________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૪]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા એમ શબ્દો પ્રમાણે અર્થ ન થાય. વીતરાગને રાગ નથી, તે કોઈ પર પ્રસન્ન થતા નથી, પણ પોતે વીતરાગને ઓળખીને જેવું તેમનું શુદ્ધ સ્વરૂપ છે તેવું જ મારું છે, તે લક્ષે અંદરથી પુરુષાર્થ ઉપાડીને પોતાના ચેતનની પ્રસન્નતા કરે છે અને જે ભગવંતો થઈ ગયા તેમનાં ગુણગ્રામ કરે છે. શબ્દોમાં નિમિત્તની ભાષા આવે તે તો સનું બહુમાન છે, પણ કોઈ શબ્દને વળગીને કહે કે શાસ્ત્રમાં ભગવાનની ભક્તિ કરવાનું કહ્યું છે તેનાથી ગુણ થાય, પણ શબ્દોવડે અર્થ કરવા જાય તો શબ્દોથી મેળ ન બેસે, વળી “ઠાણે સંપાવિઉ કામાણે” તેનો અર્થ શું થયો? હે ભગવાન તમે મોક્ષસ્થાનના કામી છો, તો શું તે વીતરાગી પુરુષને ઇચ્છા હશે? તેમ નથી, પણ સાધકને અધૂરાશ છે, તેથી પોતાના પરમાર્થને સંબોધે છે, અને પોતાને પૂર્ણ થવાની કામના છે, તેથી સમર્થનું નામ લે છે. દેવ, ગુરુ, ધર્મ વિતરાગ છે, તે પૂર્ણ સસ્વરૂપ છે. તેમનું બહુમાન કરવા માટે તે પ્રત્યે પરમ ઉપકારીપણાનો આરોપ કરી સ્તુતિ કરે છે, સાથે ભાન છે; શુભ વિકલ્પને કોઈ આદરણીય માને તો મિથ્યાત્વ છે. વીતરાગતાનો પ્રેમ તે રાગનો પ્રેમ નથી, રાગનો આદર નથી. જો રાગનો રાગ રાખે તો તે વીતરાગનો આદર નથી. વીતરાગી પુરુષો થઈ ગયા તેમના ગુણનું બહુમાન કોણ કરી શકે? તેમને યથાર્થપણે ઓળખીને પુણ્ય-પાપ-રાગાદિકના રોગરહિત આરોગ્યમય વીતરાગતાનું પોસાણ જેમને થયું હોય તે; કેમ કે તે પોતાનો અરાગભાવ ઉપાડે છે. વીતરાગ ભગવંતોની વીતરાગતાને ઓળખીને તેમાં ઉપકારીપણાનું આરોપણ કરે છે; અને ભગવંતોનું જે બહુમાન કરે છે તે પરમાર્થે પોતાના ગુણનું બહુમાન છે. શાસ્ત્રમાં તો નિમિત્તના જ શબ્દો મુખ્યપણે આવે.
Nઆવશ્યક આદિ ક્રિયાનો શુભરાગ નીચલી દશામાં હોય છે. જ્ઞાનીને તે હેય બુદ્ધિથી છે, શ્રદ્ધામાં પ્રથમથી જ તેને બંધનનું કાર્ય માને છે. પોતે તીવ્ર કષાય ટાળવાનો પુરુષાર્થ કરે છે. સાથે શુભજોગની ક્રિયા પણ જે નિમિત્તરૂપ જણાય છે તેને જાણે છે કે તે કાર્ય મારું નથી; તેનાથી મને ગુણ નથી. વિનયની ભાષા આવે કે “હે ભગવાન! મને સિદ્ધપદ આપોતો દેહરહિત સિદ્ધ ભગવાન કોઈને કાંઈ આપી શકે? નહિ જ. પણ સમજનાર સમજીને પોતાનો પુરુષાર્થ ઉછાળીને કહે છે કે હું સિદ્ધ જેવો છું, જેટલું સિદ્ધપદ તેટલો હું, જે કાર્ય સિદ્ધ ભગવાનમાં ઘટે તે મને ઘટે. આવો નિર્ણય પ્રથમ ભૂમિકામાં જોઈશે. વીતરાગ અને વીતરાગતાના નિમિત્તનું બહુમાન હોય; ભાષામાં વિનય નમ્રતા જ હોય, અભિમાન ન હોય. માટે બોલણીમાં વ્યવહારભાષા આવે, જ્ઞાની પણ લોકભાષામાં બોલે, પણ અંતરમાં ખતવણી છે કે હું સિદ્ધ જેવો છું, પરનો અકર્તા છું, જ્ઞાતાદ્રષ્ટા જ છું, જ્ઞાન મારું કર્મ છે. “ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ,” એટલે પોતાના નિરૂપાધિક સ્વભાવનું આત્મામાં કર્તાપણું છે, એવો યથાર્થ નિર્ણય થયો, તો પછી પુણ્યાદિ, દેહાદિ પરદ્રવ્યનાં કોઈ કાર્યને પોતાનાં કેમ માને? જે પોતાને હાથ નથી, જે કાર્ય પોતાથી થતાં નથી છતાં, જેમ દોરડીમાં સર્પની કલ્પના કરવી તે મિથ્યા છે, તેમ પરના કાર્યમાં પોતાનું કર્તવ્ય છે તે માન્યતા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com