________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૨]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા વાળો છું, કર્તા છું, રોટલા, દેહાદિનો ભોક્તા છું, પણ એવું માનવાથી કાંઈ તેનું કાર્ય થઈ શકતું નથી પણ પોતે કર્યું એવી કલ્પના કરે છે. આત્માનો અધિકાર શું તે પોતાને સમજવું પડશે, બોલણીમાં બોલે, પણ અંદર જ્ઞાનભાવનું ભાસન શી રીતે છે તે વિચારો તો માલુમ પડશે કે પરનું કાર્ય કોઈ જીવ કરી શકતો નથી, છતાં પણ હું પુણ્ય-પાપ રાગ-દ્વેષ કરું છું એમ જે કોઈ માને અને પરનો કર્તા થાય તેણે જડની ક્રિયા કરવાનો અધિકાર ન હોવા છતાં સ્વીકાર્યો ગણાય; પણ તે તો રખડવાનો ઉપાય છે. એમ ને એમ અનંતકાળ વીત્યો, પણ પોતાનું પૂર્ણ સ્વાધીન તત્ત્વ જેમ છે તેમ તેની પ્રતીત કરી નહિ, અને તેનો ઉત્સાહ પણ આવ્યો નહિ. લોકો તત્ત્વજ્ઞાનના વિચાર વિના લૌકિક નીતિ, દાન, પુણ્ય, વગેરેમાં ધર્મ માને છે, પણ જેને સત્ય સ્વરૂપનું ભાન નથી તે ભલે હજારો શાસ્ત્રનો જાણનાર હોય, તોપણ તે પરમાર્થે પાપી છે, અને ભલે નવ વર્ષનો બાળક હોય છતાં અંતરમાં જેને કર્તાપણાનું અભિમાન છૂટી ગયું હોય, અને રાગ-દ્વેષ ઉપાધિ રહિત હું નિર્મળ આત્મા છું એમ સ્વ-સન્મુખ થઈ માન્યું હોય અને પરનું સ્વામીત્વ સ્વીકાર્યું ન હોય, તો સાચો ન્યાય તેના હૃદયમાં બેઠો હોવાથી તે મહા પવિત્ર છે; કારણ કે તેમાં સ્વતંત્રતાનાં બીજડાં છે. પૂર્ણ જ્ઞાન સિવાય જડ આદિનું કોઈ કાર્ય પોતાનું માનતો નથી, કર્તા થતો નથી. એ જ્ઞાતાની સમજણની બલિહારી છે. ચૈતન્યનો સ્વભાવ જાણવું છે, તેમાં કરવું કયાં આવ્યું? અનંત જ્ઞાનીઓ એમ કહી ગયા છે કે તારો તો જ્ઞાન ગુણ છે, પુણ્ય-પાપ-રાગાદિ તારો સ્વભાવ નથી, દેહાદિ પરની ક્રિયા કરવાનો તારો અધિકાર નથી, એટલે કરી શકતો નથી; માટે હું પરનું કરું, કરી શકું એમ માનીશ નહિ. એ વાત ન્યાયથી યથાર્થપણે જેને અંતરમાં બેઠી છે તેને રાગ-દ્વેષ-ઉપાધિમય દશામાં રખડવાનું ન રહે.
અહીં શિષ્યને શંકા કરવાનું કારણ એ છે કે જો ઈશ્વરને પરને ફળ દેનારો વગેરે પ્રકારે માનું તો મારી પૂર્ણતાને બાદ ( વિરોધ) આવે છે, કારણ કે દરેક આત્મા જાતિ અપેક્ષાએ સરખા ઈશ્વર છે, જે કર્મની ઉપાધિથી રહિત થઈ પૂર્ણ પરમાત્મા થાય તે રાગ-દ્વેષ-ઇચ્છા રહિત એટલે કે વિકલ્પ રહિત હોવા જોઈએ. માટે ઈશ્વરને વીતરાગી જ્ઞાતા ભગવાન ઠરાવવો અને વળી તેને જગતના પ્રપંચવાળો માનવો એ પ્રત્યક્ષ વિરોધ છે. જૈન દર્શનમાં જ પૂર્ણ શુદ્ધ પરમાત્માની સિદ્ધિ યથાર્થપણે છે. દેહધારીપણે પણ સર્વજ્ઞદશા-પૂર્ણ વીતરાગતા હોઈ શકે છે, તેનાં અનેક પ્રમાણ છે, તે યથાર્થ યુક્તિ, આગમ અને સ્વાનુભવથી સિદ્ધ છે, ચોક્કસ છે, અનંત જ્ઞાનીઓ જે કહે છે તે જ અહીં કહેવાય છે. ભલે કરોડોની સંખ્યા અને માર્ગે હોય તેથી કાંઈ સત હીણું ન થઈ જાય, સને સંખ્યાની જરૂર નથી. સને માનનાર વર્ગ સદાય થોડો જ હોય, છતાં સત્ માર્ગ સદાય ટકી રહેશે. એકેક આત્મા સ્વભાવે પૂર્ણ પરમાત્મા છે અને સ્વતંત્ર છે. વર્તમાન દશામાં પૂર્ણ સ્વરૂપનું ભાન કરી એ જાતના પુરુષાર્થ વડે પૂર્ણ ઈશ્વર થઈ શકે છે, તેને જગતનું કંઈ કરવાનું બાકી રહેતું નથી, ફરી સંસારમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com