________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૮]
[૨૭૩ પરના કર્તુત્વનું અહંપણું માને છે; ગુલાંટ મારીને પુરુષાર્થ વડે ઉપાધિથી એટલે કે રાગથી જુદો પડે તો તે ભૂલ ટળેલી જ છે; એટલે કે “ચેતન જો નિજભાનમાં કર્તા આપ સ્વભાવ” જીવ જેવો પોતે છે તેવો પોતાને માને તો પોતાનામાં જ્ઞાતાપણે ટકવું-ઠરવું થવું જોઈએ, અને પોતામાં ટકયો તો પોતાના સુધર્મનો કર્તા થયો, પરનો કર્તા ન થયો; ભૂલવાળી માન્યતા પલટીને જ્ઞાનમય અવસ્થા જીવે કરી અને જ્ઞાનપણે થયો. આત્માનો સ્વભાવ સહજ આનંદ છે, તેનું પરમાર્થે કર્તાપણું છે. પ્રથમ અજ્ઞાનદશામાં રાગ મારું કર્મ અને પુણ્ય-પાપ, દેહાદિનો હું કર્તા છું, એ માન્યતારૂપ ભૂલ હતી તેને પલટાવીને એટલે દોષને પલટાવીને ગુણનો કર્તા થાય છે, સ્વભાવભાવનો કર્તા થાય છે. આત્માનું યથાર્થ ભાન એટલે કે સમ્યગ્દર્શન થયા પછી અલ્પકાળે સર્વ કર્મકલંકના આવરણથી રહિત મુક્તદશામાં થાય છે. ત્યાં પણ પોતાની ચૈતન્યતામાં ટકીને બદલવું છે. પોતાના અનંત સુખ-આનંદનો ભોગવટો છે. પોતાના ગુણમાં સક્રિયપણું ન હોય તો ત્રણે કાળની અવસ્થાનો ભોગવટો ન થઈ શકે. દરેક ક્ષણનો આનંદ જુદો છે. એક જ સમયમાં ઉત્પાદવ્યય, ધ્રુવ (નિત્ય) પણું દરેક દ્રવ્યમાં છે. જો દરેક સમયની હાલતમાં સ્વતંત્ર સત્પણું ( હોવાપણું ) ન માનીએ તો વસ્તુના અભાવનો દોષ આવે.
“સ્થિરતા એક સમયમાં ઠાણે, ઉપજો વિણસે તબહી;
ઉલટ પલટ ધ્રુવ સત્તા રાખે, યા હુમ સુની ન કબહી.” દરેક પદાર્થમાં સૂક્ષ્મ પરિણમન છે. તેને સ્થૂળ દૃષ્ટાંતથી સમજાવી શકાય, જેમ વાંકી આંગળી સીધી થઈ તો વક્રતાનો નાશ, સીધી અવસ્થાની ઉત્પત્તિ અને આંગળી નિત્ય-ધ્રુવ. લોઢા સાથે સરાણનો ઘસારો થતાં ધોળાશનું ઊપજવું, કાટનો વ્યય અને લોઢું ધ્રુવ. એમ આત્મામાં અજ્ઞાનનું ટાળવું સમ્યજ્ઞાનનું ઊપજવું અને જ્ઞાનનું ધ્રુવપણું છે. તે ન્યાયે સંસારાવસ્થાનો વ્યય, મોક્ષદશાનો ઉત્પાદ અને જીવ દ્રવ્ય ધ્રુવ છે. મુક્તદશામાં પરમાત્મપણે નિજગુણમાં દરેક ક્ષણે સૂક્ષ્મ ઉત્પાદ, વ્યય, ધ્રુવપણું છે. જે અવસ્થા થાય તે તેનું કાર્ય છે અને પરિણમનારો તે પોતાના પર્યાયનો કર્તા થાય છે. અજ્ઞાની કર્મના પ્રભાવને વધારે છે, કારણ કે પોતાને ભૂલીને તે પરનો કર્તા રાગ-દ્વેષપણે થાય છે. જ્ઞાની આત્માના સહજ સુખનો કામી, પોતાના જ્ઞાનગુણમાં ટકનારો, જ્ઞાનની દરેક અવસ્થાનો કર્તા છે. અને પરિણમન અવસ્થાનું કાર્ય છે તેથી દરેક જીવ પોતાના જ ભાવનો કર્તા છે.
પોતાનું ચેતનાત્મકપણે સ્વાભાવિકપણે હોવાથી તેમાં પોતાના જ્ઞાનાદિ ગુણોનું પરિણમવું તે અભેદ સ્વરૂપે છે. આત્મા પોતાના રાગરહિત સ્વભાવમાં પરિણમે એટલે તે અરાગી સ્વભાવરૂપ થાય, તે અવસ્થા કાંઈ પોતાનાથી જુદી નથી. પ્રથમ રાગ-દ્વેષનું કે દેહાદિનું સક્રિયપણું જ્ઞાનમાં નથી એમ નક્કી કર્યું. હવે સ્વભાવમાં-સ્વરૂપમાં સક્રિયપણું અને અક્રિયપણું સ્થાપે છે. આત્મદ્રવ્ય અને તેની અવસ્થા બેઉ એક જ છે; અવસ્થા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com