________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૮]
[ભગવાનશ્રીકુંદકુંદ-કાનજૈનશાસ્ત્રમાળા કંપનપણું નથી. વર્તમાન દેહધારીઓનું હલવું-ચલવું થાય છે, તથા પ્રદેશોનું કંપવું થાય છે છતાં તેનો આત્મા પરમાર્થે તો નિત્ય ધ્રુવ અકંપ છે. તેનું દૃષ્ટાંત – જેમ ઘંટી ઉપર બેઠેલી માખી તો સ્થિર છે છતાં એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે ફરતી હોય તેમ દેખાય છે પણ ઘંટીની ક્રિયા તેનાથી થતી નથી. તેમ આત્મા પરને કરતો નથી, ચલાવતો નથી, પણ પોતાની દશામાં ક્રિયા કરે છે. જિનપ્રવચનમાં વેદાન્તાદિક જેવો અક્રિય આત્મા કહ્યો નથી. વેદાન્તાદિક તો અશુદ્ધ અવસ્થામાં નિમિત્તની અસર લેવાની જીવની યોગ્યતા પણ માનતા નથી. જૈનદર્શનમાં અવિરુદ્ધ ન્યાયથી કહે છે કે જીવનો સ્વભાવ પરમાં અક્રિય છે, પણ અજ્ઞાનદશામાં રાગ-દ્વેષમાં જોડાવાની અપેક્ષાએ (રાગરૂપ નૈમિત્તિક યોગ્યતાથી) સક્રિય છે. બધા જીવો પરમાં અક્રિય છે. મુક્તદશામાં પણ જીવને પરનું અક્રિયપણું છે, પણ તે પોતાના અનંત જ્ઞાનબળના, બેહદ સુખગુણના સહજ આનંદનો કર્તા છે અને પોતાના જ જ્ઞાન-આનંદનો ભોક્તા છે. એકેક સૂક્ષ્મ કાળમાં (એક જ સમયમાં) પોતાના જ્ઞાનાદિ અનંતગુણોનું પલટવાપણું છે તે સક્રિયપણું છે. જો ત્યાં જીવ ફૂટસ્થ રહે, તÁ અક્રિય થઈ જાય, તો બીજી ક્ષણનો આનંદ જીવ કેમ લઈ શકે? પોતાના આધારે પોતાના અનંતા સર્વગુણોમાં એક જ સમયમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણું છે, તેથી દરેક દ્રવ્યમાં સ્વાધીનતા છે. સંસારાવસ્થિત જીવ પણ ક્રોધદશા પલટાવી શાંતદશા ધારણ કરીને ક્ષમારૂપે પરિણમી શકે છે.
ત્રણે કાળે બધા જીવો પરની ક્રિયાથી રહિત છે, પણ અજ્ઞાની જીવો પોતાને ભૂલીને પરમાં કર્તુત્વ-મમત્વ આદિ અભિમાનરૂપ માન્યતા કરે છે. જો કરવા ધારે તો જીવ એક જ સમયમાં અવગુણ ટાળીને સદ્ગણરૂપ જ્ઞાનનું કાર્ય કરી શકે છે, નિત્ય જ્ઞાનાનંદના લક્ષે રાગ-દ્વેષ, ક્રોધાદિ દોષ ટાળીને અરાગી ગુણ ઉત્પન્ન કરી શકે છે. સિદ્ધ ભગવાનમાં રાગ, ઇચ્છા કે ઉપાધિ નહિ હોવાથી ત્યાં રાગને ટાળવાપણું નથી, તેથી ત્યાં પોતાના કેવળજ્ઞાનના અનુભવથી થતો આનંદ, પોતાના બેહદ અક્ષય અનંત જ્ઞાન-આનંદગુણમાં ટકીને બદલે છે, એ જ વસ્તુસ્વભાવનું સક્રિયપણું છે. જીવ કેવળ નિર્મળ જ્ઞાનપ્રવાહરૂપ સ્વભાવનો કર્તા છે, એટલે કે પૂર્ણદશા પ્રગટ થતાં સર્વ રાગાદિ ઉપાધિ રહિત શુદ્ધતામાં પોતાના પૂર્ણ શુદ્ધ જ્ઞાનગુણની અવસ્થાનો કર્તા છે. એ રીતે મુક્તદશામાં પોતાના સ્વભાવનું કર્તાપણું છે. પરમાણુનું કે રાગાદિ કોઈ કાર્યનું નિશ્ચયથી (સાચી દૃષ્ટિથી) જીવને કર્તાપણું નથી. નૈમિત્તિકપણું પણ નથી. કર્તા તેને કહીએ કે જે સ્વતંત્રપણે પોતાનામાં રહીને કાર્ય કરે.
“કર્તા પરિણામી દરવ, કર્મરૂપ પરિણામ;
ક્રિયા પર્યાયકી ફેરની, વસ્તુ એક ત્રય નામ.” એક જ દ્રવ્યમાં સ્વાધીનપણે પોતાનું જ કર્તા, ક્રિયા અને કર્મપણું એક જ સમયમાં હોય છે. અવગુણીનો અવગુણભાવ, ગુણીનો ગુણભાવ, તે તેની દરેક સમયવર્તી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com