________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૨]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા નિજસ્વભાવમાં પરિણમવારૂપ સક્રિયતાથી નિજ સ્વભાવદશાનું કર્તાપણું-થવાપણું શુદ્ધ આત્માને છે. મુક્તદશામાં કેવળ શુદ્ધ સ્વધર્મ જીવને હોવાથી એકત્વપણે જ્ઞાનમાત્રપણે ટકીને તે પલટે છે. તેથી નિજગુણમાં-સ્વસત્તામાં સક્રિય કહેતાં દોષ નથી. જે-જે વિચારથી (જે ન્યાયદષ્ટિવડે) સક્રિયતા-અક્રિયતાનું જીવદ્રવ્યમાં નિરૂપણ કર્યું છે, તે તે ન્યાયના વિચારવડે પરમાર્થને ગ્રહીને સમજવું. પરિણમન (પર્યાય ) અપેક્ષાએ સક્રિયતા અને દ્રવ્ય સત્પણે અક્રિયતા હોવામાં કોઈ દોષ નથી.
[ તા. ૪-૧૧-૩૯. ગાથા ૭૮ મી ચાલે છે. ]
જીવનું પરમાર્થે શું કર્તાપણું છે તે કહેવું છે. લોકોને બહારથી જે કરવું અશકય છે તે ઠીક લાગે પણ પોતાના સ્વભાવનું કરવું ઠીક ન લાગે એમ વિપરીતતા છે. જે સ્વાધીન થઈને સદાય કર્યા કરે તે કર્તા. કરનાર જે કાર્ય કરે તે એકલો સ્વતંત્ર રહીને કરે, કોઈની સત્તામાં રહીને ન કરે. આત્મા દેહમાં રહેલું એક સ્વતંત્ર તત્ત્વ છે. તેની સાથે જે આઠ કર્મની ઝીણી ધૂળ છે તે પણ સ્વતંત્ર અને અનંત પુદ્ગલપરમાણુઓ છે; તે આત્માથી અત્યંત ભિન્ન છે. આત્મામાં નિજગુણ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ પોતામાં પરિણમ્યા કરે છે, એટલે કે તે અવસ્થારૂપ થાય છે. જે ચેતનાદિ ગુણો નિત્ય છે, સ્વ-સ્વભાવ છે, તેનું કાર્ય શું છે તે સમજવાની જરૂર છે. જે થાય છે તે પોતાનું કાર્ય છે કે નહિ, તે કેમ થાય છે, તે ન જાણે ત્યાં લગી રખડવાની ભૂલ, દોષ, દુઃખ ટળે નહિ અને અજ્ઞાન વડે રાગાદિનો કર્તા થવાથી કર્મનો સંબંધ થાય. હું જ્ઞાનનો નિર્દોષ જ્ઞાતાપણે કર્તા છું, એમ માની તેમાં ટકી રહે તો તેમાં રાગપણું ન હોવાથી કર્મ ટળી જાય છે. જ્યાં લગી જીવે પોતાનું સુખ જાણ્યું નથી, ત્યાં લગી પાંચ ઇન્દ્રિય અને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખબુદ્ધિ તેને રહ્યા કરે છે અને રાગ-દ્વેષ, વિષય-સુખ મારાં છે એમ માને છે; પણ ભાન થયું કે હું તો જ્ઞાન જ છું, આ રાગ-દ્વેષ કરનારો હું નહિ, મારો ધર્મ નહિ, એમ નિત્ય જ્ઞાતાના અનુભવવડે ઔપાધિક ભાવનો આદર ટાળીને પોતાના શુદ્ધ જ્ઞાનરૂપે થયો, તે પોતાના સ્વભાવનો કર્તા થયો. પોતાના સ્વભાવનો કર્તા થયો એટલે જ પરનો કર્તા છું એવો ભ્રમ મટી પરનો અકર્તા થયો. આ બધું સમજવું અઘરું પડે છે, કેમ કે લોકોને તત્ત્વનું મનન નથી અને જે પરવસ્તુથી કલ્પનાવડે મનાયું છે તે ભૂલ કેમ ટાળવી તેનો વિચાર કરતા નથી. સંસારની ગૂંચો ઉકેલવા માટે ઘણુંએ મંથન કરે છે, પણ અનંતકાળનું ભવભ્રમણ ટાળવાનો ઉપાય જે પોતાનું પરમ હિત તેનો વિચાર કે નિર્ણય કરવાની રુચિ નથી. અનાદિથી પરાધીનતામાં ઠીક મનાયું છે, એટલે છૂટકારાની વાતનો પરિચય કરવાનું પોસાણ નથી.
બહારની સગવડતામાં રુચિ છે ત્યાં લગી અસંયોગી નિરૂપાધિક તત્ત્વની રુચિ કેમ થાય? ચેતન જો પોતાના જ્ઞાનમાં નથી ટકતો તો પોતાની ભૂલનો કર્તા છે, પણ કાંઈ જડ આદિનો કર્તા નથી. અજ્ઞાનીઓ ભૂલરૂપ માન્યતાથી અજ્ઞાનદશારૂપ કાર્ય કરે છે અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com