________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮ ]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કર્મફળદાતાપણું કોણ કરે ? તેથી કર્મફળદાતાપણું માનીએ તો પૂર્ણ શુદ્ધ ૫૨માત્મસ્વભાવ એવા ઈશ્વ૨૫ણાને ઉથાપવા જેવું થાય.
જગતમાં સર્વ જીવો શક્તિએ ઈશ્વર છે; તેમાંથી પુરુષાર્થવડે અશુદ્ધતા ટાળીને જેટલા જેટલા ઈશ્વર થયા તે બધાને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય વગેરે ગુણો પ્રગટેલા છે. તદ્ન નિરાકુળ-શાંત, શાશ્વત, સ્વાધીન, અસંગદશા પ્રગટી હોય તેમને ઉપાધિવાળા માનવા તે ન્યાય નથી. આવો શુદ્ધ નિર્દોષ આત્મા દરેક જીવ શક્તિપણે છે એમ પ્રથમ માનવું પડશે. આત્માનું જે યથાર્થ સ્વરૂપ છે તેની કોઈ કાળે પણ અજ્ઞાની જીવોએ હા પાડી નથી, એટલે કે સત્ય સ્વરૂપની ના પાડવામાં અનંતકાળ વીત્યો છે. એક સેકન્ડ પણ દેહાતીતપણું અસંગન્નાયકપણું માનીને સ્થિર થવાનું સ્વાધીન જ્ઞાનબળ કબૂલ્યું નથી એટલે કે જ્ઞાનસ્વભાવમાં ઠર્યો નથી, તેને મોક્ષસ્વરૂપની બેદ, અતીન્દ્રિય આનંદરૂપ શાંતિ મારામાં છે એવો નિરૂપાધિકતાનો ખ્યાલ કેમ આવે? એ જીવોને પૂર્ણાનંદ સહજસ્વરૂપ કેમ સમજાય? જે જીવ પોતાના અનંત સામર્થ્યની-શાશ્વત સ્વાધીનતાની હા પાડે અને હું સ્વાધીન પૂર્ણ ઈશ્વ૨ જેવો જ છું એવો અભિપ્રાય નક્કી ક૨વાની ધી૨જનું અપૂર્વ જ્ઞાનબળ લાવે, તથા અંતઃતત્ત્વની પૂર્ણતાને પામી શકું, એવી મારી મુક્તદશા તના સ્વાધીનપણે હોઈ શકે છે એમ હા પાડે તે ભવિષ્યમાં પોતે મુક્ત થઈ શકે. કોઈ કહે કે હમણાં કંઈ પ્રત્યક્ષ થાય નહિ પણ ભવિષ્યમાં આનંદ ભોગવશું, તો તેવું હોય નહિ. હું પૂર્ણ જ છું, આવો જ છું, એમ સહજ સ્વભાવની હા પાડે અને અંદરથી તેનો વિચાર લાવે કે હે સર્વજ્ઞ ! હે પ્રભુ ! જેવો તું એવો હું છું, અને હું પૂર્ણ થઈ શકું છું, એમ પોતાની જાતને તેની સાથે સ૨ખાવે તો પોતે પણ તેવો થઈ જાય. અનંત કાળથી પોતાને ઊણો, હીણો અને વિકારી માન્યો હતો. અને ઈશ્વરને પણ ભ્રમબુદ્ધિથી ઉપાધિવાળો માન્યો હતો, તે ભૂલવાળી માન્યતા ટાળીને જીવે શુદ્ધ ૫૨માત્માની ઓળખાણ યથાર્થપણે કરી કે હું અને ૫૨માત્મા સ્વભાવે સ૨ખા છીએ, તેની સહજ હા આવી કે આ આમ જ છે; તે ઈશ્વરની યથાર્થ પ્રભુતાનો નિર્ણય ક૨ના૨ હોવાથી પોતે પ્રભુ થઈ જવાનો છે. તેની સાક્ષી અને તે જાતનો અતીન્દ્રિય આનંદ વર્તમાનમાં પણ અલ્પ અંશે અનુભવમાં આવી શકે છે.
લોકો બહા૨થી બીજું માની બેસે છે, પણ આ સાચી વાત સમજ્યા વિના ગમે તેટલાં વ્રત, તપ, ચારિત્ર પાળે, પુણ્ય કરે છતાં સૌ સાધન બંધનરૂપ થાય છે. પોતાની ઊંધી માન્યતા મુજબ ધર્મ માને છે, શાસ્ત્ર વાંચે તોપણ પોતાની સ્વચ્છંદ કલ્પના પ્રમાણે આત્માનું એટલે પૂર્ણ મુક્ત શુદ્ધ પરમાત્માનું સ્વરૂપ કલ્પે છે. જે પુણ્યાદિ ૫૨પરિચયથી ધર્મ માનતો હોય છે તે કાં તો ઈશ્વરને જગતની વ્યવસ્થાનો કર્તા માનતો હોય છે અગર તો પુણ્યથી ધર્મ માનતો હોય છે, એટલે કે પુણ્ય કરીશ તો પરંપરાએ મારો મોક્ષ થશે, એમ માનનારા ઊંધા માર્ગે છે. મારા ચૈતન્યમાં પૂર્ણ શુદ્ધ આત્મધર્મ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com