________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૯ ]
[ ૨૭૫
કાર્ય નથી. હું તો સુખ અને શાંતિનો કર્તા છું, એમ જે જીવ પોતારૂપ પરિણમ્યો, તેને માટે કહેવાયું કે, “ચેતન જો નિજ ભાનમાં કર્તા આપ સ્વભાવ.” તે સક્રિયતા મુક્તદશામાં સિદ્ધ પરમાત્મામાં પણ ઘટે છે. ત્યાં પોતાના ગુણનું-આનંદનું આનંદાવસ્થામાં જ પલટવું છે તે સ્વભાવનો અનુભવ તે જ સક્રિયતા છે; એ જ સમયે નિત્ય વસ્તુસ્વભાવે ટકવાની અપેક્ષાએ અક્રિય છે અને અવસ્થા પલટવાની દૃષ્ટિએ સક્રિય છે.
66
પ્રથમ સંસારદશામાં ભૂલથી ૫૨માં અને રાગાદિમાં સક્રિયપણું મનાયું હતું, તે ભૂલ ટાળીને ૫૨ભાવમાં-રાગાદિમાં ન ટકતાં જ્ઞાનમાં ટકયો ત્યારે “ચેતન જો નિજભાનમાં કર્તા આપ સ્વભાવ ” કહેવાણો; કારણ કે જો ક્રોધાદિ કષાયરૂપ અવસ્થા પલટાવીને જ્ઞાની ક્ષમાશાન્તિરૂપ અવસ્થા ન કરી શકે તો જ્ઞાની કેમ કહેવાય? વળી રાગનો નાશ થયા પછી પણ અરાગપણે ટકીને શાંતિરૂપે જ્ઞાનગુણમાં પલટવું તો છે તે દેહાતીત મુક્તદશામાં પણ ઘટે છે. હરેક વસ્તુ સદાય સ્વતંત્ર જ છે, તેનો સર્વથા નાશ (પલટવું) થાય નહિ. દરેક વસ્તુનું દ્રવ્યસ્વભાવે નિત્યપણું છે અને તેના ગુણની અવસ્થાએ પલટવું છે જેમ બાળપણામાંથી જુવાન અને જુવાન અવસ્થામાંથી વૃદ્ધપણું એમ બધી અવસ્થામાં ચેતનત્વ સળંગ નિત્ય છે. દરેક ક્ષણનો અનુભવ જુદોજુદો છે. પૂર્ણ પવિત્રતા, નિર્દોષતા અને વીતરાગતા થતાં દેહ રહિતપણું સહજ આનંદઘન, ચૈતન્યપિંડપણું રહ્યું, મુક્તદશામાં પણ દરેક ક્ષણે ગુણનું પલટન થાય છે, તે પર્યાય અપેક્ષાએ સક્રિયપણું છે. તે જ વખતે તેનું નિત્યપણું છે, તેથી દ્રવ્યના નિત્ય સ્વભાવની દૃષ્ટિથી અક્રિયપણું છે અને મોક્ષદશામાં પોતાની પૂર્ણ આનંદદશામાં થયા કરે છે તે દૃષ્ટિએ ત્યાં પણ અક્રિયપણું છે.
૭૮.
હવે શિષ્ય કહે છે કે આપે દલીલ અને ન્યાયથી જે ત્રણ પદ સમજાવ્યાં તેનો અંત૨થી વિચાર કર્યે સમજાય છે કે તે યથાર્થ છે, પણ જીવ કર્મનો ભોક્તા નથી લાગતો; તે કેમ હશે ? તે અંતરની શંકાનો સદુપાય સમજાવો.
જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય;
શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય. ૭૯
અત્યાર સુધીમાં આપે જે જે ન્યાયથી કર્તાપણું કહ્યું તે યથાર્થ છે પણ જીવ ભોક્તા હોય એમ જણાતું નથી. કર્મ એટલે કાર્ય-ક્રિયા, જ્ઞાનનું કર્મ એટલે જ્ઞાનની અવસ્થા, જ્ઞાનરૂપી કાર્ય કરે, જાણે; જ્ઞાનરૂપે થવું તે જીવનો ધર્મ છે, એ ન્યાય શિષ્યને અંતર વિચા૨થી સમજાયો છે. જડકર્મનું કર્તાપણું નિશ્ચયથી-સાચી દૃષ્ટિથી નથી જ એમ પણ નક્કી થયું છે. તેથી હવે કહે છે કે જડ એવા કર્મ ૨જકણ તો અજીવ જ છે તે શું સમજે કે જીવને ફળ દેવામાં ક્રિયાવાળાં થાય; ફળ આપે ? આત્મા જડ કર્મનો કર્તા હું છું એમ માને છે તો ભલે અજ્ઞાનભાવે માને, પણ જડ કર્મ તેને ફળ શી
Please inform us of any errors on rajesh@Atma Dharma.com