________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૦]
[ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા ભગવાન આત્મા તેની ઓળખાણ તો કરવી નથી. બંધનભાવથી મને ગુણ થશે એમ માનવું એ મિથ્યાભાવ છે. અનાદિથી પોતાનું સ્વરૂપ જ વિપરીતપણે મનાયું છે. સ્વભાવની ભૂલ તે ધર્મની
ભૂલ, ધર્મની ભૂલ તે અસત્નો આદર, એટલે સંસાર અને સંસારનાં કાર્યોનો પ્રેમ છે. તે અવળી માન્યતાને સમજીને ટાળ્યા વિના સાચું હિત કેમ સમજાય? શરીરની વ્યવસ્થા આમ રાખીએ તો વાંધો ન આવે, અમે આને આમ કર્યું, અમે સંસારને આમ સુધારી શકીએ, અમે જ આમ કરી શકીએ કેમ કે અમે સમાજસુધારક છીએ. વગેરે પરનાં કાર્યો જાણે મારાથી જ થતાં હોય, એમ જે અભિમાન કરીને હરખાય છે તેને કોઈ સાચા તત્ત્વના સ્વભાવની વાત કરે તો ઝટ ન સચે. શ્રીમદે કહ્યું છે કે, જીવે જગતના અભિપ્રાયો ઉપરથી પદાર્થનો નિર્ણય કર્યો છે, પણ જ્ઞાનીને ઓળખીને તેમના અભિપ્રાય ઉપરથી એકવાર પણ આત્માનો નિર્ણય કર્યો નથી. જે દેહનું કાર્ય છે તેને આત્માનું કાર્ય માનવું તે મહા અજ્ઞાન છે. તેનાં કારણો આગળ ઘણીવાર કહેવાયાં છે. ૮૦ અહીં શંકાકાર ઊંડાણથી વિચાર કરીને તર્ક કરે છે કે :--
ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહીં હોય;
પછી શુભાશુભ કર્મના, ભોગ્યસ્થાન નહીં કોય. ૮૧. એવો ફળદાતા ઈશ્વર નક્કી ન થાય તો જગતનો કોઈ નિયમ ન રહે, અને પુણ્ય-પાપનાં ફળ ભોગવવાનાં સ્થાનક પણ ન કરે, તો પછી જીવને કર્મનું ભોકતૃત્વ કયાં રહ્યું? આ પ્રમાણે શંકા પડે છે માટે તેના સદુપાયની માગણી કરે છે. ૮૧.
[ તા. ૮-૧૧-૩૯] કર્મનો ભોક્તા જીવ નથી, તે શંકાનું સમાધાન હવે અહીં શરૂ થાય છે. જીવને પોતાની ભૂલથી કરેલા અધ્યવસાયથી કર્મનું ભોક્તાપણું છે, એમ બતાવવા સદ્ગુરુ કહે છે કે -
ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ;
જીવવીર્યની ફૂરણા, ગ્રહણ કરે જડધૂપ. ૮૨. પ્રશ્ન :- ભાવકર્મ એ શું છે?
ઉત્તર :- આત્મા શુદ્ધ જ્ઞાનાનંદ છે તેને ભૂલીને રાગ-દ્વેષનો વિકાર મારો છે એમ માનવું, રાગરૂપ રહેવું તે ભાવકર્મ છે. આત્માની વિકારી અવસ્થારૂપ ભૂલનું નિમિત્ત પામીને કર્મજ ચોંટે તે દ્રવ્યકર્મ છે; એ રીતે દ્રવ્યકર્મનું નિમિત્ત જીવના રાગ-દ્વેષ છે. જીવના રાગ-દ્વેષ તે અશુદ્ધ અવસ્થાદેષ્ટિએ જીવનું ભાવકર્મ છે. આઠ કર્મો તો ઝીણી ધૂળ છે, તે નિમિત્ત છે. અહીં એમ કહેવું છે કે જો જીવ ત અસંગ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com