________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૨૬૨ ]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
જ્ઞાનમાં ટકવું તે જ ચારિત્ર છે. મન, વાણી, દેહની ક્રિયામાં ધર્મ માની પુણ્યાદિમાં અટકવું અજ્ઞાન વડે થતું હતું તેને વિભાવ જાણીને એ મારો ધર્મ નથી, એમ તે ઉપાધિથી જુદો પડીને નિર્મળ શ્રદ્ધા-જ્ઞાનદ્વારા જ્ઞાતાદ્રષ્ટા-સાક્ષીપણે ટક્યો, એટલે વિકા૨નો કર્તા ન થયો પણ પોતાના નિર્દોષ જ્ઞાનનો કર્તા થયો.
સ્વભાવ એટલે કેવળ જ્ઞાનમય આત્મધર્મ તેનું જાણવું. તેમાં પુણ્યાદિ તથા દેહાદિનું કર્તૃત્વ કે સ્વામીત્વ ક્યાં આવ્યું? જરા મધ્યસ્થપણે વિચારો. પોતાના અભિપ્રાયની ખતવણીમાં સંભાળમાં ક્યાં ભૂલ થાય છે તેને ઊંડાણથી વિચારો. જે સ્વરૂપ સપ છે, સ્વાધીન છે તેને અન્યથા માનવું તે શું મહાન અપરાધ નથી ? સ્વહિંસા નથી ? ૫૨ને પોતાનું માનવું તે મહાપાપ છે. મિથ્યાત્વ છે, હું ૫૨થી ભિન્ન જ્ઞાતા છું તે જ્ઞાન, અને જ્ઞાનનો ભરોસો કરવો તે શ્રદ્ધા જ ૫૨મ દુર્લભ છે. જ્ઞાનમાં ઠર્યા વિના જ્ઞાનની શ્રદ્ધા થાય નહિ. આત્મામાં ટકયા વિના શાન્તિ થાય નહિ. પુણ્યાદિ ભાવ તો મોહકર્મની સંતતિ છે, ઉપાધિ છે, તેનાથી શાન્તિ કેમ થાય? હળવે હળવે ન્યાયને તા૨વવો જોઈએ કે સુખનું-શાંતિનું સત્તાસ્થળ ક્યાં છે? જો ૫૨માં સુખ હોય તો બતાવો ! કોઈ કહે કે સંસારમાં રહીને જ્ઞાન ન થાય, પણ અમે કહીએ છીએ કે સંસારભાવથી રહિત ગમે ત્યાં જ્ઞાની થઈ શકાય છે, તેમાં કોઈ ના પાડે એમ નથી. આત્મા નિરૂપાધિક સ્વાધીન તત્ત્વ છે, એમ નિર્ણય કરનાર પોતાના નિર્દોષ જ્ઞાનનો કર્તા થયો ત્યારે તો પ્રથમ ભૂમિકા સમ્યગ્દર્શન જે જૈનનો એકડો જ છે તે કહેવાય. ચેતન જો નિજભાનમાં છે તો તે સમ્યગ્દર્શન છે, તે કોઈ દોષ કે દુ:ખનું કારણ નથી; પુણ્ય, પાપ, રાગાદિમાં તેને ટકવું હોતું નથી. જેણે ૫૨માર્થસ્વરૂપ જાણી પોતાનામાં જ્ઞાતાપણું માન્યું છે તે લૌકિકમાં કહેવાતાં સારાં કાર્યોને પણ પોતાનાં ન માને. માત્ર જ્ઞાન મારું. મારામાં કર્યું થાય છે. એમ જ્ઞાનમાં જાગૃત રહે છે, સ્વાત્મવિચાર કરે, જ્ઞાનને જ જાણે એ જ ધર્મ છે દેહની ક્રિયા તેની યોગ્યતા મુજબ થયા કરે, પુણ્યાદિ કે દેહાદિની કોઈ ક્રિયાનો કર્તા તેમજ સ્વામી થતો નથી. જ્ઞાન ૫૨નું કંઈ કરે નહિ, એવા જ્ઞાનને પોતાનું માનવું તે જ્ઞાનની શ્રદ્ધાનું કર્તાપણું છે. શાન કરવું તે જ્ઞાનનો કર્તા, જ્ઞાનમાં ટકવું તે ચારિત્રનો કર્તા છે; જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, શ્રદ્ધા, અને રાગ રહિત જ્ઞાનમાં એકાગ્રતા કરવા જેવી છે. જ્ઞાન અને જ્ઞાનમાં જાગૃતિનો પ્રયત્ન કરવારૂપ ૫રમાર્થભૂત વ્યવહા૨ તે બધું જ્ઞાનથી ભિન્ન હોય નહિ. આત્માનો વ્યવહારરૂપ પુરુષાર્થ પુણ્યાદિ, રાગાદિ, દેહાદિમાં હોય નહિ. લોકોત્ત૨-૫૨માર્થ માર્ગમાં જ્ઞાતાની જ્ઞાનરૂપે જ કારવાઈ છે, ૫૨ની અથવા પુણ્ય-પાપની કા૨વાઈ નથી, એવું ભાન તે પ્રથમ પગથિયું છે. આ ન્યાયને વિશાળતાથી સમજ્યા વિના રાગાદિક ઉપાધિથી રહિત થઈ શકાય નહિ. વસ્તુનો પૂર્ણ સ્વભાવ જેમ છે તેમ માનવાનું કહ્યું છે. પોતાનું કર્મ-કાર્ય જ્ઞાનમાં છે એમ ન માને, અને પુણ્ય-પાપ મારાં છે, મેં કર્યાં, મારું કર્તવ્ય છે, હું ૫૨નું આમ કરી દઉં, રાખું, લઉં, મૂકું, બીજાને સુખી
Please inform us of any errors on rajesh@Atma Dharma.com