________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૨]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા દ્રવ્યકર્મનું નિમિત્તપણું ઠરે છે. હવે પ્રશ્ન થાય છે કે જો જીવને કર્મનું કર્તુત્વ હોય તો તે તેનો સ્વભાવ થયો, અને વસ્તુનો જે ધર્મ ઠરે તેનો ક્યારે પણ નાશ થાય નહિ, અને તેથી કર્મનું કર્તાપણું ભિન્ન પાડી શકાય નહિ, જેમ અગ્નિની ઉષ્ણતા અથવા પ્રકાશ. ઉત્તર- અગ્નિ અને ઉષ્ણતાની માફક જીવને કર્મનું કર્તાપણું નથી, કારણ કે સંબંધ બે પ્રકારે હોય છે; એક સંયોગી સંબંધ-જેમ પ્રથમ બે પદાર્થ જુદા હોય અને પછી ભેળા થાય, વળી છૂટા થઈ શકે તે સંયોગીસંબંધ છે. બીજો તાદાભ્યસંબંધ-અગ્નિ અને ઉષ્ણતા અથવા પ્રકાશનો તાદાભ્યસંબંધ છે, તે જુદો પડી શકે નહિ. જીવ અને કર્મનો તેવો સંબંધ નથી પણ સંયોગીસંબંધ છે, માટે કર્મનું કર્તુત્વ તે જીવનો સહજ સ્વભાવ નથી.
[તા. ૩૧-૧૦-૩૯] આત્મા કર્તા છે કે નથી એ બાબતમાં લોકોને ઘણો ભ્રમ છે. લોકો સ્વચ્છેદે શાસ્ત્ર વાંચે અને સમજ્યા વિના એક પક્ષને ગ્રહણ કરે. આશય કે ન્યાય સમજ્યા વિના એકાંત તાણી જાય છે. ક્યાં ભૂલ થાય છે તે પોતાને સમજાતું નથી અને સમજવાની રુચિ પણ નથી. જીવનું કાર્ય શું છે, જીવને ગુણથી કામ છે કે દોષથી કામ છે તેનો નિર્ણય કરતા નથી. કઈ દૃષ્ટિથી, કઈ વાત, કેટલી હદે (મર્યાદાપણે) સાચી છે એની પરીક્ષા કરતા નથી અને ગમે તેવી કલ્પનાવડે સ્વરૂપનો નિર્ધાર કરી લે છે. સુખ જોઈએ છે છતાં સુખ થતું નથી, માટે તેનો સાચો ઉપાય સમજવાનો બાકી છે એમ નક્કી કરવું જોઈએ અને સદ્ગુરુ પાસે જઈને તત્ત્વવિચારને અનુસરતા પ્રશ્નો પૂછવા જોઈએ. શ્રીમદે આ શાસ્ત્રમાં એવી ઘટના કરી છે કે જે આવો વિચારવાન શિષ્ય હોય તેને આવા પ્રશ્ન ઉદ્ભવે છે. શિષ્ય પૂછે છે કે હે ગુરુ! આત્માને કર્મનો કર્તા કહો તો તે તેનો સ્વભાવ થઈ જાય છે, કારણ કે કર્તાનું ઇષ્ટ તે કર્મ, તે કર્તાથી જુદું હોય નહિ. આમ યુક્તિથી પ્રશ્ન કરનાર વિચારક જોઈએ. લોકો અંધશ્રદ્ધામાં પડયા છે અને બોલે છે કે જ્ઞાનીએ જાણ્યું હોય તે સાચું; પણ જ્ઞાની કોણ કહેવાય તેનું સ્વરૂપ જાણ્યા વિના તમે કોનું કહેલું સાચું છે એમ કહો છો ?
એવી અંધશ્રદ્ધા તો દૂર રહો, પણ નવ પૂર્વ જેટલું જ્ઞાન કંઠસ્થ કર્યું હોય તો તે પણ સાચું જ્ઞાન નથી; માટે સાચું સમજવાની જરૂર છે. લોકો સાચું સમજવા અર્થે શંકા કરીને કંઈ પૂછતા નથી. સંસારથી નિવૃત્તિ લઈને, તત્ત્વનું મનન કરે તો કંઈ ઉત્થાન થાય. અહીં શિષ્ય કહ્યું કે જો જીવનો ધર્મ, કર્મ કરવાનો જ હોય તો જેમ અગ્નિનો ધર્મ પ્રકાશ અને ઉષ્ણતા છે તેમ જીવનો તે ગુણ ઠરે અને તેથી તેની નિવૃત્તિ થઈ શકે નહિ; અથવા ઈશ્વર કર્તા હોય તોપણ જીવે કંઈ કરવાનું રહે નહિ; અથવા જીવ અસંગ હોય તો પણ તેને કંઈ ઉપાધિ રહે નહિ. વળી કર્મ એની મેળે થતાં હોય તો પણ તેમાં જીવનો હાથ રહેતો નથી; માટે કર્તાપણું જીવને શી રીતે છે, તે “ સમજાવો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com