________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૭]
[૨૫૧ આ આત્મસિદ્ધિશાસ્ત્રમાં ઘણા ન્યાયનો ખુલાસો થાય છે. જીવ જે ભાવ કરે છે તે ભાવનો તે કર્તા થાય છે. યથાર્થપણું સમજે તો સાચું જ્ઞાન થઈ શકે છે. અનંત જ્ઞાનીએ કહેલું તત્ત્વજ્ઞાન આ કાળે પણ સમજાય છે. તેનાં ઘણાં પ્રમાણ-ન્યાય છે. યથાર્થ યુક્તિ, આગમ અને સ્વાનુભવથી સિદ્ધ છે. કોઈ જિજ્ઞાસુ તૈયાર થઈને આવે, તો તેને સમજાય તેમ છે. અહીં તો સહેલી ભાષા છે અને ગુજરાતી ભાષામાં આત્મસિદ્ધિમાં ઘણું સમજવાનું ભર્યું છે. મત, દર્શનનો આગ્રહ તજીને સાચું સમજવાની તૈયારી કરે તેને આ આત્મસિદ્ધિશાસ્ત્ર પરમ ઉપકારી કારણ થાય તેમ છે. પ્રથમ જીવ પદાર્થ શું છે, તે કેવો છે, કેવડો છે, તે શું કરી શકે છે, તથા શું નથી કરી શકતો તે જાણવાની જરૂર છે. જડ પદાર્થની ક્રિયામાં પોતાના કર્તાપણાની ખતવણી ક્યાં ક્યાં થઈ જાય છે, તે જાણવાની જરૂર છે. આત્મા સ્વભાવે અનંત શુદ્ધ છે, પણ અવસ્થાએ ભૂલેલ છે. તે અજ્ઞાન વડે જડ પ્રકૃતિનો સંબંધ કેવી રીતે મનાયો છે તે વિચારવું. જીવની ભૂલના કારણે અનાદિથી જડ કર્મનો સંબંધ છે તે જીવનો ધર્મસ્વભાવ નહિ હોવાથી પુરુષાર્થથી, તે ટળી શકે છે.
જ્યાં લગી પોતાના સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા નથી, ત્યાં લગી તેની મલિન અવસ્થા એટલે કે અજ્ઞાનદશા હોવાથી રાગ-દ્વેષ અને દ્રવ્યકર્મને નિમિત્ત-નૈમિત્તિકપણું છે. શુભ-અશુભ ભાવનો
સ્વામી થઈ, રાગાદિવાળો થઈને પરવસ્તુનું કર્તુત્વ તે માને છે; પણ જે ક્ષણે પોતે પોતાનું સાચું તત્ત્વપણું જાણે અને શુભાશુભ હું નહી; હું તો પરથી ભિન્ન છું એમ અનુભવ દ્વારા જ્ઞાનમાત્રપણે જ્ઞાની થાય તે જ ક્ષણે તેને બંધની શંકા ટળી જાય છે. પુરુષાર્થ દ્વારા સ્વપરના વિવેક વડે જ્ઞાનમાં ટકી રહેવારૂપ પુરુષાર્થ વધતાં વધતાં ક્રમે-ક્રમે રાગાદિકનો અભાવ થઈ અલ્પકાળમાં પૂર્ણ પવિત્ર થઈ શકાય છે. એ માર્ગની વિધિ યથાર્થપણે સમજવાનો પ્રયત્ન પોતે જાતે કરવાનો છે.
વળી આત્મા ઉપાધી રહિત-મુક્ત ન થઈ શકતો હોય તો પછી તેને સર્વ દુઃખના ક્ષય કરવાના માર્ગનો જે ઉપદેશ છે તે શા માટે છે?
જૈનદર્શનમાં તત્ત્વનું કોઈ પ્રકારે વિરોધીપણું નથી. જીવ પોતે શુદ્ધ સ્વરૂપથી ભૂલેલો છે તેથી તેની માન્યતામાં મિથ્યાપણું છે અને અવસ્થામાં ભૂલ કરે છે. પરવસ્તુમાં જીવ મોહ કરે છે, તેથી તે મોહનું ફળ ભોગવવાનો પ્રસંગ તેને પ્રાપ્ત થાય છે; જીવ અજ્ઞાનપણે કર્તાપણાની માન્યતા કરે છે. ચૈતન્યમાં કાંઈપણ દુઃખનું વેદન થતું ન હોય અને હાડકાં કે દેહને થતું હોય તો ચૈતન્યને ભોગવવાનું ફળ ન આવે અને તેમ હોય તો સંસારદશા પણ હોય નહિ.
જ્યાં લગી આત્મજ્ઞાન થાય નહિ, ત્યાં લગી દુઃખની આત્યંતિક નિવૃત્તિ પણ થાય નહિ, એમ તો વેદાંતાદિ પણ ઉપદેશ કરે છે. જો સંસાર અવસ્થા જ ન હોય, દુઃખનો સંયોગ જ ન હોય, તો તે ટાળવાનો ઉપદેશ, શાસ્ત્રાદિ વૃથા ઠરે છે. જો જીવનું અજ્ઞાનભાવે કર્તાપણું ન હોય તો ભોક્તાપણું પણ સંભવે નહિ, પણ વર્તમાનમાં જીવોની અશુદ્ધ અવસ્થા પ્રત્યક્ષ દેખાય છે, માટે વિચાર કરવાથી જીવને ભાવકર્મનું કર્તુત્વ કરે છે અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com