________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૪]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા અને અવસ્થાયી અભેદ છે. તે અભેદ દષ્ટિથી ભેદરૂપ કાર્ય કરવાપણું નથી. પૂર્ણ સ્વભાવ ઉઘડ્યો છે ત્યાં બેય અપેક્ષાથી સક્રિયપણું અને અક્રિયપણું છે તે કહે છે. આત્મા પોતાના સ્વરૂપે તન્મયપણે પરિણમે છે; ગુણી આત્મા પોતાના જ્ઞાનગુણની અવસ્થામાં દરેક ક્ષણે પરિણમે છે અને સળંગ અભેદરૂપ ટકી રહે છે. તેથી પરમાર્થનયે તદ્દન અભેદષ્ટિથી (પદાર્થ અને તેની અવસ્થાને ભેદરૂપ ન ગણવી તે દૃષ્ટિથી) તો ત્યાં સક્રિય એવું વિશેષણ આત્માને આપી શકાય નહિ, ભેદરૂપ પરિણમવું થતું નથી. તેથી દ્રવ્યદૃષ્ટિએ તો (અભેદ દૃષ્ટિથી) આત્મદ્રવ્યનું અક્રિયપણું છે. નિજસ્વભાવમાં પરિણમવારૂપ અનુભવી આનંદમાં લીનરૂપ અનંત સુખના ભોગવટાપણે દ્રવ્યની અવસ્થાનું પલટવાપણું છે, તેથી નિજસ્વભાવનું કર્તાપણું છે. લોકોએ આત્મસિદ્ધિ ઘણી વાર વાંચી હશે, પણ તેમાં ઊંડું અવગાહન કર્યું નથી. જીવ આંખનો વિષય નથી, પણ હિત-અહિતનો નિર્ણય કરનાર અનુભવસ્વરૂપ છે. તેને જેવો છે તેવો સમજવો પડશે. અભેદ દેષ્ટિથી સિદ્ધ ભગવાનમાં અને આ આત્મદ્રવ્યમાં ભેદ નથી. પોતાની અવસ્થામાં પરિણમવું. તે કોઈના કારણે નથી, પણ ત્રણે કાળની અવસ્થાનો-અનંત સુખનો ભોગવટો તેઓ એક જ સમયમાં કરી શકે નહિ. દરેક અવસ્થાનો અનુભવ ભિન્ન ભિન્ન છે, અવસ્થા ભિન્ન ભિન્ન છે. ગુણની અવસ્થાનો એક સમય તે બીજો સમય નથી. દરેક ક્ષણે જ્ઞાનનું ટકીને બદલવું થાય છે, તેથી ભેદ-અભેદપણું, સક્રિય-અક્રિયપણું છે તેમ કહેવામાં કાંઈ દોષ નથી, અવસ્થાનું થયું તે સક્રિય અને અવસ્થાનું દ્રવ્યમાં ભળી જવું તે અક્રિય. રાગ રહિત અવસ્થાનું ત્રિકાળી દ્રવ્યમાં ભળી જવું તે અભેદપણે છે. આમાં સ્વાધીન આત્મદ્રવ્યના ઘણા ન્યાય છે. અજ્ઞાની માને છે કે હું રાગાદિરૂપ છું. એ ખોટી માન્યતારૂપ અજ્ઞાનનો તે જીવ કર્તા છે. તે તેનું સક્રિયપણું છે, પણ હાથપગ હલાવવા તે સક્રિયપણું નથી. જ્ઞાની પરનું કર્તુત્વ સ્વીકારતો નથી તેથી અક્રિય, અને હું મારા જ્ઞાનમાં જ્ઞાતાપણે જ્ઞાનને જાણું છું તે જ્ઞાનરૂપ પરિણમવું તે જ્ઞાનનું સક્રિયપણું છે. જેમ વસ્તુતત્ત્વ છે તેમ સમજવાનું અને નિર્ણય કરવાનું પોતાને છે. અનેક ન્યાયથી વસ્તુતત્ત્વનું સ્વાધીનપણું કહેવામાં આવે છે, તે જાતે સમજે તો બધા પ્રશ્નોનો નિકાલ આવી જાય છે.
[ તા. ૫-૧૧-૩૯] દરેક આત્મા જ્ઞાનસ્વરૂપે અનાદિ અનંત છે, સ્વતંત્ર છે. હું રાગ-દ્વેષનો કર્તા, એ મારું કર્મ એ અજ્ઞાનભાવે માન્યું હતું, પણ હું જ્ઞાનસ્વભાવમાં જ વર્તુ , એમ જ્ઞાનમાં જાણનારો પરનિમિત્તમાં ક્રોધ, માન કે વાસનાનો કર્તા કેમ થાય? હું સ્વાધીન જ્ઞાતા છું, સુખ મારું સ્વરૂપ છે, એમ જેને નિર્ણય થયો તે પરમાં સુખબુદ્ધિ કેમ કરે ? અજ્ઞાની એમ માને છે કે હું પુણ્યાદિનો કર્તા છું. એ ઊંધી માન્યતામાં અનંત દુઃખમાં રખડવાનું કારણ છે, તેથી તે અજ્ઞાનનો કર્તા છે. પ૨પરિણતિ-પરભાવમાં ટકવારૂપ અજ્ઞાનનો કર્તા હું છું એ ભૂલ ટાળીને જ્ઞાતા નિજભાવનો કર્તા થાય છે. ભૂલ એ મારું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com