________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૮૯
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૧] ભર્યો છે, એવા ભાન વિના પરનિમિત્ત પર આધાર રાખનાર જીવો ક્રિયાકષ્ટ કરીને મરી જાય, છતાં અંશે પણ ધર્મ ન થાય, તામલી તાપસનું દૃષ્ટાંતઃ- તે તાપસે મહાતપ કરવા છતાં ભગવાને કહ્યું કે તે ધર્મી નથી પણ પાપી છે; કારણ કે તેને અંદર મહાપાપ મિથ્યાત્વરૂપી શલ્ય પડ્યું હતું. પુણ્યાદિ કંઈ નિમિત્ત હોય તો તેનાથી ધર્મ થાય. અનાદિથી જીવને વ્યવહારનો પક્ષ ટાળવાનો પુરુષાર્થ કરવાની રુચિ થતી નથી. હું કેવળ જ્ઞાનમાત્ર છું, મારું જ્ઞાનબળ મારામાં જ છે, જ્ઞાન મારું કર્તવ્ય છે, એટલે કે જ્ઞાન સિવાય બીજું કાંઈ મારું કર્તવ્ય નથી, એવી હા પાડતાં તો જીવોને ઘણું જોર પડે છે.
તામલી તાપસે સાઠ હુજાર વર્ષ તપ કરેલ છતાં તેને બાળતપ કહ્યો છે અને અજ્ઞાનીમાં ગણ્યો છે. ત્યારે ભરત ચક્રવર્તી અને શ્રેણિક રાજાને રાજ્ય કરવા છતાં મહાન પવિત્ર ધર્માત્મા કહ્યા. આ જીવનું વીર્ય તો જુઓ! લોકોએ બાહ્ય દેષ્ટિથી ધર્મની કલ્પના કરી છે; ધર્માત્મા ગૃહસ્થ હોય તેની પાસે રૂપીઆ, સ્ત્રી, ઘર, વગેરે પદાર્થો દેખાય છતાં તેને બંધન નથી. જેને શુદ્ધ આત્મસ્વભાવનું ભાન થયું તેને છન્ને હજાર સ્ત્રીઓનો યોગ હોવા છતાં સંગ જ નથી. પોતે આત્મસ્વરૂપમાં સ્થિત છે. જોડે રહેલા સંગને ન દેખો; અને સ્ત્રી વગેરે ત્યાગીને જંગલમાં નગ્ન થઈને બેઠો તે ઉપર ન જુઓ, મધ્યસ્થ રહી પરીક્ષા કરો, “ચૈતન્યરૂપ અનૂપ અમૂરત, સિદ્ધ સમાન સદા પદ મેરો”. આત્મજ્ઞાની ધર્માત્માનું લક્ષણ બહારથી ન દેખાય. આત્મા એક પરમાણુનો પણ કર્તા નથી. જ્ઞાની ધર્માત્માને એમ વિકલ્પ આવે કે હું મુનિ થાઉં, નિગ્રંથ થાઉં, પણ એ વિકલ્પનો તે સ્વામી થતો નથી. શ્રીમદ્ રાજચંદ્ર ઝવેરાતની દુકાન ઉપર બેઠેલા દેખાતા હતા છતાં ક્ષણે ક્ષણે મોક્ષ સમીપ જતા હતા. લોકો બહારથી દેખે તો બીજું દેખાય. ગૃહસ્થવેશમાં જ્ઞાનીને ઓળખવા બાહ્યદેષ્ટિ જીવોને મુશ્કેલ પડે છે.
પ્રશ્ન :- સમ્યગ્દષ્ટિ જ્ઞાની કેમ ઓળખાય?
ઉત્તર :- એને દેખવાવાળો દેખી શકે. આત્મજ્ઞાની તો લોકોત્તર પુરુષ છે, તેને ઓળખવાની રીત જુદી છે, કોઈ ચાર આનાની મજુરી કરતો હોય તેને પાંચ હજારની લોટરીનું ઇનામ આવે તો તેને મજુરી કરવાનો ભાવ ન થાય, તેના ભાવમાં અને વિચારમાં પરિવર્તન થઈ જાય. તેમ આત્મજ્ઞાની પુરુષનું અંતર સંસારભાવથી મુક્ત જ રહે છે. દષ્ટિ ફર્યા વિના ધર્માત્માની ઓળખાણ ન થાય. આત્માનું યથાર્થ ભાન હોય તેને અંતરમાં બળવાન વિવેક વર્તે છે, સ્વ અને પર વસ્તુને તેના લક્ષણથી ભિન્ન જાણે છે, અંતરંગમાં નિર્દોષ દૃષ્ટિ છે. હું પૂર્ણ શુદ્ધ સચ્ચિદાનંદ પરમાત્મા છું. પુણ્યાદિ તથા દેહાદિના રાગરહિત શુદ્ધતાનો ભાવ જ્ઞાની સદાય જાળવી રાખે છે, એવો ધર્માત્મા ગૃહસ્થવેશમાં હોય તેની દશાનું ઓળખાણ સામાન્ય જીવને થવું કઠણ છે. લોકો માને છે કે અમે સત્ય બોલીએ, બ્રહ્મચર્ય પાળીએ, દયા-પરોપકાર વગેરે કરીએ તો એનાથી ધર્મ થાય, એમ જગતને પુણ્યભાવથી અને દેહની ક્રિયાવડે કલ્યાણ કરવું છે, પણ અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ જે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com