________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૬૧
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૮] અધર્મી છે. મિથ્યાત્વ સહિત પુણ્ય બાંધે છે, છતાં તેને પાપી કહ્યો છે. આત્મા અરૂપી જ્ઞાનમૂર્તિ છે, જડ અને ચેતનની જુદી જુદી સ્વાધીન ક્રિયા છે માટે તે સંબંધી સમજણનો ખૂબ વિચાર કરવા જેવો છે, નિવૃત્તિ લઈને તેનું મનન કરો અને પોતાની જાતના નિર્ણયથી તે માનો. આ સમજ્યા વિના રાગ-દ્વેષ અને મમત્વ ટળી શકે નહિ. જેવું સ્વરૂપ છે તેવું સમજ્યા વિના અનંત કાળમાં રખડવું થયું છે, આ સમજણ વિના બીજાં બાહ્ય સાધન પૂર્વે અનંતવાર કર્યા છે, માટે જીવે વિચારવું કે મારું જ્ઞાતાતત્ત્વ કેવું છે? હું કેવડો છું? કર્તા-ભોક્તાપણું ક્યાં કેમ ઘટે છે એનો યથાર્થ અંતરવિચાર ઊગ્યા વિના ધર્મ ક્યાંથી થાય? લોકોએ સહેલામાં ધર્મ માની લીધો છે. પરાશ્રિતપણા ઉપર મીંડાં મૂકવાં પડશે. પ્રથમ શ્રદ્ધામાં સર્વત્ત-વીતરાગકથિત સ્વાશ્રયપણાનું ગ્રહણ થતાં સર્વથા પરાશ્રયની શ્રદ્ધાનો ત્યાગ થઈ જાય છે.
[તા. ૨-૧૧-૩૯] કર્તા શું છે તેનો અધિકાર ચાલે છે. આત્મા જ્ઞાનઘન છે, તે બાહ્ય જડ આદિ પર-પદાર્થોનો કર્તા નથી. રાગરૂપ કર્તાપણાના ભાવે પરમાં કર્તુત્વ માન્યું હતું. તે ભાન થયે અકર્તા થઈ શકે છે. ૭૭ હવે જીવને પરમાર્થે જે કર્તાપણું છે તે કહે છે :
ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ;
વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ. ૭૮ આ વાત ઝીણી પડે છે તેનું કારણ લોકોને તત્ત્વનું મનન નથી. જાતે વિચાર ન કરે તેને શું લાભ થાય? તીર્થકર આદિ જ્ઞાની પુરુષનું ઉત્કૃષ્ટ નિમિત્ત મળે છતાં નિમિત્તને ઓળખીને ઉપકારી કારણ પોતે ન બનાવે તો શો ઉપકાર થાય? પુણ્ય-પાપ, રાગાદિક પરવસ્તુનો અકર્તા થઈ. “હું નિર્મળ જ્ઞાતા જ છું' એમ પોતાની દઢતા કરે નિશ્ચલ અભિપ્રાય કરે, તો રાગ-દ્વેષની ભાવના માટે અને જડનો કર્તા ન થાય પણ પોતાના જ્ઞાનનો કર્તા થાય. દેહાદિ જડ પરમાણુ દેહાદિ, શુભ-અશુભ આદિ ક્રિયા મારી નથી, પુષ્યવૃત્તિ, શુભભાવ, ઈચ્છા આદિ અસ્થિરતા ક્ષણિક વિકાર છે, તે જીવનો ધર્મ નથી, એમ પરાધીનતાથી છૂટીને રાગાદિકથી રહિત નિર્મળ જ્ઞાનસ્વભાવમાં જીવ ઠરે ત્યારે જ્ઞાનનો કર્તા થાય. તે સમ્યગ્દર્શન થયું. આ ભૂમિકાને ચોથી ભૂમિકા કહે છે. ગૃહસ્થ વેશમાં રહેલ રાજા હો, અન્ય હો, કોઈ પણ સ્ત્રી હો, છતાં તત્ત્વમાં નિર્દોષ દષ્ટિવડે સ્વાધીન ધર્મ પામી શકે છે. તેને સ્વધર્મની સિદ્ધિ થવાથી પોતાના ભાનમાં તે અતિ સુખી છે.
હું જ્ઞાનનો કર્તા છું એટલે કે રાગાદિક તથા જડની ક્રિયામાં સ્વામીપણું હતું તે ટળ્યું અને પોતાના પૂર્ણ પવિત્ર બેહદ સુખ સ્વરૂપનું અહંપણું-નિર્દોષપણું થયું એ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com