________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૦]
[ ૨૭૯ ધર્મના નામે સાચા ન્યાયનું ખૂન કરતા હોય છે. જેમ સ્વભાવ છે તેમ ન માને અને ઊંધી ખતવણી કરે તો તેને સદાય અન્યાયની હાજરી છે અને ન્યાયની ગેરહાજરી છે. અહીં આ ગાથામાં જિજ્ઞાસુ શિષ્યનો પ્રશ્ન છે કે જગત નિયંતા ઈશ્વર માનીએ અને કર્મના ફળને ઈશ્વર આપે એમ માનીએ તો ત્યાં ઈશ્વરપણું રહેતું નથી, કારણ કે ઈશ્વર તો રાગરહિત, કેવળ જ્ઞાનસ્વરૂપ અરૂપી જ્ઞાનઘન શુદ્ધ સ્વભાવે છે, તે પ્રકૃતિનાં ફળ દેવાની પ્રવૃત્તિ કેમ કરે? જો તેમ માનીએ તો તેને દેહાદિ તથા ઇચ્છા આદિ ઉપાધિવાળો માનવો પડે. કોઈનું કાંઈ કરવું એમાં તો શુભ-અશુભ ઇચ્છા આવી, ઇચ્છા કરવામાં ન આવ્યું, મન છે તેને દેહ છે. પરમાત્મા તો અસંગ અને સ્વાધીન છે, અરૂપી છે. તેને જો પરના સંગવાળો, ઇચ્છાવાળો, કર્તવ્યવાળો માનો તો ઘણા ઘણા વિરોધ આવશે. પોતાને પણ નિરૂપાધિક શાંત વીતરાગ પરમાત્મા થવું છે, તેથી પ્રથમ યથાર્થ નિર્ણય કરવો પડશે. સિદ્ધ પરમાત્મા અસંગ, અરૂપી, દેહ રહિત, પૂર્ણ શુદ્ધ, નિત્ય વીતરાગ છે. પોતાનો આત્મા પણ પૂર્ણ શક્તિરૂપે-સ્વભાવે છે એમ માનવું પડશે. આત્મા સ્વતંત્ર જ્ઞાતા સ્વરૂપે જ છે, તે પરનું કાંઈ કરી શકે જ નહિ, ત્રણ કાળ ત્રણ લોકમાં બીજાનું કોઈ કાર્ય કરી શકે નહિ. જેને આત્મધર્મનું સત્ય સુખ જોઈતું હોય તેણે અવિરોધી સ્વભાવને માનવો પડશે. જેણે પોતામાં પરનું કર્તવ્યપણું, રાગપણું, પુણ્યપણું, દયાપણું, રાગ-દ્વેષીપણું વગેરે માન્યું છે તેણે ઈશ્વર જગતનો કર્તા હોય, ફળદાતા હોય, એમ માન્યું છે; તેણે તે માન્યતા ટાળવી પડશે. વર્તમાનમાં પણ રાગ-દ્વેષ-મમત્વ રહિત; શુદ્ધપણે, શાંતપણે કેવળી ભગવાન દેહધારી છતાં રાગના વિકલ્પ રહિત રહી શકે છે. જ્યાં આત્માનું પૂર્ણ ઐશ્વર્ય, દેહ રહિત અરાગીપણું પ્રગટ છે ત્યાં ઉપાધિ માનવી તે મિથ્યા છે, ખોટું છે. ઘણા લોકો કહે છે કે અમે આત્મા માનીએ છીએ, પણ ભાઈ ! આત્મા સિવાય પરનો બધો અભાવ, તે આત્મા જ્ઞાન સિવાય કાંઈ કાર્ય કરે નહિ. તેથી જ્ઞાનના આનંદ વિના કોઈ અન્યનો ભોક્તા નથી. એ અસંગ, સ્વાધીન તત્વ કેવું હશે તેનો વિચાર કર્યો છે? ઇન્દ્રોનાં બધાં સુખ અને તીર્થકર પદવીનું પુણ્ય, એવા પુણ્યભાવ રહિત, પુણ્યની ઇચ્છા રહિત આત્મા છે. બધા આત્મા જાતિ અપેક્ષાએ પરમાત્મા છે, પણ જો પોતાનું પૂર્ણ સ્વાધીનપણું સમજીને પૂર્ણને પામવાનો તે જાતનો પુરુષાર્થ લાવે તો પૂર્ણ પવિત્ર થઈ શકે છે. પણ પ્રથમથી જ જે પૂર્ણપદ છે તેને ઉપાધિવાન માને છે તે રાગરહિત કેમ થશે? મારામાં પુણ્ય-પાપ-રાગનો અંશપણ નથી એટલે કે મારે ઇન્દ્ર આદિનાં સુખ પણ જોઈતાં નથી. મન, ઇન્દ્રિય, દેહાદિની સહાયની મને જરૂર નથી. એમ સર્વ વિકાર-વાસનાથી ભિન્ન થઈ હું શુદ્ધ છું એવી હા લાવો! જેવું સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ છે તેવું મારું સ્વરૂપ છે, એમ જેવો આત્મા છે તેમ માનવું હોય તેણે બધા વિરોધ રહિત નિર્દોષતા તે મારું તત્ત્વ છે તેની હા પાડવી પડશે, પ્રથમ યથાર્થ સ્વરૂપની પ્રતીતિ કરવી જોઈશે જેને સાચું પરમ હિત જોઈએ છે તેને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com