________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૭]
[૨૫૩ સદુપાય” તેનો ઉત્તર કહે છે કે એકાંત કથનો વસ્તુ સ્વરૂપને બતાવનાર નહિ હોવાથી મિથ્યા છે. જીવને સુખની ઈચ્છા થાય છે, પણ ઈચ્છા તે દુઃખની ભૂમિકા છે, છતાં ઈચ્છા હું કરું એમ પોતે અંદરમાં ભાવ કરે છે અને તે ભાવને પોતાનો સ્વભાવ માને છે તે પણ અનાદિની ભૂલ છે. હું પરનું કંઈ કરું, પુણ્ય કરું, મોટો થાઉં, ધન કમાઉં વગેરે પરધર્મવાળો અનાદિનો થઈ રહ્યો છે એટલે તેને અસંતોષ છે, તે વિભાવ છે. તેને સાચા જ્ઞાનનું પ્રમાણનું લક્ષ નથી.
ન્યાયશાસ્ત્રમાં સાચા જ્ઞાનને પ્રમાણ કહે છે અને શ્રુત-પ્રમાણના અંશને નય કહે છે. આત્મા ગુણ-પર્યાયથી ભરેલો સ્વાધીન પૂર્ણ જ્ઞાનસ્વરૂપ છે; તેમાં વર્તમાન જ્ઞાનની અવસ્થા અને ત્રિકાળ, સળંગ અખંડ જ્ઞાયકપણું એ બેઉ પક્ષને એકસાથે યથાર્થપણે ગ્રહણ કરે તો પ્રમાણ કહેવાય. આખી વસ્તુને ખ્યાલમાં લે તેનું નામ પ્રમાણ છે. વસ્તુને મુખ્ય રાખે અને તે વસ્તુના બીજા ગુણને પેટામાં (ગૌણ) રાખે અથવા દ્રવ્યને ગૌણતામાં રાખે અને તેના એક ગુણધર્મને (હેતુવશે) મુખ્ય રાખે તે દૃષ્ટિને નય અથવા સાપેક્ષષ્ટિ કહેવાય છે. જીવદ્રવ્ય સ્વતંત્ર છે, તેમાં બંધની અવસ્થા ક્ષણવર્તી છે અને નિર્દોષ, અબંધ, નિર્મળ વસ્તુ-સ્વભાવપણું છે તે ત્રિકાળી છેએમ યથાર્થ ખ્યાલમાં લેવું તે પ્રમાણ છે. જીવને કઈ દષ્ટિએ કર્તાપણું છે અને કઈ દૃષ્ટિએ નથી; એ રીતે બેઉ દષ્ટિ સમજવાની જરૂર છે. અજ્ઞાનભાવે એકલી અવસ્થાષ્ટિએ જોતાં જીવ રાગ-દ્વેષનો કર્તા છે એમ ઠરે અને સાચી દષ્ટિ એટલે દ્રવ્યદૃષ્ટિએ જુઓ તો જીવ દોષ અને દુઃખનો કર્તા નથી, કારણ કે જો એમ હોય તો તે દોષ તથા દુઃખ ત્રિકાળ રહે, જીવ તેને મટાડી શકે નહિ, પણ તેવું નથી. આત્મા ત્રિકાળી શુદ્ધ છે, એને ભૂલીને કંઈ કરવું એવી ઈચ્છા થાય છે, તે અવસ્થા તો ક્ષણિક છે, જેમ સમુદ્રમાં અનેક તરંગપણું દેખાય છે, તેમાં માત્ર એક તરંગમાં મેલું તૃણ દેખાય છે, તે બધા તરંગમાં નથી. તેમ આત્મા સળંગ ત્રિકાળી છે. તેના જ્ઞાનગુણની માત્ર એક સમયની અવસ્થામાં ભૂલથી માન્યું હતું કે, હું ઈચ્છા, રાગ, દ્વેષ, પુણ્યાદિ અને દેહાદિનો કર્તા છું. એવી અજ્ઞાનદશામાં જે માન્યતા કરી હતી તે ટળી શકે છે, એટલે તે કંઈ જીવનો ત્રિકાળી ધર્મ થઈ જતો નથી. આ ન્યાયને જાતે (સ્વયં) મનન કરો-ઓગાળો તો સમજાય તેમ છે. આત્મા અનાદિઅનંત ત્રિકાળી છે, તેની દરેક ક્ષણેક્ષણે અવસ્થા થાય છે. અવસ્થાનું જે પલટન છે તે આખા દ્રવ્યનું પલટન નથી. જો અવસ્થાએ પણ દ્રવ્ય-ગુણનું પલટન ન હોય તો ક્રોધ ટાળીને ક્ષમા થઈ શકે નહિ. જીવ પુણ્ય કે પાપભાવની જે અવસ્થા ધારણ કરે છે તે વિકારી અવસ્થા છે. તે જીવનો મૂળ સ્વભાવભાવ નથી, છતાં તે જીવનો પોતાનો નિત્ય સ્વભાવ છે એમ ભૂલથી મનાયું છે, એ અવગુણ અનિત્ય સ્વભાવ છે, તેને પોતાનું સ્વરૂપ તથા કર્તવ્ય માને છે તે અજ્ઞાનરૂપ માન્યતા છે. એ માન્યતાની પકડ અથવા ભૂલનું ગ્રહણ પોતે કર્યું છે. તે ભૂલ પોતે ત્રિકાળી અભૂલપણાના લક્ષે ટાળી શકે છે. રાગ, દ્વેષ, પુણ્ય, પાપ તે મારો ધર્મ નથી, દેહાદિની ક્રિયા મારું કર્તવ્ય નથી, પરનું હું કાંઈ કરી શકું નહિ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com