________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૬ ]
[ભગવાનશ્રીકુંદકુંદ-કાનજૈનશાસ્ત્રમાળા કામી છે. જે વાત (આત્મસ્વરૂપનો સાચો ન્યાય) અનંત જ્ઞાની સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા કહી ગયા છે તે જ વાત શ્રીમદ્ રાજચંદ્ર પણ કહી ગયા છે. વાણી વડે આત્માનું વર્ણન પૂરેપૂરું કેમ થાય? તેઓએ કહ્યું છે કે –
“જે સ્વરૂપ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્યવાણી તે શું કહે?” અનંત જ્ઞાનબળથી એકેક આત્મા પૂર્ણ છે. સ્વતંત્ર છે તેનું વર્ણન વાણીથી શું કહેવું? સમજનાર અંતરથી તેનો આશય-પરમાર્થ સમજી લે. “તેહ સ્વરૂપને અન્યવાણી તે શું કહે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો; અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?” સર્વજ્ઞ પરમાત્મા ન હોઈ શકે એવી શંકાવાળા જે જીવો છે તેને આત્માની એક પણ સાચી વાત અંતરમાં બેસવી કઠણ છે. અનંત જ્ઞાનીઓ જે સ્વરૂપને પોતાના અનુભવથી કહી ગયા છે તેનો આશય-ઊંડું રહસ્ય સમજનારા કોઈ વિરલા જ ભાગ્યશાળી હોય છે. જે પાત્ર હોય તે સમજી લે. જ્ઞાની તો પોતાનું કાર્ય પૂરું કરી પોતાનામાં સમાઈ ગયા. કોઈ કોઈને પરાણે સમજાવી દે કે મોક્ષ આપી દે એમ નથી. એમ જ થતું હોય તો બીજો તેને નરકમાં ધકેલી દે. તેને જે કોઈ કહે તેનું સાચું જ માનવું પડે તો તેનું જીવદ્રવ્ય સ્વાધીન ન રહ્યું, બીજાને આધીન થયું પણ તેમ નથી. દરેક જીવ સ્વાધીન છે. ઊંધો પડ્યો પણ જીવ સ્વાધીન છે, સવળો પડયો પણ જ્ઞાનદશામાં
સ્વતંત્ર છે. અહીં કહેવું છે કે સંસારી જીવ-અજ્ઞાની જીવ થોડો રાગ-પુણ્ય-પાપ કરે તેને એક દેહમાં રહેવાનું કાર્ય થાય તેને બંધવાળો કહેવો, અને ઈશ્વર અનંત દેહોનું કાર્ય કરે, ફળ આપે તેને મુક્ત અને શુદ્ધ કહેવો તે કેમ બને? માટે ઈશ્વરને પુણ્ય-પાપનાં ફળનો દેવાવાળો માનવો તે સંસારી જીવો કરતાં પણ અધિક ઉપાધિવાળો માનવા બરાબર છે. લોકોને તત્ત્વની વિચારણાનો અવકાશ લેવો નથી, તેથી, કંઈ કંઈ માન્યતા ધારી લે છે; પણ યથાર્થ વિચાર કરવો જોઈએ. વિરોધ રહિત તત્ત્વ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી રાગરહિત થવાનો પુરુષાર્થ થઈ શકે નહિ. જેને પોતાનામાં કંઈ માલ (સામર્થ્ય) જણાતો નથી તે “ઈશ્વર ફળ આપનાર છે' એવી કલ્પના ઊભી કરે છે.
[ તા. ૭-૧૧-૩૯. 20 મી ગાથા ચાલે છે. ] આત્મા અને ઈશ્વરનો સમાન ધર્મ છે તે વિશેના પ્રશ્નમાં કાલે એમ કહેવાયું કે સંસારી જીવ એક દેહ મળે એટલાં પુણ્ય-પાપ કરે છતાં બંધવાળો અને ઈશ્વર ઘણા દેહનાં કાર્ય કરે, ફળ આપે છતાં મુક્ત કહેવો, શુદ્ધ કહેવો તે પ્રત્યક્ષ વિરોધ છે.
વળી જીવ કરતાં ઈશ્વરનું સામર્થ્ય વિશેષ માનીએ તો પણ વિરોધ આવે છે. ઈશ્વર એટલે જેના આત્માની શક્તિનો પૂર્ણપણે વિકાસ થયો હોય તે. લોકોની સમજણમાં ઘણો ફેર છે. જગતનો ઘણો વર્ગ ઈશ્વરને કર્તા અને ફળદાતા માને છે. એક માને તેમ બીજો માને, એવી પરાધીન માન્યતાથી ચલાવી લે છે. જે જીવ મુક્ત થાય તેને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com