________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૬૯
ક્રિયા થઈ, તેમાં ૫૨ જાતિનો આધાર ન સંભવે. સિદ્ધ ભગવાન શુદ્ધ ૫૨માત્મા છે; ત્યાં સ્વભાવનું સક્રિયપણું અને ૫૨ભાવનું અક્રિયપણું છે. શુદ્ધતામાં ૫૨યોગનો, ૫૨ભાવનો તથા વિભાવનો કર્તા જીવ નથી, માટે જીવને ૫૨નો અકર્તા કહેવા યોગ્ય છે. સંસારાવસ્થામાં ઉપચારથી-વ્યવહા૨થી ૫૨ભાવનો એટલે પુણ્ય-પાપનો કર્તા જીવને કહ્યો છે, તે તો શ્રદ્ધા અને ચારિત્રગુણની ઊંચાઈરૂપ દોષના કારણે કહ્યો છે. સિદ્ધના જીવદ્રવ્યમાં પ્રગટ શુદ્ધ દશા છે, ત્યાં કર્મકલંકની ઉપાધિ નથી, ત્યાં વિકલ્પની વૃત્તિ નથી. સંસારી દશામાં અલ્પ પુરુષાર્થે પણ રાગની વૃત્તિ છેદે અને તે રાગને ફરી આવવા ન દે, તો પૂર્ણ પુરુષાર્થ પ્રગટાવે. તે અલ્પ પણ રાગ કેમ થવા દે? ન થવા દે. માટે મોક્ષમાંથી ફરી સંસા૨માં કોઈ જીવ ન આવે. દરેક આત્માનું ૫૨માં અક્રિયપણું છે. સ્વભાવના ભાનમાં વિભાવનું કર્તાપણું કહેવું તે યોગ્ય નથી. જીવ અજ્ઞાનદશા-ભૂલદશા ટાળીને જ્ઞાની થઈ શકે છે એટલે “ ચેતન જો નિજ ભાનમાં કર્તા આપ સ્વભાવ,” જેવું શુદ્ધ સ્વરૂપ છે તેનો જ માત્ર અનુભવ કરવો તે કર્તાપણું છે.
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૮ ]
શિવસ્વરૂપ એટલે કે પૂર્ણ શુદ્ધતા-મોક્ષદશા. તે પ્રગટ કર્યા પછી જ્ઞાનસ્વભાવનું પૂર્ણ આનંદમય બેદ સુખ અને અનંતવીર્યરૂપ સ્વભાવનું જીવને કર્તાપણું ન હોય તો તેનું સ્વાધીન સ્વરૂપ ન ૨હે. કોઈ જીવને તદ્ન ફૂટસ્થ-અપરિણામી કહે છે તે વાત જૂઠી છે. જીવ અજ્ઞાનાવસ્થામાં રાગાદિ કરવારૂપ ભૂલ કરતો હતો, તે દોષ ટાળીને ગુણ કરી શકે છે અને પોતાના જ્ઞાનસ્વભાવના ભાનમાં જ્ઞાતાપણે વર્તી શકે છે. જ્યાંસુધી દેહધારીપણું અને સાધકદશા છે ત્યાંસુધી અમુક અશુદ્ધ અંશ હોય છતાં જીવ શાનમાં ટકી શકે છે. મુક્તદશામાં પણ પોતાની ચૈતન્યસત્તામાં પોતાના બેદ આનંદ આદી ગુણનું ટકીને બદલવું દરેક સમયે છે, તે સક્રિયપણું છે. લોકોને પોતાની જાત શું તેની ખબર નથી, કારણ કે પોતાના સાચા હિતનો પ્રેમ નથી. જાતના ભાન વિના ભાત કેમ પડે? જેમ બીબામાં અમુક કોત૨ણી ન હોય તો તેની છાપ ન પડે, તેમ આત્મામાં જે ચૈતન્યશક્તિ-અનંતજ્ઞાન, અનંત સુખ, અનંતવીર્ય, અનંતદર્શન આદિ ગુણ છે તે કેવા છે, તેનું શું લક્ષણ છે, તે જાણ્યા વિના પોતે પોતાના ગુણ પ્રત્યે પ્રેમ અને પુરુષાર્થ કયાંથી ક૨શે ? ઓળખ વિના પ્રેમ શો ? કંઈ નહિ.
આત્મામાં યોગ નામે ગુણ (શક્તિ ) છે, તે અકંપ છે, પણ જ્યાં લગી ૫૨દ્રવ્યનું અવલંબન ચાલુ રાખે છે ત્યાં લગી તેનું કંપન થાય છે. જ્યારે પૂર્ણ શુદ્ધ થાય છે, ત્યારે આત્માના અસંખ્ય અરૂપી શુદ્ધ પ્રદેશનો સ્વભાવ અકંપ છે તે મુક્તદશામાં અકંપ રહે છે. પ્રથમ અજ્ઞાનદશામાં ૫૨૫દાર્થ સાથેના નિમિત્ત-નૈમિત્તિક સંબંધના કા૨ણે યોગ્યતા હતી, તેથી દેહધારીપણે કંપવું થતું હતું; પણ જો સદાય ભૂલ કરવી જ પડે અને કંપન કરવાનો જીવદ્રવ્યનો સ્વભાવ જ હોય તો તે કદી છૂટી શકે નહિ; પણ સંસારાવસ્થામાં એવી યોગ્યતા હતી તે મુક્તાવસ્થામાં છૂટી જાય છે અને ત્યાં ૫૨ના સંબંધરૂપ ઔપાધિક ભાવ નથી, તેથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com