડભાવમાં અટકયો તે અજ્ઞાનરૂપ ભાવકર્મ છે. નિમિત્તમાં પોતાની ક્યાતી માનવારૂપ ઊંધી શ્રદ્ધા તે ચેતનનો વિકાર છે. એ સ્વરૂપની ભ્રાંતિ છે માટે તે ચેતનરૂપ છે, છતાં તે ચેતનનો નિત્ય સ્વભાવ નથી; કારણ કે ભાનવડે તે દોષ ટળે છે. રાગ-દ્વેષનો વિકાર મારો છે, એમ માન્યો તેણે પરભાવવાળો પોતાને માન્યો છે; ગાથા ૧૧૫, ૧૧૬, ૧૧૭માં સાચી દૃષ્ટિનું કથન આવશે કે સ્વરૂપમાં મળ, મેલ રાગાદિ ઉપાધિ નથી. ઊંધો પડીને પાંચ ઇંદ્રિય દેહાદિ અને વિષયભોગોમાં સુખબુદ્ધિવડે જેણે ભાવકર્મને પોતાનું માન્યું તે પોતાને પરરૂપ માને છે.
જેઓ પાપને જ અહિત માની પુણ્ય-શુભરાગને કરવા જેવો માને છે તે રાગને પોતાનો માને છે, તે પરને નિજરૂપ કરે છે. ચેતનની વિકારી માન્યતા તે પોતાની ભ્રાંતિ છે, તેનું નામ દર્શનમોહ છે. જીવમાં જે વીર્યશક્તિ છે તે ભ્રમણાને અનુસરીને પુણ્ય-પાપરૂ૫ શુભ-અશુભ અધ્યવસાયમાં જોડાય છે. “કર્તાનું ઇષ્ટ તે કર્મ”. જીવે જેમાં પોતાપણું કલ્પેલું છે તેમાં જીવનું વીર્ય ફૂરાયમાન થાય છે. જે ઠીક માન્યું તેમાં તેણે વીર્યને રોકયું. “રુચિ અનુયાયી વીર્ય', જેની જેમાં રુચિ તેનું તેમાં અટકવું થાય છે. જેમાં ઈષ્ટપણું મનાયું તેમાં તેનો પુરુષાર્થ થાય છે. પૂર્વ કર્મના ઉદયમાં જોડાવાથી જીવની વિભાવરૂપ દશા થાય છે. અજ્ઞાની દેહાદિની જે ક્રિયા થાય છે તેને હું કરું છું એમ માની રાગમાં એકતા કરે છે, જેમ લોઢાનો તપાવેલો ગોળો પાણીને પકડી લે છે તેમ જીવ રાગ-દ્વેષથી રંજાયમાન થતાં નવીન કર્મજ તેના ક્ષેત્રમાં આવે છે; એટલે જૂનાં કર્મનાં ઉદયનું નિમિત્ત અને જીવના રાગનું નિમિત્ત એ બે નિમિત્તનો યોગ થતાં નવીન કર્મ એક ક્ષેત્રમાં બંધપણું પામે છે. નાવમાં છિદ્ર હોય તો જળને અંદર પેસવાની યોગ્યતા છે, અને તે નાવમાં પાણી ગ્રહણ કરવાની યોગ્યતા છે તેથી પાણીનું આસ્રવણ થાય છે.
જીવમાં પરને ગ્રહણ કરવાનો સ્વભાવ નથી પણ પર્યાયમાં તેવી યોગ્યતા છે. જ્યાં સુધી જીવની ભૂલ છે ત્યાં સુધી જીવની તે યોગ્યતા છે. જડ સ્વયં જીવને રાગ-દ્વેષરૂપ ભાવની ભૂલ કરાવતું નથી, જડમાં પ્રેરણાદિ ધર્મ નથી, પણ અજ્ઞાનપણે-જીવની ભૂલના કારણે જડ રજકણો ચોંટયાં છે. અહીં જીવ કર્મને ગ્રહણ કરે છે તે નિમિત્ત (ઉપચાર, વ્યવહાર) નું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com