________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૦]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા ત્યાં કંપવું નથી. આ ગાળામાં બે વાત સિદ્ધ કરી છે કે આત્મા પરનો કર્તા નથી પણ સ્વભાવનો કર્તા છે, એટલે પોતાના ગુણમાં પોતાનું સક્રિયપણું છે, પરિણમન પણ છે. બીજી વાત એ કહી કે જો જીવમાં રાગ-દ્વેષ અને ભૂલ કરવાની યોગ્યતા જ ન હોય, અવગુણપણે પરિણમવાની યોગ્યતા જ ન હોય તો તેને કોઈ પુદ્ગલપરમાણુ નિમિત્ત ન થઈ શકે. પણ જીવમાં ચારિત્ર નામનો ગુણ છે, તેમાં વૈભાવિકપણાથી પરનિમિત્તનો આશ્રય કરવાથી શુભ કે અશુભરૂપ થવાની યોગ્યતા છે (સ્વભાવ નથી). જેમ શ્વેત સ્ફટિકમાં યોગ્યતા છે તેથી ઉપર લાલ પુષ્પ મૂકો તો તે લાલરૂપે દેખાય, તેમ જીવ જ્યાંલગી મોહકર્મના ઉદયમાં જોડાય છે, ત્યાંલગી પોતાની અવસ્થામાં રાગરૂપ અસ્થિરતા થાય છે અને જ્યારે તે ઉપાધિમાં નથી જોડાતો ત્યારે પોતાનું નૈમિત્તિકપણું મટી જતાં અને પોતાનામાં જ્ઞાતાપણે ટકી રહેતાં કર્મોપાધિ ટળી જાય છે. લોકોને પોતાની જાતનું મનન નથી, તેમ જ પોતાનું સ્વતંત્ર આત્મદ્રવ્ય કેવું છે, પોતાની યોગ્યતા અને સ્વભાવ શું છે, તેનો અંતરમાં વિચાર અને નિર્ણય કરતા નથી.
વળી કોઈ માને છે કે આત્મા પોતાનું કાંઈ ન કરે કેમ કે તે તો અક્રિય છે, એટલે આપણે કાંઈ કરવાનું રહેતું નથી, તો એ વાત સાચી નથી. પરનું કાંઈ પણ કાર્ય જીવ કરી શકતો નથી. પોતાની રાગ-દ્વેષ-કષાયરૂપ અવસ્થા છે તે ટાળી કલુષિત અને અસ્થિર અવસ્થા ન થવા દેવી તેનો વિચાર કયારેય કર્યો? રાગ-દ્વેષમાં ન જોડાવાનો પુરુષાર્થ જીવ કરી શકે છે, પુરુષાર્થમાં સાવધાન રહેવું તે જ કર્તવ્ય છે. દેહાદિની ક્રિયા, શુભ વિકલ્પ તે કાંઈ વ્યવહારરૂપ પુરુષાર્થ નથી. રાગરહિત પોતાના જ્ઞાનમાં ટકી રહેવાની જાગૃતિ રાખવી તે સાધકસ્વભાવ છે, તેમાં ઘણું કાર્ય કરવાનું આવ્યું, તે જ ધર્મ છે. પોતાના સ્વરૂપની સાવધાની રાખવામાં બેહદ પુરુષાર્થની જરૂર છે. અને તે પોતાનાથી થઈ શકે છે. પોતાનામાં અનંત સામર્થ્ય છે, પોતે પ્રગટ કરવા માગે તો કોઈ ના પાડે તેમ નથી, માટે તે અતીન્દ્રિય જ્ઞાનબળને સમજો. બધા આત્મા જ્ઞાનનું બળ કરી શકે છે. તે સદાય સ્વાધીનપણે કરી શકાય છે, તે તો કરવું નથી; અને જે જોગની ક્રિયા, ઉદયકર્મની અવસ્થા કે જે પોતાને હાથ નથી, પણ પરાધીન છે, તે કરવાનો ભાવ કરવો એ તો ખરેખર નવાઈની વાત છે. આ સાચી સમજણ જૈનનો એકડો જ છે. આત્માનો સત્ય પુરુષાર્થ છે તે વ્યવહાર છે, તે કેમ છે તે સમજ્યા વિના લોકો વાતો કરે છે કે (વેદાન્ત અને સાંખ્યાદિની જેમ) તમે પુરુષાર્થ ઉડાડો છો, એકાન્ત નિશ્ચયની વાત કરો છો; પણ તેમ નથી. કહે છે કે કાંઈ ક્રિયાકાંડ કે દેહની ક્રિયા કરવાનું તમે નથી કહેતા તેથી પુરુષાર્થ ઉડાડી દો છો; અમે કંઈ પુણ્યાદિ કરીએ તો ધર્મ થાય, આત્મા આત્મા એમ વાતો કર્યો ધર્મ થાય? જુઓ! શાસ્ત્રમાં લખ્યું છે કે “જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષ: ” માટે દેહની ક્રિયા અને શાસ્ત્રોનું જાણપણું એ બેઉ મળીને મોક્ષમાર્ગ થાય છે. આમ બન્નેને જડમાં ખતવ્યું હવે તેનો ન્યાય સમજો. દેહની ક્રિયા તો જડ છે. મનના વિકલ્પ તે શુભાશુભ રાગ છે; તે રાગદ્વારા શાસ્ત્રના જાણપણાની વિચારણા તેને જ્ઞાન માને છે, અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com