________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૮]
[ ર૬૫ મિથ્યા છે એમ જાણવું. જાણવા સિવાય હું બીજું કંઈ કરી શકું તે માન્યતા મિથ્યા છે. જીવ પોતાના સ્વરૂપનો કર્તા છે, તે પરનો કર્તા કોઈ રીતે નથી.
વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ” નિર્મળ શુદ્ધ સ્વરૂપના ભાન રહિત પુણ્ય-પાપ, દેહાદિમાં જે કંઈ ઇચ્છા વગેરે મલિનતામાં, પરભાવમાં ટકયો છે તે અજ્ઞાન વડે અધર્મી જીવ પોતાના જ્ઞાનસ્વભાવમાં વર્સો નહિ ત્યારે કર્મના પ્રભાવનો કર્તા કહ્યો છે. કર્મના બે પ્રકાર છે:–ભાવકર્મ અને દ્રવ્યકર્મ. ચોવીસ જિનસ્તુતિ (લોગસ્સ) માં આવે છે કે “ વિહુયરયમલા” હે ભગવાન! આપે રજ અને મેલ બન્ને ટાળ્યાં છે. રજ એટલે જ્ઞાનાવરણાદિ આઠ કર્મની ઝીણી ધૂળ અને મળ એટલે રાગાદિક પુણ્ય-પાપના પરિણામ તે મળરૂપ ભાવકર્મ છે. તે ચેતનની, પરવસ્તુમાં મોહવાળી, વિકારી અવસ્થા છે. તે અજ્ઞાનપણાની ભૂલ છે, મિથ્યા માન્યતા છે, ભ્રમણા છે; પણ જ્યારે શુદ્ધ પરમાત્માને ઓળખ્યા કે સિદ્ધ ભગવાન જેવો હું શુદ્ધ છું, ઉપાધિ, ભૂલ, ભ્રમણા મારો સ્વભાવ નથી, એમ જાણે એટલે વિભાવની રુચિ-અસરથી, ભ્રાન્તિથી છૂટીને સમ્યક્ અભિપ્રાયમાં સ્થિર થાય છે એટલે કે વિભાવથી છૂટીને સ્વભાવમાં નિશ્ચય ટકે છે.
આત્માનો યથાર્થ નિર્ધાર થયો તે જ વખતે રાગાદિ અને દેહાદિ સંયોગથી છૂટી શકાતું નથી, પણ ક્રમેક્રમે પુરુષાર્થ વધતાં વધતાં અલ્પકાળમાં તે કર્મકલંકનું નિમિત્ત એની મેળે છૂટી જાય છે. અનંત જ્ઞાનીઓના હૃદયમાં રહેલો આ ગૂઢ ભાવ છે. હું પૂર્ણ શુદ્ધ છું પૂર્ણને સાધવાનો પુરુષાર્થ-આ બેઉ દેષ્ટિને લક્ષમાં રાખી જેમ છે તેમ સમજીને અંતરમાં તત્ત્વનો નિર્ણય બેસાડો. ત્રણે કાળે આ જ મોક્ષમાર્ગ છે, બીજો માર્ગ જ નથી. આમાં કાંઈ મતભેદની વાત નથી. આગળ કહ્યું હતું તે પ્રમાણે જેમ સ્વભાવ છે તેમજ કહેવાય છે; માટે મતભેદ છોડીને જો સમજો તો જે અનંતકાળે નહિ સમજાયેલું તત્ત્વ તે આ વર્તમાન કાળમાં પણ સમજી શકાય તેવો યોગ છે; તૈયારી પોતાની જોઈએ. ઘણાં પડખાં ( ન્યાયની અપેક્ષા) થી એકની એક વાત કહેવાય છે, પણ લોકોને મનન નથી; શું થાય? સ્પષ્ટ લોજીકથી ( ન્યાયથી) સમજે નહિ, તેને પરાણે કોણ સમજાવી શકે? લોકો પોતાની બુદ્ધિથી બીજું ધારી લે તેમાં જ્ઞાનીને શું?
પરમ (અનંત) આનંદના ભાન સહિત આત્માર્થી જ્ઞાનસ્વભાવનો જ કર્તા છે. બસ, જાણવું તે જ તેનું કર્મ છે. ધર્મી પોતાના સ્વભાવના ભાનમાં અન્ય કોઈ કર્માદિનો કર્તા નથી. મન, વાણી, દેહ, પુણ્યાદિ અન્ય કોઈ જડકર્મની પ્રકૃતિના કાર્યનો જીવ કર્તા નથી, હું બીજાને સુખી કરું, દુઃખી કરું, મારું, જીવાડું, વગેરે માને ભલે પણ પરના કોઈ કાર્યનો જીવ કર્તા નથી. જ્યાં લગી આ ન્યાયનો આદર નહિ થાય, ત્યાં લગી એક પગથિયું પણ તત્ત્વ સમીપ નથી. બહારનું કાર્ય, દેહાદિની ક્રિયા જે થવાની છે તેને કોઈ રોકી શકે નહિ. જે પોતાનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com