________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જડની ક્રિયા દેખાય છે તે આત્માને આધીન નથી. જડે જડનું કાર્ય કર્યું, તેમાં મોહી જીવે મારાપણું માન્યું. અનંતા પરમાણુની ક્રિયા તો પરમાણુઓમાં સ્વતંત્રપણે થાય છે. તેની ક્રિયા જે પ્રકારે જે વખતે થવાની હોય છે તે તેના ઉપાદાનના આધારે થાય છે. તે વખતે સામા રાગી જીવને નિમિત્ત કહેવાય છે. ઈચ્છા તે ઉપાધિ છે; તે જીવનું કાર્ય નથી. દષ્ટાંતઃ- આ વસ્ત્ર તે અનંત પરમાણુનો પિંડ છે. તેમાં હલવાની યોગ્યતા ન હોય તો તેને બીજા પદાર્થો કેમ હલાવી શકે? એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાણુ તે બીજા પરમાણુને આધીન નથી. તે પરમાણુમાં વર્ણ, ગંધ, રસ છે અને સ્પર્શની ચીકાશ છે, તેના કારણે તેમાં બંધસ્વભાવ છે, તેથી અનંત પરમાણુ ભેળાં થઈને સ્થળ પિંડ પોતાથી બને છે. જગતના અજ્ઞાનીઓને સંયોગમાં એકતાબુદ્ધિ હોવાથી તેમાં ભ્રમ થાય છે કે મેં આની ક્રિયા કરી. એમ માનતો થકો પોતાના જ્ઞાનમાં જ્ઞાનમાં તેના કરવાપણાના વિભાવનું સ્થાપન કરે છે. જો વસ્ત્રમાં હલવાનું સામર્થ્ય ન હોય તો કુદરતી નિયમ છે કે, જેનામાં જે શક્તિ ન હોય તેમાં નવીન ઉત્પાદકપણું કોઈ આપી શકે નહિ અને જે જે પદાર્થમાં તે તે પ્રકારે પલટવાની શક્તિ હોય તો બીજાએ તેને શું આપ્યું? કોઈ માને કે હું નિમિત્ત થાઉં છું, એ વાત પણ જૂઠી છે. જોગાનુજોગ કોઈ કોઈ વખતે ઈચ્છા અને દેહાદિની કે વસ્ત્રાદિની તે મુજબની ક્રિયા થતી જોવામાં આવે છે. સ્થૂળ દૃષ્ટિએ કોઈ વખત ધાર્યું થતું હોય તેમ લાગે છે; પણ તે અનંત પરમાણુના સમૂહોમાં તે વખતે તે રૂપે થવાનો સ્વભાવ છે, તે અનંત પરમાણુઓના સમૂહને પલટવાનો અને જીવની ઈચ્છાને ઘણીવાર જોગાનુજોગ દેખાય છે. એ રીતે ઘણે ભાગે જડની ક્રિયાને અને જીવની ઈચ્છાને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, પણ એકબીજાનું કર્તુત્વપણું નથી. તે જડની ક્રિયા વખતે, કદી અંતરની ઈચ્છાનો યોગ પણ દેખાય અને લેવા-મૂકવાની ક્રિયા પણ જોગાનુજોગ થતી દેખાય, ત્યાં મિથ્યા દેષ્ટિ વડે જીવ ભ્રાન્તિમાં પડે છે.
જો જીવ જડ આદિની ક્રિયા કરી શકતો હોય તો લકવા થાય ત્યારે અંગ કે બીજા જડને કેમ હલાવી શકતો નથી? જો જડની ક્રિયા જીવ કરી શકતો હોય તો જ્યારે જ્યારે તે દેહાદિની ક્રિયા કરવા માગે ત્યારે ત્યારે કરી શકે, પણ તેમ થતું નથી. વળી તંદુરસ્ત માણસ પણ ઈચ્છા મુજબ કાર્ય કરી શકતો નથી. છીંક, બગાસું, શરીરની અનેક ચેષ્ટા ધાર્યાથી વિપરીત અને અણગોઠતી ઘણીવાર થઈ જાય છે. માટે દેહાદિની ક્રિયા, જડની ક્રિયા મારા કરવાથી થાય છે એમ માનવું એ મહા પાપ છે. દેહાદિના જડ ધર્મ અને પોતાનો ચૈતન્યધર્મ બેઉ સદાય જુદા અને સ્વતંત્ર હોવા છતાં જે જડનું કર્તાપણું માને છે તે આત્માને માનતો નથી, માટે તે ભાવહિંસા કરનારો પાપી છે. લાખો-કરોડો માનવી જે માને છે તેનાથી અમે બીજું કહીએ છીએ. આ ન્યાય સમજ્યા વિના પરમાર્થતત્ત્વ સમજી શકાશે નહિ. આ વાત ત્રિકાળ જ્ઞાનીઓએ સમ્મત (માન્ય) કરેલી છે. આ વાત ન્યાય, યુક્તિ, આગમ અને અનુભવથી સિદ્ધ છે. આત્માનું જ્ઞાન વિના બીજું કાંઈ પણ કર્તુત્વ નથી. જ્ઞાન કોઈ સમયે જાણવામાં અટકે નહિ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com