________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૬ ]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
કાર્ય નથી તેનાથી ધર્મ કેમ થાય ? સ્વરૂપમાં જ્ઞાનની સ્થિરતા એ જ ધર્મ છે, ધર્મની ક્રિયા છે. પુણ્યાદિ ક્રિયા તે ૫૨ છે, તેનાથી ચેતનને ગુણ નથી. જ્ઞાનની પ્રતીતિ, જ્ઞાનની સ્થિરતા તે જ શાતાનું કર્મ (કાર્ય) છે. ૫૨નું કાર્ય, પુણ્ય-પાપ શુભ-અશુભ ભાવ તથા દેહાદિનું કાર્ય મારું માનવું તે ભ્રમ છે, અજ્ઞાન છે. કોઈ કહે કે તમે તો નિશ્ચયની વાત કરો છો, પણ નિશ્ચય એટલે સાચું અને વ્યવહા૨ એટલે ખોટું. વ્યવહાર એટલે ભેદ, ઉપચાર, ઉપલક સ્થૂળ દૃષ્ટિ છે. તે ખોટાને પોતાનું માનવું અને તેમાં ઠીક માનવું એટલે એમ થયું કે જ્ઞાતાપણું તે ઠીક નહિ. જ્ઞાની જાણે છે કે હું સદાય અતીન્દ્રિય, અરૂપી, અસંગ, જ્ઞાનમાત્ર છું, કોઈ જીવ ૫૨નું કાર્ય કરી શકે નહિ; મારું કાર્ય તથા મા૨ા ગુણ-દોષ બીજા કોઈ કરે નહિ, હું બીજાનું કરું નહિ; એવું ભાન નથી અને પોતે ૫૨માં સુખ માને, રાગની ક્રિયાને કર્તવ્ય માને તેને ધર્મી કેમ કહીએ ? જેમ ખાનદાન પુત્ર નિજ ઘર છોડી વેશ્યાને ઘેર ન જાય, તેમ જ્ઞાતા પુણ્ય-પાપનો કર્તા ન થાય, અજ્ઞાની કર્તા થાય તો અતિ તુચ્છ એવી પરાધીનતાને પામે. તેમ જે સિદ્ધ ભગવાનનો સુજાત પુત્ર થઈને સુકાર્ય-નિર્દોષ જ્ઞાતાપણું કરે–જ્ઞાન કરે, જે જે સંયોગ આવે તેને જાણે, પણ તેમાં કર્તૃત્વ-મમત્વ ન માને, તેમ જ ન ઇચ્છે તે જ ૫૨મપદ પામે. પોતાનું સિદ્ધપદ તે અરાગીપણું છે, તે ભાને જ્ઞાનઘરમાં ટકીને જ્ઞાનની સ્થિરતા વડે પોતાનું સિદ્ધપદ સાધે, અને તે જ એક પોતાનું કર્તવ્ય માને તેને સમ્યગ્દષ્ટિ કહીએ; તે જ ધર્મી છે. લોકો કહે છે કે ફલાણું તો બહું સારું, આમ કર્યું તે ઠીક, આણે આટલું પુણ્ય કર્યું તે સારું, પણ પરમાર્થે આત્મા સિવાય કોઈ સારું નથી, આ બધા અભિપ્રાયો જ્ઞાનીના કહેવાય છે. તે વિના ક્ષણે-ક્ષણે ચેતનનો ઘાત થાય છે, જ્ઞાતાપણું ભૂલીને બંધમાં અવાય છે, તેનું ફળ અનંતકાળમાં પાછો મનુષ્ય નહિ થાય, મૂઢ થઈ જશે, માટે પ્રથમ સમજો. સાચું છે તે જવાનું નથી જ્ઞાન થતાં જ સંસારના સંયોગ છૂટી જાય એવો નિયમ નથી. આત્માને ઓળખીને બધા વિરોધને ટાળીને જેમ છે તેમ નિર્દોષ તત્ત્વનો નિર્ણય કર્યા પછી સ્વરૂપમાં સ્થિરતા થવાને વા૨ લાગે છે, અલ્પ શુભ-અશુભ બંધ પણ થઈ જાય. સમ્યજ્ઞાન થયું કે તરત જ બધા રાગ-દ્વેષ ટળી જાય કે સંસાર છૂટી જાય તેમ નથી. પણ સાચી દૃષ્ટિના ભાનમાં જે રાગાદિક થઈ જાય છે, તેનો કર્તા (ધણી ) જ્ઞાની થતો નથી તેથી નિર્જરા થઈ જાય છે. જ્ઞાની થયા પછી પુણ્ય-રાગાદિનો પ્રસંગ થઈ જાય છે પણ તે જડ પદાર્થમાં પોતાની કારવાઈ માનતો નથી. આ દેહની ક્રિયા જ્યાં-જ્યાં જ્યારે-જ્યારે થવાની છે ત્યાં ત્યાં ત્યારે ત્યારે થશે; પણ અભિમાન કરે અને માને કે મેં સેવા કરી, દાન કર્યું, આને સુખી કર્યા વગેરે ૫૨વસ્તુમાં ઠીક અઠીકપણાની બુદ્ધિ, ઇચ્છા અને તેની અલ્પ પણ રુચિ છે તે મિથ્યાર્દષ્ટિ છે. ન્યાય સમજો તો આ ગૂઢ તત્ત્વ સ્પષ્ટ સમજાય તેમ છે. લોકો માને કે અમે આમ ગોખી રાખીએ, અનાસક્તપણે ૫૨નું કાર્ય કરીએ અને પુણ્યાદિ શુભ ધર્મકાર્ય કરીએ, એ થાય
Please inform us of any errors on rajesh@Atma Dharma.com