________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૦૧
દેઠની ક્રિયાને વ્યવહારચારિત્ર માને છે. સાચી દૃષ્ટિથી વિચારો કે ચેતન એટલે જ્ઞાન, તેનો વ્યવહા૨ તે કાંઈ જડમાં હોઈ શકે? અરાગી તત્ત્વનો પુરુષાર્થ રાગવડે હોઈ શકે? આ વાત પોતાથી સમજાય તેમ છે. શાસ્ત્રમાં નિમિત્તની ભાષા આવે, જેમ કે ઘીનો ઘડો; પણ તે વ્યવહા૨-કથન છે. તેમ દેહની ક્રિયા જીવની કહેવી તે નિમિત્તની ભાષા છે. દેહાદિથી કે પુણ્યાદિથી જ્ઞાતાને ગુણ નથી. વ્યવહાર એટલે ઉપચાર અથવા નિમિત્ત, અને નિશ્ચય એટલે સાચું અથવા ઉપાદાન. હું શાનમાં જ્ઞાતાપણે ટકી રહું એ સાવધાની તે જ પુરુષાર્થ અને વ્યવહાર છે. હું જ્ઞાયક છું તે નિશ્ચય અને જ્ઞાનબળની સાવધાની તે જ પુરુષાર્થ અને વ્યવહા૨ છે. આત્મા ત્રિકાળ નિર્મળ, જ્ઞાનમાત્ર છે તે નિશ્ચય છે, તે ૫૨નો કર્તા નથી, રાગાદિ ઉપાધિરહિત છે; તે ભૂલીને ૫૨વસ્તુમાં પુરુષાર્થ કરું એમ માનવારૂપ ભૂલ કરી શકે છે; કારણ કે અજ્ઞાનભાવે ભૂલ ક૨વાની જીવમાં યોગ્યતા છે, પણ ભૂલ કરવી જ પડે એવો સ્વભાવ નથી. આ ગાથામાં અનેક ન્યાય આવી જાય છે. જો જીવને અશુદ્ધતા ન હોય તો સંસાર કોનો? માટે અજ્ઞાનાવસ્થામાં માન્યતારૂપે ભૂલનો કર્તા જીવ છે, તે નિમિત્તથી કર્મ૨જનો કર્તા કહેવાય છે. પણ સ્વભાવથી રાગાદિનો અકા૨ક-અકર્તા છે. સ્વરૂપમાં એકત્વ સાધે તો રાગાદિક શુભ-અશુભ અસ્થિરતા ટાળી શુદ્ધમાં સ્થિર (ચારિત્રગુણમાં એકાગ્ર ) થવાથી કર્મ-ઉપાધિથી મુક્ત થાય. મુક્ત અવસ્થા થઈ એટલે ત્રિકાળ શાશ્વત સ્વાધીનપણું; નિરૂપાધિકપણું થયું; ત્યાંથી ફરી સંસારમાં આવવાપણું નથી.
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૮ ]
ગૃહસ્થવેશમાં પણ સંસારનો પ્રેમ ટાળીને જ્ઞાનમાં જ્ઞાયકપણે એટલે પોતાના સ્વભાવના અનુભવપણે રહી શકાય છે. જ્ઞાનમાત્રનું કરવું, જ્ઞાનમાં જ ટકવું-પરિણમવું, અનુભવવું, ‘અનુ’ એટલે જ્ઞાનને અનુસરીને, ‘ભવવું' એટલે વર્તવું-તે રૂપ થવું, એ બધા શબ્દો એકાર્થી છે. લોકોને આ તત્ત્વનું કંઈ મનન નથી; ૫૦-૬૦ વ૨સ ચાલ્યા જાય છતાં નિવૃત્તિ ન લે, પ્રશ્ન પૂછવા જેટલી તૈયારી નહિ, ત્યાં શું થાય ? જાતે ઊછળીને આ સાચા ન્યાયની હા લાવવી પડશે. પોતાની તૈયારી વિના બીજાનો ઉપકાર શું ? આત્મામાં અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, આદિ અનંત શક્તિ છે. તે બધા ગુણનું સ્વતંત્રપણે સ્વસત્તામાં-આત્મદ્રવ્યમાં અભેદપણે ટકીને બદલવું તે સ્વભાવપરિણમન છે. ટકીને બદલવું હોવાને લીધે દરેક સમયે આંત૨ા વિના અનંતસુખનો ભોગવટો સિદ્ધ જીવને છે, પણ એક જ સમયમાં બધો ભોગવટો હોય અને તેનું પલટવાપણું ન હોય તો બીજે સમયે સુખનો અનુભવ કોણ કરે? માટે દરેક સમયે પોતાના જ્ઞાનાદિ ગુણનું ટકીને પલટવું, પરિણમવું છે. આ વાત અજાણી લાગે, ઝીણી પડે પણ પોતાના ઘરની છે, સાચા હિતની વાત છે, તે સમજ્યું છૂટકો છે. ચેતનસ્વરૂપપણું, આત્માને સ્વાભાવિક હોવાથી પોતાની અવસ્થામાં ક્ષણેક્ષણે તેનું પરિણમવું થાય છે, કોઈનો આધાર નથી. તે સ્વભાવપરિણામી દ્રવ્યનું જ્ઞાનગુણમાં શાતાપણે વર્તવું છે, તેથી ૫૨માર્થનયે એટલે કે સાચી દૃષ્ટિથી સક્રિય એવું વિશેષણ મુક્તદશામાં પણ શુદ્ધ આત્માને ઘટી શકે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com