________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા છતાં તેની ચેષ્ટા કરવાની શુભ-અશુભ વૃત્તિ દેખાય છે તે મારો ધર્મ નથી. પર નિમિત્તનો આશ્રય પોતે કરે છે તે દોષથી મુક્ત થઈને નિર્દોષ જ્ઞાનમાત્રપણે છું એમ ભાન થઈ શકે છે. અજ્ઞાનથી રાગ-દ્વેષની અવસ્થાનો અને કર્મનો જીવ કર્તા છે, એ ઉપચારષ્ટિથી કહ્યું છે. જેને સાચો વિચાર હોય તે બીજી દૃષ્ટિથી યથાર્થતાનો વિચાર સમજે કે એ ભૂલ કરવી જ પડે એવો સ્વભાવ મારો નથી. મારાથી ભિન્ન વસ્તુમાં કર્તૃત્વ, મમત્વ મનાયું છે તે ભૂલ છે અને તે ટાળવા યોગ્ય છે. ભૂલ ટાળનારો ભૂલસ્વરૂપ નથી પણ નિર્દોષ સુખસ્વરૂપ છે. સુખ અંતરમાં છે, એ ભૂલીને જીવ રાગવૈષરૂપ થાય, તો કર્મ આવે છે. કોઈ કહે કે જડકર્મ વસ્તુ નથી તો તે ભ્રાન્તિ જ છે. આત્મા સાથે જ આઠ કર્મની વર્ગણા આવરણરૂપે છે. તે પણ સત્ વસ્તુ છે, જડ છે. તે નિમિત્તમાં શુભઅશુભનો રાગી આત્મા ત્રાંસી દૃષ્ટિ કરે છે, પરવસ્તુમાં અનેક કલ્પના કરે છે અને તેમાં કર્તૃત્વ, મમત્વ સ્થાપે છે. પોતે જ્ઞાતા જ છે છતાં તે ચૂકીને પરમાં સુખ-દુઃખની બુદ્ધિ કરે તો પોતે તે વર્તમાન એક અવસ્થામાં ભૂલનો કર્તા થાય છે. જ્યાં લગી ભૂલ કરીને પરવસ્તુમાં અટકે છે ત્યાં લગી ભૂલની માન્યતાનો કર્તા કહેવાય છે.
પોતે દોષ અને દુઃખનો કર્તા છે. એવું પર્યાયદૃષ્ટિવડે માન્યું છે. તે માન્યતાની ભૂલ ટાળે, પરવસ્તુમાં ઇષ્ટ-અનિષ્ટ માની અટકે નહિ અને પોતાનું યથાર્થપણું સળંગ જાણે તો પોતાનો નિત્ય જ્ઞાનસ્વભાવ છે તેમાં ભૂલ નથી, પણ જીવ એ જ્ઞાતાદેષ્ટા, સાક્ષીપણું ભૂલે અને પુણ્ય, પાપ, રાગાદિક, દેહાદિની ક્રિયા મારી છે એમ માને અને ભૂલવાળી અવસ્થા ન ટાળે ત્યાં લગી અજ્ઞાન છે. વર્તમાન અવસ્થામાં ભૂલ છે, પણ ત્રિકાળી દ્રવ્યસ્વભાવમાં ભૂલ નથી ભૂલ એ સ્વભાવ નથી, પણ દોષવાળી માન્યતા છે. બેઉ દષ્ટિ સમજવા જેવી છે. સંસારષ્ટિ તે સ્થળ પર્યાયષ્ટિ છે. તે તો વક્રદૃષ્ટિરૂપ અજ્ઞાનભાવ છે, પોતાનો ત્રિકાળી દ્રવ્યસ્વભાવ દોષ કે દુઃખરૂપ નથી. પુણ્ય, પાપ, રાગાદિક હું એ ખ્યાલરૂપ દોષ ટાળીને પોતાના અસંગ સ્વરૂપનું ભાન કરીને તે ભૂલવાળી દૃષ્ટિ ટાળી-પલટાવી શકાય છે.
- ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ દૃષ્ટિ ચૂકીને પરવસ્તુમાં સુખ-દુઃખપણું માન્યું છે, તે માન્યતા વર્તમાન અવસ્થા પૂરતી જ છે. તે ભૂલ એક ક્ષણમાં (સમયમાત્રમાં) ટળી શકવા યોગ્ય છે. જો ભૂલ સ્વભાવ હોય તો ટળી શકે નહિ. ઘણા જીવો માને છે કે શુભાશુભ ભાવનું અમારું સ્વામીત્વ છે, વગેરે કર્તુત્વપણું પોતાને વિષે માને છે. તેને ભલે ખબર ન હોય, તોપણ એમ માનતાં શુભાશુભ ભાવ જીવનો સ્વભાવ ઠરે, એ મોટો દોષ આવે. અજ્ઞાનને લીધે ખતવણીમાં તેની મોટી ભૂલ થાય છે, તેનો વિચાર તેણે કરવો ઘટે છે. પોતાને ન સમજાય તો આત્મજ્ઞાની પુરુષ પાસે જઈને પ્રશ્ન પૂછવા અને તેઓ જે કહે તે વિચારવું, પણ જે એકાંત દેષ્ટિમાં રોકાય છે તેને સાચું સ્વરૂપ સમજાતું નથી. પ્રશ્નકારનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com