________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૮]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જ્ઞાતા જાણે તેમાં પરનું કરવાપણું હોય નહિ; રાગ, ઇચ્છા અને મન, વાણી દેહની કે બાહ્યની કોઈ ક્રિયા ઠીક છે, હું કરી શકું એમ માનવું તે મિથ્યા છે.
ઈશ્વર એટલે પરમાત્મા, મોટો મહિમાવંત, દેહ રહિત, રાગ-ઇચ્છા વાસનાથી રહિત વીતરાગ, નિર્દોષ છે.
૮૧ મી ગાથામાં શિષ્ય કહેશે કે આ જગતની વ્યવસ્થા નિયમબદ્ધ ચાલ્યા કરે છે, તે વ્યવસ્થાનો કર્તા ઈશ્વર ન હોય તો તેની વ્યવસ્થા ન રહે. જીવ પુણ્ય-પાપ કરે અને તેનું ફળ આપનાર ઈશ્વર ન હોય તો તે ફળ ભોગવવાનાં સ્થાનક પણ ઠરે નહિ, માટે જડ પ્રકૃતિનાં કાર્યો કરનારો જીવ જેટલો ગુણદોષ કરે તેનું તેટલા જ પ્રમાણમાં ફળ દેનારો ઈશ્વર માનવો જોઈએ. એવા અભિપ્રાય પરત્વે યથાર્થ વિચાર આગળ કહીશું. પ્રથમ જીવે અજ્ઞાનપણે ઊંધી દષ્ટિએ માન્યું હતું કે મેં પુણ્ય-પાપ, રાગાદિ કર્યા પણ જે ક્ષણે જાણ્યું કે દોષ અને દુઃખ મારો સ્વભાવ નથી, એમ તે ભૂલની માન્યતા ટાળી કે આત્મા રાગ-દ્વેષનો કર્તા નથી. જો ભૂલ કરવાનો સ્વભાવ હોય તો છૂટી શકે નહિ, માટે પોતાનામાં દોષ કરવાની યોગ્યતા હતી તે ભૂલ ટાળતાં સ્વયં ગુણરૂપ રહ્યો. જે પોતાના શાંત અધિકારી ગુણનો ભોગવનાર છે તેને વિકારી એવા પુણ્ય-પાપનો ભોક્તા કેમ કહેવાય? પોતે પરને ન કરે કે ન ભોગવે, માત્ર જ્ઞાનમાં નિરૂપાધિક આનંદ-શાંતિને કરે, ભોગવે. જે સંસારથી મુક્ત, દેહાદિ ઉપાધિ રહિત ઈશ્વર તે પરની ઉપાધિમાં કેમ પડે? આત્માનો ધર્મ છે પુણ્ય-પાપ રાગરહિત છે, તે ભૂલીને તે વિરુદ્ધ ઔષાધિક ધર્મને પોતાનો માન્યો તેથી અધર્મી થયો. આત્મા માત્ર જ્ઞાતા છે તેને ભૂલીને બીજું કાંઈ કર્તુત્વ માને તો તેણે પોતાને અનાદર કર્યો છે અને પરાધીનતાનો આદર કર્યો છે. જીવ જ્યારે પોતાનું સ્વાધીન જ્ઞાતાપણું બધા વિરોધોને ટાળીને જેમ છે તેમ સમજે ત્યારે પરનો-પુણ્ય-પાપ રાગાદિ ઉપાધિનો કર્તા પોતાને માનતો મટે, છતાં અમુક કાળસુધી દયા-દાન-પુણ્યાદિના વિકલ્પ અને ક્રિયા, ઉદય મુજબ થઈ જાય; તે કરવાની ઇચ્છા પણ ઊઠે, અને કાર્ય પણ થઈ જાય છતાં તે કાર્યને પોતાનું માનતો નથી, તેમાં પરમાર્થ માનતો નથી, એનાથી ગુણ માનતો નથી. અજ્ઞાનીઓ માને છે કે અમે અનાસક્તપણે કરીએ છીએ, અમે કરાવ્યું, અમે આ ઠીક કર્યું એમ પુણ્યાદિ-પરભાવ કરાવતાં મીઠાશ વેદે છે તેઓ આત્મસ્વભાવની અનંતી હિંસા કરે છે, જ્ઞાતાપણાનો અનાદર કરવાથી હવે પછીના ભાવે અવશ્ય મૂઢ થવાના છે. લોકો કહે છે કે અમે આત્માને બરાબર માનીએ છીએ, નિઃશંક છીએ, અમારી શ્રદ્ધા સાચી છે; પણ દોષ શું છે, પોતાના અભિપ્રાયની ખતવણીમાં કયાં ભૂલ છે, તે તેઓ જાણતા નથી, માટે તે ઊંધા નિઃશંક છે. આત્મા જ્ઞાન વિના કાંઈ કરતો નથી, રાગ રહિત છે, સ્વાધીન છે. પોતાની શાંતિ-આનંદનો કર્તા છે એવું જેને યથાર્થપણે ભાન નથી, તેઓ જરૂર અજ્ઞાનવડે રાગાદિકના કર્તા છે, તેઓ અબ્રહ્મચારી છે, હિંસક છે. લોકો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com