________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૮૫
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૦] છે. જે કંઈ ભૂલ થાય છે તે પોતાના સ્વરૂપમાં જ ભ્રમ થવાથી થાય છે, તે ભૂલ એની મેળે ટળવાની નથી. સ્વભાવનું ભાન કરે તો તે ટાળવી અશક્ય નથી. આત્માનો લોકોત્તર માર્ગ, બહારથી જ મનાયો છે તેનાથી જુદો છે. મનુષ્યભવ પામીને આત્માનું યથાર્થપણું સમજે તેને ભવનો અભાવ થાય. સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે તેવો પુરુષાર્થ ન કરે તો અનંતકાળમાં ફરી મનુષ્યપણું મળવું મુશ્કેલ થઈ પડશે. ઘણાને આ તત્ત્વની વાત કાને પડવી પણ દુર્લભ છે, તેમાં કદાચ સાંભળી અને તેનો વિરોધ આવ્યો અથવા તત્ત્વની અરુચિ થઈ તો તે મનુષ્ય જેવી રીતે કાગડા, કૂતરા, કીડી, મકોડા મરી જાય છે તેમ (તે કદાચ લોકમાં મોટો કહેવાતો હોય છતાં) એક દેહ છોડીને બીજા દેહોમાં રખડવાની દૃષ્ટિએ તે પામર જીવોની સમાન જ છે.
કોઈ માને છે કે ઈશ્વર પાસે રોજ ભક્તિ કરીએ તો દુઃખ ટળે. “હે પ્રભુ! તું દયાળું છે, મારા ઉપર દયા કરજે.” એમ જે ઈશ્વરને કણાવાળો માને છે તેણે ઈશ્વરનું સ્વરૂપ જાણ્યું નથી. જેને પોતાના સ્વરૂપનું ભાન છે અને જાણે છે કે ઈશ્વરમાં ઇચ્છા, દયા-રાગ-વિકલ્પ નથી, તે એમ સમજીને ભક્તિ કરે છે કે હું તો તેમના નિર્દોષ વીતરાગ સ્વભાવનું બહુમાન કરું છું, અને ઉપચારથી પ્રભુને કરુણાવંત કહું છું, મારે કંઈ ઈશ્વર પાસેથી મેળવવાનું નથી. હું પણ પૂર્ણ ઈશ્વર જેવો જ છું, એમ સમજીને પોતાની અધૂરી દશાને પૂર્ણ કરવાનો પુરુષાર્થ સ્વરૂપભક્તિવડે કરે, તેમાં તે પૂર્ણ વીતરાગી ઈશ્વરનું બહુમાન આવી જાય છે.
સાચા ન્યાયથી જુઓ તો બધાય આત્મા અને ઈશ્વરનો એક સરખો સ્વભાવ છે, વ્યક્તિરૂપે બધાય જુદા જુદા છે. જીવ અને ઈશ્વરનો સ્વભાવભેદ (જુદાઈ ) માનતાં અનેક દોષ સંભવે છે. બન્ને ચૈતન્યસ્વભાવથી એક સરખા છે તેથી તે બન્ને સમાન ધર્મના કર્તા થયા, તેમાં ઈશ્વર જગતની રચનામાં કાર્ય કરે અથવા કર્મના ફળદાતા થાય, અને શુદ્ધ મુક્ત પણ ગણાય એ બેઉ વિરોધ છે, શુદ્ધ સ્વભાવમાં ભેદ પડે છે. આત્મા અને પરમાત્મા ચૈતન્યપણે સરખા છે. જો ઈશ્વર પુણ્ય-પાપનું ફળ આપવા સંબંધી અનંત દેહાદિ રચવાનું કાર્ય કરે તો શું દોષ આવે તેનો વિચાર કરીએ તો, એક જીવ જ્યારે રાગાદિ કે પુણ્ય-પાપનો ઉપાધિભાવ કરવા વડે એક જ દેહ કરે છે ત્યારે તે સંસારી ઠરે છે; અને ઈશ્વર અનંત દેહાદિનો કર્તા થાય તે શું સંસારી ન કહેવાય? આત્માનો સ્વભાવ જ્ઞાન છે અને સૌ જીવ પોતપોતાના ભાવના કર્તા છે, દરેક આત્મા સ્વતંત્ર છે, તેમ ન માનવું અને જીવ પુણ્ય-પાપ કરે, અને પોતાનાં કર્મોનું ફળ પામવા માટે ઈશ્વરની જરૂર પડે એ માનવું તે ન્યાયથી સાચું નથી. આ ન્યાય જે ન સમજે અને પોતાના આગ્રહમાં રોકાય, અને કહે કે મારે એવી વાત માનવી નથી, તો તેને અનંત જ્ઞાની પણ પરાણે સમજાવી શકે નહિ. સર્વજ્ઞ પ્રભુ તીર્થકર ભગવાન ધર્મસભામાં જાહેર કરે છે કે જગતના બધા જીવો સ્વતંત્ર છે, દરેક “જીવ એક અખંડ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય પણ સંપૂર્ણ છે.” આ માનવાની જે ના પાડે તે રખડવાનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com