________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૬૭
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૮] તો ઠીક, પણ ભાઈ ! થઈ જાય તે જુદી વાત છે, અને તેને પોતાનું માનવું તે જુદી વાત છે. મોહકર્મમાં જોડાવાથી થતું શુભકાર્ય પોતાનું માનવું, તે મિથ્યા અભિપ્રાય છે. જાણવું તેમાં કરવું ન હોય, અજ્ઞાની જીવને તે મોહકર્મનો આશ્રયભાવ ગોઠે છે ત્યાં તેનો નિષેધ કયાંથી આવે? મારે સિદ્ધપદ વિના કાંઈ ન જોઈએ, એવી હા તો લાવો! સિદ્ધ ભગવાનનું દ્રવ્ય કેવું હોય તે સમજો. બાહ્યનાં કાર્યો જે-જે પ્રકારે થવાનાં છે તે-તે પ્રકારે થાય છે, છતાં તેને તમે માનો કે તે આમ જ થાય તો તો ઠીક, એ માન્યતા સાવ ઊંધી છે. માટે જે ન્યાય જે વિધિએ કહેવાય છે તે વિધિએ સમજો.
કુવાડે કાપડ ધોયાં કુશળ કયાંથી થાશે રામ.” આત્મા પુણ્ય-પાપ, દેહાદિ સાધનવાળો નથી, પરનિમિત્તથી આત્માનો ધર્મ નથી, છતાં તેનાથી ધર્મ માનવો, ઠીક માનવું તેણે આત્માને ઠીક માન્યો ન ગણાય, માટે વારંવાર કહેવાય છે કે નિવૃત્તિ લઈને આ સમજવાનો પુરુષાર્થ કરો, તેની જ રુચિ વધારો.
[ તા. ૩-૧૧-૩૯ ગાથા ૭૮ મી ચાલુ.]
“ચેતન જો નિજ ભાનમાં કર્તા આપ સ્વભાવ” એટલે કે રાગ-દ્વેષાદિ રહિત જીવ પોતાના જ્ઞાનગુણનો જ કર્તા છે. પોતાના જ્ઞાનગુણમાં જીવ ન વર્તે તો કયાંક મારાપણું સ્વીકારીને પરસત્તાનો પ્રભાવ માનીને પરનો કર્તા થાય; કારણ કે “કર્તાનું ઇષ્ટ તે કર્મ.” પોતાનું સ્વાધીન સુખ ન ગોઠે તો પરવસ્તુમાં પ્રેમ કરીને અટકે. સાધકસ્વભાવમાં પૂર્ણ શુદ્ધ સ્વરૂપના લક્ષે જ્ઞાનનો કર્તા થઈ જ્ઞાનમાં ટકે તો જ્ઞાનનું માહાભ્ય જીવ વધારે છે; ને હું કોણ તેના ભાન વિના જીવ પરભાવ, જડપણાનું માહાભ્ય વધારે છે અને હું તેનો કર્તા છું એમ ભૂલથી માને છે, પણ જીવ પરનું કાંઈ કરી શકે નહિ; માટે એમ નક્કી થયું કે જ્ઞાની જ્ઞાનનું બહુમાન કરતો મોક્ષમાં જાય, એટલે કે પોતાની મોક્ષાવસ્થા જે શક્તિરૂપે છે તેની પૂર્ણ શુદ્ધતા પોતાના સ્વભાવમાં ટકીને પ્રગટ કરે. જે પોતાને ભૂલીને જડનું માહાત્મ કરે તે જડ જેવો તુચ્છ નિગોદિયો થાય, કારણ કે જીવનું જે કર્તવ્ય નથી તેને પોતાનું માને છે.
જીવનું કર્તુત્વ શું છે, તે કહે છે :- કે પરમાર્થે તો જીવ રાગાદિનો કર્તા નથી. આત્માના પ્રદેશનું જે કંપન થાય છે, પરાશ્રયરૂપ રાગાદિ થાય છે તે કરવાનો જીવનો સ્વભાવ (ધર્મ) નથી, પણ અશુદ્ધ દશાની યોગ્યતા છે. પરમાર્થે જીવ અક્રિય છે પણ વર્તમાન પર્યાયમાં તેની ક્રિયા બે પ્રકારે છે– (૧) પ્રદેશોનું ચંચળપણું-કંપનપણું તે યોગગુણની અશુદ્ધ ક્રિયા છે અને (૨) ક્ષેત્રમંતર ગતિ, અથવા ગતિપૂર્વક સ્થિતિ તે ક્રિયાવતી શક્તિની ક્રિયા=પર્યાય છે. સંસાર અવસ્થામાં જીવને ભૂમિકાનુસાર સક્રિયપણું છે તથા મુક્ત દશામાં શુદ્ધાત્માનું અક્રિયપણું કહ્યું છે. જે દેહથી મુક્ત થયા છે તે સમસ્ત અશુદ્ધ ક્રિયાથી રહિત છે, આઠ કર્મકલંકથી રહિત છે, તેમાં કંઈ પણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com