________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૦]
[ ૨૮૧ શિષ્યનો ભોક્તાપણાનો પ્રશ્ન ચાલે છે. જીવનું અજ્ઞાનભાવે રાગાદિનું કર્તાપણું કબૂલ કરીને કહે છે કે જડકર્મો જીવની ભૂલ પામીને આવ્યાં, પણ જડ કેમ જાણે કે અમારે આવું ફળ આપવું છે? અને ઈશ્વર તેની વ્યવસ્થા કરે, ફળ આપે તો તેમ માનવામાં મોટો વિરોધ આવે છે; કારણ કે “ફળ દાતા ઈશ્વર ગણે ભોક્તાપણું સધાય, એમ કહ્યું ઈશ્વરતણું ઈશ્વરપણું જ જાય.” અને “ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહિ હોય, પછી શુભાશુભ કર્મનાં ભોગ્ય સ્થાન નહિ કોય.” આમ બે પ્રકારની વિરુદ્ધતા શિષ્યને ભાસે છે. શિષ્ય એટલું તો લક્ષમાં રાખ્યું છે કે ઈશ્વર શુદ્ધ સ્વભાવ છે, અને તેને અંતરમાં રાખીને-સમજીને કહે છે કે ઈશ્વર તો પૂર્ણ શુદ્ધ છે, તે જગતના પ્રપંચમાં કેમ પડે? આ ઉપરથી સમજવાનું કે શિષ્ય વિચાર કરનાર અને ઊંડાણથી ન્યાયને સમજી શકે તેવો જોઈએ; આવા શિષ્યની જેમ જિજ્ઞાસુ મૂંઝાઈને પ્રશ્ન કરે તો તેનો નિકાલ થાય, જિજ્ઞાસુ એવા હોય કે તેઓ વસ્તુનો વિચાર કરે, વસ્તુનું લક્ષણ શું, હેતુ શું, આ વાત આમ કેમ હોઈ શકે એ વિગેરે વિચારી તેના પ્રશ્ન કરી શકે. જે સત્ સમજવા માટે પ્રશ્ન કરે છે તે પોતાની મૂંઝવણ ટાળી શકે છે. પોતાના તત્ત્વની વાત જ જાણવા ન માગે અને સંસારનું કંઈ કરવાનું આવે ત્યાં તૈયાર થાય; ઉપાધિ કરવાની હોય તેમાં રુચિ કરે, પ્રેમ જોડે, પણ પોતાનું પરમ શુદ્ધ તત્ત્વ કેવું છે તે જાણવાની દરકાર જ કરતા નથી. ધીરજથી ખૂબ મનન કરવાની જરૂર છે કે એવી કઈ ભૂલ રહી જાય છે કે જેથી અનંત કાળથી રખડવું પડે છે? અહીં શિષ્યને એવી ખટક લાગી છે કે પૂર્ણ પરમાત્મા શુદ્ધ થયા છતાં પણ જો તે જગતની ઉપાધિવાળો રહેતો હોય તો મારે પણ પૂર્ણ શુદ્ધ થવું છે તો મારે પણ ઉપાધિમાં જ રહેવું પડે તેથી પોતે જે માન્યું છે તેમાં વિરોધ આવે છે, માટે શંકા ઉભવી છે. વળી કોઈ કહે કે રાગરહિત કામ કેમ ન કરી શકાય? તો તેનો ઉત્તર એમ છે કે પૂર્ણ શુદ્ધતામાં-દેહ રહિત દશામાં એ સંભવતું નથી. જ્ઞાતા જાણે કે કંઈ કરે? કરવું તેમાં ઇચ્છા છે, ઇચ્છા એટલે રાગ અને રાગ તે દુઃખ છે, તે ઈશ્વરમાં કેમ સંભવે? ઈશ્વર એટલે આત્માની પૂર્ણ પવિત્ર સ્વાધીન દશા. તે જો જગતને ફળ દેવામાં જોડાય તો તેને ઇચ્છા, મન, અને શરીર પણ જોઈએ, અને સંસારીના જેવી દશા આવે, તેથી પૂર્ણ શુદ્ધતામાં ભંગ પડે. લોકોની સમજણમાં કયાં કયાં ભૂલ થાય છે તે પોતે સમજવું પડશે. મન-વાણી-દેહની ક્રિયા કરવાનો અધિકારી અજ્ઞાની પણ નથી, તેથી તે પણ કરી શકે જ નહિ અને જ્ઞાની પણ જડની અવસ્થાને ત્રણ કાળમાં ન કરી શકે; તો પછી ઈશ્વરને જડની ક્રિયા કરવી અને તેનું ફળ આપવું તે કેમ બની શકે? અજ્ઞાની અજ્ઞાન ભાવે માને કે હું કરું છું, સંયોગો આવે તેનો રાગ દ્વારા સ્વીકાર કરે કે એ મારા અને હું તેનો કર્તા છું; પણ સાચી દૃષ્ટિથી જુઓ તો પુણ્ય-પાપ રાગાદિરૂપ કંઈ કરવું તે આત્માનો ગુણ નથી. જ્ઞાનસ્વરૂપ આત્મા જ્ઞાતા-દેષ્ટા, સાક્ષી ચૈતન્યઘન છે, તેનામાં ભૂલ કરવાની યોગ્યતા છે. અજ્ઞાનપણે માને કે હું પુણ્ય-પાપ-રાગ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com