________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૬]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કરીને પણ જો આત્માને કર્મનું કર્તાપણું માન્યતારૂપે ન હોય તો ઉપદેશક આદિનું શ્રવણ વિચાર, જ્ઞાન આદિ સમજવાનો હેતુ રહેતો નથી. જેમ મૃગજળમાં જળબુદ્ધિ તે ભ્રમ છે, તેનો પરમાર્થ સમજવો જોઈએ. મૃગજળમાં જો પાણી હોય તો શીતળતા આવવી જોઈએ. તે બાજાથી પવન આવતો હોય અને તે સ્થાન સુધી પહોંચી જાય છતાં શીતળતા ન આવી તો તેણે પાણીનું સાચું લક્ષણ ન જાણું. મૂર્ખ હરણિયાં જળનું શીતળ લક્ષણ ન જાણે અને આંધળી દોડ કરે. એમ ન વિચારે કે ત્રણ ત્રણ ગાઉ દોડીને ટાંટીયા દુઃખવા આવ્યા છતાં પાણી કેમ ન આવે? તે વસ્તુતત્ત્વની સાચી ઓળખ વિના, તેના નામે બહારની ક્રિયા, પુણ્ય-પાપ પરિણામ, દેહાદિનું તપ ઘણી ઘણી વાર કરવા છતાં હજી કંઈ ગુણ દેખાતો નથી તેથી તેને શંકા અને અંતરક્ષોભ છે; તથા જ્ઞાનીએ જાણ્યું હશે તે ખરું એમ તેને સંદેહ રહે છે. પોતાને નિઃસંદેહતા નથી. તેથી અંતરમાં શંકા રહે છે કે કોણ જાણે શું હશે? ઢાંક્યા કર્મની કોને ખબર પડે આપણે તો કંઈ પુણ્યાદિ ક્રિયા કરીએ તો ધર્મનું ફળ પામશું, હળવે હળવે ફળ આવશે; પણ એમ ન હોય. કારણ સેવે અને તેનું અંશ પણ ન દેખાય તો તે ખોટો માર્ગ છે. ધર્મ તો પોતાનો સ્વભાવ છે. અહીં વર્તમાનમાં શાંતિ, અતીન્દ્રિયસુખની સમતા ન દેખાય તો પછી ભવિષ્યમાં ક્યાંથી દેખાશે? સાચું જ્ઞાન થયે વર્તમાનમાં બેહદ સુખ-સમતાની શીતળતા અંશે દેખાવી જોઈએ. ફળ પ્રત્યક્ષ વર્તમાનમાં ન દેખાય તો પછી ભવિષ્યમાં દેખાશે ક્યાંથી ? માટે તત્ત્વ વિષે ઘણું સમજવાનું વિચારવાનું છે કે ભૂલ ક્યાં થાય છે? ખતવણીમાં શું ભૂલ છે તે જાણવાનો અને જાણીને ભૂલ ટાળવાનો પુરુષાર્થ કરવો જોઈએ. જેને સાચું સુખ જોઈતું હોય તેણે જાતે પ્રયત્ન કરવો પડશે.
[ તા. ૧-૧૧-૩૯. ગાથા ૭૭મી ચાલે છે.] આત્મા અજ્ઞાનપણે રાગ-દ્વેષનો કર્તા છે. જો ભ્રમપણે પણ અજ્ઞાનરૂપ ક્રોધ, માન, માયા, લોભનો કર્તા ન હોય તો તે સર્વથા અકર્તા જ હોય; તો પછી તેને ઉપદેશ, શ્રવણ, મનન કરવાનું
ક્યાં રહ્યું? જે ભૂલરૂપે માન્યતા કરી હતી, તે ભૂલ કબૂલે તો તે ભૂલ રહિત થઈ શકાય છે. ભૂલ મારો સ્વભાવ નથી. આત્મા રાગ-દ્વેષ રહિત તદ્ન નિર્મળ શાન્તસ્વરૂપ છે, એમ દ્રવ્યદૃષ્ટિવડ, પર્યાયબુદ્ધિની ભૂલ ટાળે, તો સમ્યગ્નયન (સાચી દૃષ્ટિ) વડે અજ્ઞાનની નિવૃત્તિ થઈ શકવા યોગ્ય છે. ત્રિકાળી નિત્ય શુદ્ધ દ્રવ્યસ્વભાવ અને વર્તમાન વિભાવ અથવા એક અવસ્થા સમયે પ્રમાણ જ્ઞાન થાય છે. ન્યાયપક્ષનું પરસ્પર સાપેક્ષપણું જાણે તો રાગ-દ્વેષ ટાળીને જ્ઞાનમાં શાન્તિ સમતા ટકાવી શકે છે. સાચા અભિપ્રાયથી અવસ્થાની શુદ્ધિ થઈ શકે છે. સવળી દષ્ટિ વિના-સાપેક્ષવાદ વિના, એકાંત પક્ષપાતદષ્ટિ તે દોષવાન દેષ્ટિ છે. અજ્ઞાનપણે આત્મા રાગ-દ્વેષનો કર્તા થાય છે અને જ્ઞાનભાવે દોષ અને ભૂલ ટાળી શકે છે. જ્ઞાનસ્વભાવે જ્ઞાનનો કર્તા પણ આત્મા જ છે. એ જ્ઞાનની સ્થિરતાનો પુરુષાર્થ તે જ પરમાર્થહેતુ વ્યવહાર છે. સભ્યશ્રદ્ધા, સમ્યજ્ઞાન, સમ્મચારિત્રમય અભેદ રત્નત્રય એ મોક્ષમાર્ગ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com