________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૭]
[૨૪૯ હવે એક પ્રકાર એ કહીએ છીએ કે પ્રકૃતિ આદિ પરાણે વળગવાથી કર્મ થતાં હોય તો તે વિકલ્પ પણ યથાર્થ નથી. પ્રકૃતિ આદિ પરાણે આવી અનાયાસે વળગતી હોય એટલે કે પ્રકૃત કર્મરૂપ થયા કરતી હોય, અને જીવને તેનું વળગવું થતું હોય, તો તે પણ સંભવિત નથી; કારણ કે પ્રકૃતિ જડ છે, તેમાં મનન કરવાની શક્તિ નથી. જડ દ્રવ્ય તો આત્માથી ભિન્ન જાતિનાં છે, જડ રૂપી છે, આત્મા અરૂપી છે; આત્માનો વિકારી ભાવ કોઈ પ્રકારે નિમિત્ત ન હોય તો તે શી રીતે વળગવા યોગ્ય થાય? પુણ્ય-પાપનાં રજકણોમાં જડમાં જ્ઞાન, વિચારશક્તિ નથી, પણ આત્મા જ મનન કરે છે; રાગાદિવડે અજ્ઞાનભાવે આત્મા અવગુણનો કર્તા છે. તે પોતે જાતે તે દોષને ઓળખે અને દોષ ટાળી ગુણ પ્રગટાવે તો તેમ થઈ શકે છે. દ્રવ્યકર્મનું બીજું નામ જડ પ્રકૃતિ છે. જે જ્ઞાનાવરણઆદિ કર્મો છે તે આત્મા પોતાની શક્તિને વ્યક્ત ન કરે તો આવરણમાં તે નિમિત્ત માત્ર છે, તે ઝીણી રજકણ-ધૂળ છે. તે જડ કર્મને દ્રવ્યકર્મ કહેવામાં આવે છે. તેમાં મનન કરવાનો સ્વભાવ નથી માટે પ્રેરણાદિ ધર્મ તેમાં નથી. જીવમાં નિર્દોષ જ્ઞાયકતા-જ્ઞાન છે તેને ભૂલીને પરવસ્તુના મનનમાં અટકે તો, નિમિત્ત થવાની જડમાં યોગ્યતા છે, અને જીવમાં પણ નિમિત્તની તરફ વલણ કરવાની યોગ્યતા છે; પણ જીવ પોતે રાગ ન કરે, નિર્દોષ જ્ઞાતાપણે ટકી રહે, તો નવીન કર્મબંધન ન થાય. જેવા પ્રકારે રાગ-દ્વેષ કરે તેવા જ પ્રકારે કર્મપ્રકૃતિનો ફોટો–બંધ તેમાં પડે તેવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, જડ મન (અંતઃકરણ) રૂપી સાધનવડે કર્યગ્રહણ થતું હોય અથવા આત્મા તન્ન અસંગ, નિર્લેપ, શુદ્ધ રહેતો હોય તો કર્મ ટાળવાનો પ્રસંગ રહેતો નથી. આત્માની અશુદ્ધ અવસ્થામાં ભૂલ કરવાની યોગ્યતા છે. જીવ પોતે જ પ્રેરણાદિ ભાવરૂપ અશુદ્ધતા ન કરે તો અંદરનું જડ મન પણ તેને નિમિત્ત સાધન કહેવાય નહિ. કારણ બે પ્રકારે હોય છે. (૧) અંતરંગ મૂળકારણ, (૨) નિમિત્તકારણ અર્થાત્ ઉપચારકારણ; તેમાં જો મૂળકારણ જીવ પોતે શુભાશુભરૂપ ન થાય તો નિમિત્ત (જડકર્મ) નો બંધ થાય નહિ. કોઈ કહે છે કે “મન: પુર્વ મનુષ્યનાં વોરણે વંધમોક્ષયોઃ” તે વાત યોગ્ય નથી, એમ કહેવામાં દોષ આવે છે. આત્મા પોતે મન અને બંધ-મોક્ષ અવસ્થાથી તન અસંગ તટસ્થ, મધ્યસ્થ રહેતો હોય અને અવસ્થામાં પણ ભૂલેલ ન હોય એમ એકાંત પક્ષ માનીએ તો આત્મા સર્વથા શુદ્ધ કરે અને આત્માનો વિકારભાવ નિમિત્ત પણ ન ઠરે. એ પક્ષને ટકાવી રાખવા માટે માત્ર કલ્પના જ કરવી પડે કે જગત માત્ર ભ્રમ છે.
આત્મા વિકારી ભાવનો ત અકર્તા હોય, તો પછી વર્તમાનમાં આ સંસાર કોનો? રાગાદિપણે તથા દેહધારીપણે મલિન અવસ્થા જ દેખાય છે તે જ મારો સ્વભાવ છે, એમ જો એકાંત મત ગ્રહે તો તે પણ બને તેમ નથી. નિશ્ચયથી દ્રવ્યસ્વભાવ ત્રિકાળી શુદ્ધ છે. જેને આત્મભાન થયું છે કે મારો સ્વભાવ શુદ્ધ છે, શક્તિરૂપે હું સિદ્ધ પરમાત્મા જેવો સદા અસંગ છું, નિર્મળ છું અને વર્તમાન અવસ્થામાં જે મલિનતા,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com