________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૭]
[૨૫૭
કોઈ કહે કે અમે પુછ્યાદિ ક્રિયાવડે ધર્મ કરીએ છીએ, તો તે વાત જાઠી છે. પુણ્યપરિણામ એટલે શુભાગથી ધર્મ નથી, સંવ૨-નિર્જરા પણ નથી; એનાથી આત્માને ગુણ માનવો તે ચૈતન્યગુણની હિંસા જ છે. એકેક જીવદ્રવ્ય બીજા જીવ-અજીવ દ્રવ્યોથી ભિન્ન છે. જ્ઞાનમાત્ર સ્વાધીન તત્ત્વ છે, તેને પરાશ્રિતપણું નથી. મન, વાણી, દેહની ક્રિયાનું કર્તૃત્વ નથી. પુણ્યાધીન ધર્મ નથી. હું જ્ઞાનમાત્ર કેવળ જ્ઞાતા જ છું, ૫૨નો અકર્તા છું, એમ એકવાર અંદરથી ઊછળીને હા તો લાવો! સાચો અભિપ્રાય તો લાવો! જે પુણ્ય અજ્ઞાની બાંધે છે તેના કરતાં અનેકગણું ઉત્કૃષ્ટ પુણ્ય જ્ઞાનીને સહેજે બંધાઈ જાય છે. હું ચૈતન્ય જ્ઞાતા છું, ૫૨નો કર્તા નથી, નિશ્ચયથી અસંગ, નિર્મળ, અબંધ છું-એવા ભાનની ભૂમિકામાં સમ્યગ્દષ્ટિ ધર્માત્માને લોકોત્ત૨ પુણ્ય બંધાઈ જાય છે, મહાન તીર્થંક૨૫દનું પુણ્ય સહેજે બંધાઈ જાય છે. વિના ઈચ્છાએ થતું પુણ્ય તે પુણ્યાનુબંધી પુણ્ય છે. તેનાં ફળમાં ઇન્દ્ર, ચક્રવર્તી આદિ મહાન પદનો યોગ થાય છે, માટે સત્ અને પુણ્યની ઉત્કૃષ્ટતા જોઈતી હોય તો સત્ને સમજો. ધર્માત્માને પુછ્યાદિ સર્વ ૫૨વસ્તુની ઈચ્છાનો નકા૨ છે, છતાં પૂર્ણ વીતરાગ નથી થયો ત્યાં સુધી પુણ્ય એની મેળે બંધાઈ જાય છે અને અકષાય અભિપ્રાયની જાળવણી કરતો, કષાય તોડતો-તોડતો, સ્વરૂપસ્થિતિની જાગૃતિમાં પુરુષાર્થના બળવડે મોક્ષ હથેળીમાં દેખતો, અલ્પકાળમાં સર્વ કષાયથી મુક્ત થઈ જાય છે.
મોક્ષસાધનમાં પુણ્યનો સાથ નથી, પણ અકષાયરૂપ જ્ઞાનબળનો પુરુષાર્થ કામનો છે. જો પુણ્યથી ધર્મસાધન થતું હોય તો પંચમહાવ્રતી અભવીને તથા બીજા અજ્ઞાનીને ધર્મ થવો જોઈએ. મન, વચન, કાય તથા પુણ્ય-પાપની ક્રિયા રહિત, અબંધ, અસંયોગી, શુદ્ધ આત્માની યથાર્થ પ્રતીતિ જો મનુષ્યપણું પામીને ન કરી, પોતાનું યથાર્થપણું ન જાણ્યું, તો તે ભલે પુછ્યવાળો હોય, પુણ્ય કરતો હોય, પણ તે આત્મગુણનો વિરાધક હોવાથી અવશ્ય નિગોદમાં અનંતકાળ રહેવાનો છે. લૌકિક નીતિ, દયા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદિ શુભરાગ જ્ઞાનીને અમુક દશા સુધી આવે છે પણ જો એવા રાગને ભલો માને છે, રાગનો કર્તા બને છે તો કર્તા થના૨ે જ્ઞાતાપણું જાણ્યું નથી. જેણે એ શુભ ભાવને પોતાનું કર્તવ્ય માન્યું, તેમાં ઠીક માન્યું, તે કદાચ પુણ્ય બાંધે અને અજ્ઞાનભાવે બાંધેલા પુણ્યથી કદાચ દેવ, ભૂતડું આદિ થાય છતાં તે ન૨૬-નિગોદમાં જવાનો છે. લોકોમાં નીતિમાન તરીકે મનાતો હોય, લાખો-કરોડો જનસમૂહ તેને વંદનીય, પૂજનીય માનતા હોય, છતાં તે શુભાગ કે દેહાદિની ક્રિયારૂપ ૫૨નું કર્તવ્ય પોતાનું છે એમ માનતો હોય, તેને ઠીક માનતો હોય તો તે ધર્મી નથી, કારણ કે આત્મસ્વરૂપથી અજાણ જીવ મહાન અપરાધી છે; પોતાની ઊંધી માન્યતાના પોષણવડે જ્ઞાનને આવરે છે, ઢાંકે છે, તો આ ભવથી છૂટીને બીજા ભવમાં મૂઢ થઈ જશે, બહારથી ધર્મ મનાયો છે કે અમુક લૂગડાં પહેરવાં, અમુક રીતે લેવું-મૂકવું, વગેરે. આ આત્મા જડની ક્રિયા કરી શકે નહિ, એમ દાંડી પીટીને અનંત જ્ઞાનીની સાક્ષીથી કહીએ છીએ. જેને નરક–નિગોદમાં જવું હોય તેણે આ વાત ન માનવી.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com