________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૦]
[૨૭૭ નિર્ણય વિરોધ રહિત થાય ત્યારે શરૂઆત કરી કહેવાય. જેને ભાવનગર જવું હોય તેણે ગામ, માર્ગ અને તેની વિધિ જાણવા જોઈએ. પચાસ હજારની હવેલી બનાવવી હોય તો પ્રથમ તેનો નકશો નક્કી કરવો જોઈએ અને તે મકાનની પૂર્ણ સ્થિતિના લક્ષે શરૂઆત થવી જોઈએ, તેમ ઇષ્ટ અબાધિત સાધ્ય એવો આત્મા પૂર્ણ શુદ્ધ કેવો હોવો જોઈએ, તેની છેલ્લામાં છેલ્લી પૂર્ણ પવિત્ર દશા શું તે પ્રથમ જાણવું જોઈએ, અને તેવી જ માન્યતા અને તે રૂપ અંશે વર્તન પ્રથમ જ હોવું જોઈએ; એનું નામ પૂર્ણતાને લક્ષ શરૂઆત છે. પણ સત્ શું, તેના ભાન વિના જગતના ઘણા લોકો કહે છે કે અમે ધર્મ માનીએ છીએ, કરીએ છીએ, આત્માના હિત માટે કરીએ છીએ અથવા ઈશ્વરાર્પણ યજ્ઞાદિ કરીએ છીએ, અનાસક્તપણે સંસારની સેવા કરીએ છીએ. એમ ધર્મને નામે કાળા કેર કરે. આત્માના સ્વભાવને જેમ છે તેમ નહિ માનતાં અન્યથા માને અને કહે કે અમે જ સાચા, તેને પરાણે કોણ સમજાવી શકે? લોકોમાં સસ્વરૂપ વિષે-આત્મધર્મ વિષે અનાદિનો ભ્રમ ચાલ્યો આવે છે. પૂર્ણતાના લક્ષે શરૂઆત કરનાર સાધકસ્વભાવ કહેવાય કે જ્યારે જીવ એમ માને કે મારામાં દોષ, દુઃખ ભૂલ તથા પરની ક્રિયા નથી માત્ર જ્ઞાન મારું લક્ષણ છે, જ્ઞાનમાં ટકવું તે મારું કર્મ છે, અને મારું સ્વાધીન અસંયોગી ચેતનતત્ત્વ રાગાદિ ઉપાધિ રહિત ત્રિકાળ પૂર્ણ શુદ્ધ છે. એવું લક્ષ અને તે લક્ષમાં જ ટકી રહેવાનો પુરુષાર્થ તે મારું કાર્ય છે, બીજું કાંઈ પણ કાર્ય મારું નથી; એ જ ધર્મ છે. અત્રે ત્રણ પદના નિર્ણયથી શિષ્યની વિચારશક્તિ ખીલી છે, તેથી કહે છે કે ઈશ્વરને પરના કાર્ય કરનારો, ફળ આપનારો માનીએ તો પૂર્ણ પવિત્ર, સ્વાધીન, અતીન્દ્રિય સ્વરૂપમાં વિરોધ આવે, કારણ કે નિરૂપાધિક શાંતપદ તે પરમાત્માપણું છે. તે પદના સાધકને ખબર છે કે પૂર્ણ શુદ્ધસ્વરૂપ ચૈતન્યઘન, સહજ આનંદમય વીતરાગપણું મારામાં શક્તિ રૂપે છે તે પૂર્ણ ઉઘડી જાય ત્યારે તેમાં કોઈ દોષ ન સંભવે. વીતરાગને રાગીપણું ન હોય એવો નિયમ છે, એટલે શિષ્ય નક્કી કર્યું છે કે હું પૂર્ણ થાઉં તો મારે પણ ઉપાધિ ન રહે. જો જગતની ઉપાધિ રહેતી હોય તો રાગાદિ દોષથી રહિત સ્વાધીનપણે રહી શકાય નહિ, માટે તેમ માનવામાં મોટો વિરોધ આવે છે. જગતમાં અનેક મિથ્યા અભિપ્રાય છે, તેમાં એમ પણ માનનારા છે કે યજ્ઞાદિ કાર્યોથી ધર્મ થાય, અગ્નિકુંડમાં અગ્નિ કરીએ, ઘી બાળીએ, તેનો ધૂમાડો આકાશમાં જાય, તેનાં વાદળાં થઈ વરસાદરૂપે જગતને પોષણ મળે, ઈશ્વર-વિષ્ણુ આદિ વ્યક્તિને નામે યજ્ઞ કરવાથી જગતના જીવો સુખી રહે, બધા ભેગાં થઈ પ્રાર્થના કરીએ તો આપણું હિત થાય, બધાનાં શરીર નીરોગી રહે, ધનધાન્યથી તૃપ્તિ થાય, એવી ભાવના કરીએ તો તેમાં આપણું હિત થાય, અનાસક્તપણે આમ કાર્ય કરીએ, આમ કરવું જ જોઈએ. જ્ઞાતાપણું શું, ચૈતન્યનો ધર્મ શું તેની તેમને ઓળખ નહિ અને બીજાથી ગુણ (હિત) થાય એમ માને છે, પણ વિચાર કરો કે જગતના જીવો ધર્મના ન્હાને કયાં કયાં ભૂલ કરે છે? કાર્ય થઈ જાય તે જુદી વાત છે અને કરવું તે જુદી વાત છે. ધર્મ એટલે આત્માનો સ્વભાવ “જ્ઞાતા છે.”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com