________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
૨૬૦ ]
કર્યું, એમ જડની ક્રિયાનો સ્વામી થનાર જીવ, ભગવાન અક્રિય જ્ઞાતા આત્મા ઉપર બંધનરૂપ પરાધીનતાનાં આવરણ નાખે છે. જ્ઞાતા-દેષ્ટા-સાક્ષીપણું ભૂલીને જડભાવનો આદર કરે છે તે જ જ્ઞાનભાવનો અનાદર છે. આ સ્પષ્ટ ન્યાય પણ મોહથી અંધ થયેલાને નહિ સમજાય.
ત્રિકાળી અકષાય સ્વભાવના આશ્રય વડે ભૂલને ભૂલ જાણે, અને ઉપાધિરૂપ કે પરાધીનતારૂપ હું નથી એમ જીવ સવળો પડે, સમ્યગ્ અભિપ્રાયની સંભાળ કરે, પ્રત્યેક વસ્તુતત્ત્વના સ્વતંત્રપણાને કા૨ણે બેઉ દ્રવ્યનાં લક્ષણ જુદાં છે, કાર્ય જુદાં છે-એમ યથાર્થપણે જાણે, માને તો જ સમભાવમાં-સમતાસ્વરૂપમાં જ્ઞાતા-દ્રષ્ટાપણે, નિર્દોષપણે રહી શકાય છે અને તે જ આખા જગતને ઉ૫કા૨ી નિમિત્ત છે. સતને સમજ્યા વિના ઉપકાર શું થાય ? સાચું જ્ઞાન થયા પછી ધર્માત્માને પૂર્વનો યોગ અને શુભરાગની વૃત્તિ હોય ત્યાં લગી દયા-દાનના વિકલ્પ આવે છે, અને કાર્ય થઈ જાય છે. સામાનાં પુણ્ય પ્રમાણે તેના દેહાદિની ક્રિયા તેની યોગ્યતા પ્રમાણે થયા વિના નહિ રહે. ધર્માત્મા તે દેહાદિ, રાગાદિ તથા પુણ્યની ક્રિયાનો પણ કર્તા તથા સ્વામી થતો નથી. માત્ર જાણે છે કે તે પદ્રવ્યનું કાર્ય સ્વતંત્ર તેના ઉપાદાનને આધીન છે. આત્મા અરૂપી જ્ઞાનસ્વરૂપ છે તે દેહાદિ, વસ્ત્રાદિનો કર્તા હોય તો તેની ક્રિયા જ્યારે ક૨વા માગે ત્યારે કરી શકે, પણ તેમ થતું નથી. વસ્તુનો નિયમ સમજો, કે કર્તા તેને કહીએ કે જે સમયે કરવા ધારે ત્યારે કરી શકે. ચેતનનું જ્ઞાન કર્મ છે. જ્ઞાન સિવાય બીજું કાંઈ કાર્ય થઈશકતું નથી. સદાય જાણ્યા જ કરે એવું જ્ઞાનલક્ષણ એ જ આત્માનું કર્મ આત્મામાં જ છે. ત્રિકાળ ચોક્કસ નિયમ છે કે એક દ્રવ્યની ક્રિયા બીજાં દ્રવ્ય કરી શકે નહિ. કોઈ દેહનું કમ્પન થાય છે, અનેક પ્રકારે અણગોઠતી ક્રિયા થઈ જાય છે. તો તેમ કરવાની ઈચ્છા નથી છતાં દેહાદિની ક્રિયા જે થવા યોગ્ય હોય તે થાય છે. હવે આ ઉ૫૨થી કોઈ કહે કે તો શું અમે પાપક્રિયા કરીએ ? આત્મા તેનો અકર્તા છે? પાપનો વિકલ્પ આવે તો ? ઉત્ત૨:- અમુક ગુણ પ્રગટયો એટલે રાગ-દ્વેષની તીખાશ અને ભૂંડાં કાર્ય કરવાં પડે એવાં કર્મનો ઉદય જ ન હોય, ઈચ્છા પણ ન હોય. જેને માંસ ન ખાવું એવો દૃઢ નિર્ણય છે તેને માંસ ખાવાની ઈચ્છા જ ન થાય. તેવી ભાષા અને નિમિત્ત પણ ન હોય. જેને બ્રહ્મચર્યરૂપ દશા થઈ તેને સ્ત્રીસમાગમની ઈચ્છા ન થાય બ્રહ્મચર્ય વ્રતનું પાલન હોય તે જુદી વાત છે પણ કોઈ દેહથી સ્ત્રીના દેહને ન અડવાનો નિયમ ૨ાખે અને માને કે મારાથી તે જડનો સંયોગ છૂટી શક્યો છે, હું જડને ત્યાગી શકું છું, હું દેહથી બ્રહ્મચર્ય પાળું છું તો તે માનનાર મહા વ્યભિચારી છે. હું જડની ક્રિયા કરી શકું, લઉં–મૂકું એમ પરનાં ગ્રહણ-ત્યાગ કરવાપણાનું મિથ્યા અભિમાન છોડયે છૂટકો છે આત્માના ઘરની સાચી વાત જેને ન બેસે તેને જડભાવ અને મૂઢતા ગોઠે છે, પરાધીનતાની રુચિ છે. જડની ક્રિયા મારાથી થાય એમ માને તે આત્મસ્વરૂપનો જ્ઞાયકતાનો મોટો વિરાધક છે, સ્વનો હિંસક છે. બહા૨થી અહિંસા પાળતો હોય, પાંચ મહાવ્રત પાળતો હોય, છતાં તત્ત્વજ્ઞાનમાં મહા
Please inform us of any errors on rajesh@Atma Dharma.com