________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૦]
[ ૨૮૩ આવવાપણું નથી. આ ન્યાય સિવાય જે કંઈ બીજું માને તેને આત્માનું હિત ત્રણ કાળમાં થવાનું નથી. જો ફળ દેનારો ઈશ્વર ઠરે તો મોટો દોષ આવે છે.
કોઈ કહે છે કે ભક્તિ કરીએ તો ઈશ્વર આપણાં દુ:ખ ટાળે; એમ માનનારે ઈશ્વરને ઇચ્છાવાળો અને ઉપાધિવાળો માન્યો છે, ઈશ્વર તો સત્સ્વરૂપ, સ્વાધીન શુદ્ધ તત્ત્વ છે, તેને પોતાની કલ્પનાથી ગમે તેવો માનવાથી કાંઈ જે સત્ સ્વરૂપ છે તે અન્યથા થતું નથી. લોકોને સ્વતંત્ર વિચાર કરવાની શક્તિ નહિ તેમ જ સત્ સમાગમની ઓળખાણ નહિ, તેથી જેમ તેમ તત્ત્વને નિર્ધારી લે છે અને માને કે ઈશ્વર આમ હશે અને આત્મા આમ હશે. જે પ્રથમ સમજવાનું છે તેનો વાયદો કરવો તે જ પોતાનો અનુત્સાહ બતાવે છે. સંસારનાં કોઈ પણ કાર્યને ભોગવે, ભોગવાવે અને ભોક્તાને રૂડું જાણે તે અજ્ઞાની છે, મિથ્યાર્દષ્ટિ છે; તો પછી લોકો પુણ્ય-પાપ કરે અને ઈશ્વર તેનું ફળ આપે એમ માનવું એ તો ઈશ્વરને મિથ્યાર્દષ્ટિ માનવા બરાબર થયું. જેને આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ કેવું છે તેનું ભાન નથી તે પોતાની ભ્રમિત માન્યતાનું કોઈ ઈશ્વરમાં આરોપણ કરે છે, અને માને છે કે જગતની વ્યવસ્થા એ કરતા હશે. જો ઈશ્વરમાં ફળદાતાપણું નાખીએ તો ઈશ્વરમાં ઘણો વિરોધ આવે છે. નિયમ તો ત્રિકાળ દરેકને સરખો લાગુ પડે. રાગનાં કાર્યો અજ્ઞાની કરે તેને રાગી-દ્વેષી કહેવાય તો તેવા જ રાગનાં કાર્યો ઈશ્વર કરે અને તેને રાગીદ્વેષી ન કહેવાય એ કેમ બને ? કુદરતી ક્રમમાં એટલે કે વસ્તુના સહજ સ્વભાવમાં, ન્યાયમાં ફેર ન પડે. માટે ઈશ્વરને ફળદાતા માનો તો તે ઈશ્વર લોભવાળો અને રાગાદિક ઇચ્છાવાળો ઠરે પણ તેમ નથી. મુક્ત પરમાત્મા રાગ-દ્વેષ-પુણ્ય-પાપ આદિ ભાવોનો કર્તા નથી, અને જગતને ફળ દેવાવાળો પણ નથી. જો એમ હોય તો તેને સંસારી માનવો જોઈએ.
પ્રશ્ન :- ગીતાજીમાં અનાસક્તપણે કર્મ કરવાનું કહ્યું છે ને ?
ઉત્તર :- આપણે કોઈ વ્યક્તિનું કાંઈ કામ નથી. ન્યાય જે કહેવાય છે તે સમજો. જગતમાં બહારથી ધર્મ મનાઈ ગયો છે, અને લગભગ ઘણાં લોકોને એમ થઈ ગયું છે કે આપણે કંઈક ઠીક કરીએ. અનાસક્તિ રાખીને સંસારનું રુડું કરીએ. જ્ઞાની હોય તે પણ બીજાનું કરી શકયા નથી, પણ સમજ્યા તે પોતાના પવિત્ર જ્ઞાનસ્વરૂપમાં સમાઈ ગયા છે. જ્ઞાનીને વિકલ્પની વૃત્તિ હોય તો લોકોત્ત૨ એવા ૫૨માર્થ માર્ગનો ઉપદેશ આપે. આત્મા જ્ઞાતા જ છે, બીજું કરવાનું આત્માના અધિકા૨માં નથી તેથી બીજું કરવાનું જ્ઞાની ન કહે. સાધક જીવ પણ વિકલ્પ મારું સ્વરૂપ નથી એમ વિકલ્પ તોડીને જ્ઞાનમાં ઠરી ગયા, તો પછી ઈશ્વરમાં ઇચ્છા આદિ વિકલ્પનો સદ્ભાવ કેમ હોઈ શકે? ૫૨માત્મા સ્વરૂપ તો પૂર્ણ વીતરાગ નિર્મળ છે, તેમાં કોઈ પણ ૫૨ના કાર્યનો આરોપ કરીએ ઇચ્છાવાળું કહીએ તો મોટો વિરોધ આવે છે. જેમ ભરેલો ઘડો હોય તેની ઉપર પાણીનો ધોધ રેડીએ તો તે ઘડો ઊલટો ચાર આંગળ અધૂરો થઈ જાય, તેમ પૂર્ણ શુદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com