________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા રીતે આપી શકે? (અહીં નિમિત્તનું જ્ઞાન કરાવવા જડકર્મ કહ્યું છે; ખરેખર તો અજ્ઞાનભાવે જીવ પોતે જ દોષ-દુઃખરૂપ વિકારનો, ભાવકર્મનો કર્તા થાય છે.) જેટલા રાગાદિભાવ જીવે કર્યા તેટલું જ કાર્યરૂપ ફળ જડ કેમ આપે? મારે આને ફળ આપવું છે એવી બુદ્ધિ અજીવ જડને કયાં છે? શિષ્ય ઘણો વિચાર કરીને આ પ્રશ્ન પૂછયો છે. ૭૯
હવે બીજો પ્રશ્ન પૂછી એ વાતને નક્કી કરાવવા માગે છે, કે કોઈ ગુનો કરે તેની શિક્ષા આપનાર ઈશ્વર હોય તો એ વ્યવસ્થા બને, પણ એમ માનવામાં મોટો દોષ આવે છે. તે પ્રશ્ન હવે શિષ્ય રજૂ કરે છે :
ફળદાતા ઈશ્વર ગયે, ભોક્તાપણું સધાય;
એમ કહ્યું ઈશ્વરતણું; ઈશ્વરપણું જ જાય. ૮O શિષ્ય કહ્યું કે :- જડ એની મેળે કાર્ય કરી શકે નહિ, માટે વચ્ચે ઈશ્વરને નાખવો જોઈએ, પણ એમ માનવામાં મને ઘણો વિરોધ લાગે છે; કેમ કે એમ કહ્યું ઈશ્વરનું નિર્દોષપણું, ઈશ્વરપણું જ જાય છે. આટલો ન્યાય સમજવાની બુદ્ધિ શિષ્યમાં હવે પ્રગટી છે કે રાગાદિ રહિત ઈશ્વર તો એવો મધ્યસ્થ હોવો જોઈએ કે કોઈના કાર્યમાં પડે નહિ. આટલું તો શિષ્યને નક્કી થઈ ગયું કે જગતની ઘાલમેલ અથવા ઇચ્છા કરવાવાળો ઈશ્વર સિદ્ધ થતો નથી. જો ઈશ્વર શુદ્ધ જ હોય, પરનું કાંઈ કરી શકતો જ ન હોય, રાગ અને ઇચ્છા પણ ન કરે તો જગતનો કોઈ નિયામક, નિયંતા, વ્યવસ્થાપક ન રહે અને શુભ- અશુભ કર્મ ભોગવવાના કોઈ સ્થાનક પણ ન રહે. તો પછી પુણ્ય-પાપનું ફળ ભોગવવાપણું રહે નહિ. આ તેની શંકા છે.
હવે શુદ્ધ પરમાત્મા એવા ઈશ્વરનો વિચાર કરીએ તો ઈશ્વર એટલે પૂર્ણ શુદ્ધ સ્વભાવ છે, તે પરનો અકર્તા છે, પણ જો અજ્ઞાનભાવે જેવું જીવ માને છે તેવું જ ઈશ્વર કરતો હોય તો તેને ઈશ્વર કહી શકાય નહિ. કોઈનું કાર્ય કરવાની ઇચ્છા કરે તો તેને ઉપાધિવાળો અને દેહધારી માનવો પડે. જડ આદિનાં કાર્યો કરવામાં કોઈ ડાહ્યો વ્યવસ્થાપક વચ્ચે નાખીએ તો તે જડ અને જીવની બરાબર દેખરેખ રાખે, કાર્ય કરે અને બધાને ફળની વહેંચણી કરી આપે એમ મનાય, પણ તેવો સાચો અને ડાહ્યો માનવામાં તો મોટો વિરોધ આવે છે. કારણ કે તેમાં ઈશ્વર-પરમાત્મા વીતરાગ કોને કહેવો તે પ્રથમ નક્કી કરવું પડશે. જે લોકો પૂર્ણ શુદ્ધ પરમાત્મા ઈશ્વરને જગતનાં કાર્યોનાં ફળદાતા તરીકે સ્વીકારે છે તેને પોતાનું સ્વરૂપ શું છે તેની ખબર જ નથી. મારે ઇષ્ટ કરવું છે તે ઈષ્ટની પૂર્ણતા કેમ હોઈ શકે, તેની ખબર વિના લોકો કહે કે અમે આત્માને પરમાત્મા જેવો માનીએ છીએ તો તેની વાત જૂઠી છે, પણ તેની દૃષ્ટિએ અજ્ઞાનપણે તે સાચી માને છે. જે ઇષ્ટ, અબાધિત અને અસિદ્ધ સાધ્યને પહોંચવું છે તેને યથાર્થપણે ઓળખીને તેની પૂર્ણતાના લક્ષ શરૂઆત કરવી જોઈએ. આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com