________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૭]
[૨૫૯ જાણવાની ના પાડે નહિ. કોઈ દેહાદિની ક્રિયા કરવા જીવ ઈચ્છે, પણ ઘણી વખત તે મુજબ થતી જ નથી; છતાં પણ હું કરું છું એવી ભ્રમરૂપ માન્યતા જીવ કરી શકે છે. લોકોને અપૂર્વ વિચારથી તત્ત્વનું મનન નથી અને પરવસ્તુથી જ કલ્યાણ (સુખ) થતું હોય એમ બહારથી કર્તવ્ય મનાઈ ગયું છે. ભલે મુખથી કહેતો હોય કે દેહ અને આત્મા બને તત્ત્વ જુદાં જુદાં છે, છતાં પરવસ્તુના સંયોગથી, પુણ્યાદિથી મને લાભ થાય, ગુણ થાય, ધર્મ થાય એમ જ્યાં સુધી તે માને છે ત્યાં સુધી તત્ત્વની ઓળખ નથી.
એક તણખલું તોડવાની શક્તિ કોઈ આત્મામાં ત્રણ કાળમાં નથી. સામા તણખલામાં હલવાની તે વખતે યોગ્યતા હતી ત્યારે તે જીવને કષાયભાવે ઈચ્છા થઈ કે આ તણખલાને હું હલાવું, (જીવે કદી હુલાવ્યું નથી પણ મિથ્યા અભિમાન કર્યું છે. આ સાધારણ દષ્ટાંત ઉપરથી સમજાશે કે વ્યાપ્ય-વ્યાપકભાવ વિના કર્તા-કર્મપણું થઈ શકતું નથી, તેથી ઊંડાણથી વિચાર અને મનન કરવાની જરૂર છે. જે મનાયું છે કે અમે કરીએ, લઈએ, મૂકીએ, પુણ્ય-દયાનાં કાર્ય, સેવાનાં કાર્યો અમારું કર્તવ્ય છે, તેથી અમે કરી શકીએ છીએ, તે અનાદિના દેહાધ્યાસવડે મનાયું છે. તે ભૂલવાળી માન્યતા છે. કાર્ય કરવાની ઈચ્છા થવી તે જીવના ચારિત્રગુણની અશુદ્ધ દશા છે. જડનું તેવું કાર્ય જે કાળે થવાનું હોય છે, તે કાળે મોહી જીવ કષાયભાવરૂપ (ક્રોધ, માન, માયા અને લોભરૂપ) સ્વયં પરિણમે છે. જે કાર્ય થવાનું હતું તે થતાં તેમાં તેનો કર્તા અને ધણી થઈ બેસે છે અને માને છે કે મેં ઉપકાર કર્યો, મેં સેવા કરી, દવા કરી, હોસ્પિટલ બંધાવી, મારાથી આમ થયું, આને મારાથી લાભ થયો, એમ જડની ક્રિયાનો તે સ્વામી થાય છે. ગાડાતળે કૂતરું ચાલે અને કહે કે હું ચલાવું છું, તેમ અજ્ઞાની સંસારની ક્રિયાનું મિથ્યા અભિમાન કરે છે.
પ્રશ્ન :- પણ લોકો આવું માનશે તો કોઈ દયા, સેવા, દાનાદિ કાર્ય કરશે નહિ.
ઉત્તર :- એ કાર્ય થવાનું હોય તે વખતે થયા વિના રહે નહિ, પણ આત્મા તે ક્રિયાનો કર્તા નથી. સામા રાગી જીવોને તે પ્રકારનાં પુણ્યનો ઉદય હોય તો, તમને નિમિત્ત થવાનો વિકલ્પ આવ્યા વિના રહે નહિ. તેના ઉપાદાનને લાયક જે જે દેહો નિમિત્ત થવાના હોય તે થાય જ. તેને કોઈ રોકી શકે નહિ. જ્ઞાની ગૃહસ્થ પણ દાનાદિ કાર્ય કરે છે. છતાં તેને તે પોતાના કાર્ય તથા મોક્ષમાર્ગ માનતો નથી. ક્રિયા થાય જડની અને લાભ થાય આત્માને તેમ માનવું તે મિથ્યાત્વ છે. જડ ભાવથી ઝેર ફાટશે અને બીજા ભવે મૂઢ જેવો બનાવી દેશે. એ પોતાના અપરાધનું ફળ છે. કોઈ જીવ એમ માને કે પુણ્યથી પરંપરાએ સારા ભવ મળશે, એમાં કોઈવાર સપુરુષનો જોગ થઈ જશે, તો તે સાચું નથી. તેણે મૂળથી જ ઝેરથી ગુણ માન્યો છે પણ ઝેરનું કારણ ગુણરૂપ ક્યાંથી થાય? અજ્ઞાનભાવે શુભ પરિણામ કર્યા અને માન્યું કે હાશ! મેં બહું સારું કર્યું. જીવ બચ્યો તેમાં સામાનું આયુષ્ય હતું છતાં તે મારાથી બચ્યો, મેં બહુ સારું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com