________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા લોકોત્તરમાર્ગ આકરો તો ખરો પણ એ “અનિયટ્ટ ગામીણે' જે રસ્તે ઊપડ્યો, તે આત્માની નિત્યતાના બીજ વિકસાવીને પૂર્ણ થવાના લક્ષે અપ્રતિહત ભાવે ઊપડ્યો છે, અતીન્દ્રિય જ્ઞાનરૂપી સાધન પૂર્ણ પવિત્ર કેવળજ્ઞાનરૂપી કાર્ય અવશ્ય લાભે જ રહેશે.” શ્રીમદે જે બીજડાં વાવ્યાં છે તેનું ફળ હાલ આવે છે. તેથી ઘણા પાત્ર જીવો શાંતિ-સમાધિના ભાવવડે આત્મબળ મેળવે છે. આ આત્મસિદ્ધિ મુમુક્ષુના હૃદયની અમૃત વેલડી છે. ૧૪મી ગાથામાં ખાસ પ્રેરણાદાયી ભાવવચન છે.
“દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત, તે જ્ઞાનીનાં ચરણમાં, હો વંદન અગણિત રે.
ગુણવંતા જ્ઞાની અમૃત વરસ્યારે પંચમ કાળમાં.” હું પૂર્ણ પવિત્ર જ્ઞાયક જ છું, અસંગ છું, એ નિશ્ચય અને સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર એ સાધન એટલે કે પૂર્ણતાને લક્ષે સ્થિરતાનો પુરુષાર્થ તે જ પરમાર્થહેતુ વ્યવહાર છે. દેહ છે, છતાં દેહાતીત દશા એટલે સ્વરૂપસ્થિતિ જેને વર્તે છે, એવા જ્ઞાની પુરુષને “હો વંદન અગણિત;” એટલે બેહદ અપરિમિત આત્મસ્વભાવ-પૂર્ણ સાધ્ય તરફ, મારા ધ્યેયના લક્ષ તરફ મારું બહુમાન અગણિત હો. આમાં શ્રીમદ્ પોતે અપ્રતિહત ભાવ બતાવે છે. સાધ્ય” એટલે આત્મા સિદ્ધ ભગવાન જેવો છે. લોગસ્સના પાઠમાં આવે છે કે, “સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ.” હે સિદ્ધ ભગવાન ! મને મારું પૂર્ણ પવિત્ર પદ આપો. વળી “આરૂષ્મ બોહિલાભ” શિવરૂપ નિરોગભાવબોધિ આપો. વાણિયાહોય તે પૂર્ણ સુખને જ માગે, પણ તે જાતનું કારણ મેળવવું જોઈએ. લોકોને તો બહારથી પુણ્યાદિ ક્રિયા-કષ્ટથી ધર્મ જોઈએ છે, પણ એવું તો પૂર્વે અનંતવાર કર્યું, આ કાળે પણ જો કોઈ આ ધર્મ સમજે તો તેનું ફળ મળે તેમ છે. આ છેલ્લી ગાથામાં મહા મંગળરૂપ એવો અપૂર્વ ભાવ ઉપાડે છે કે વચ્ચે વિદ્ઘ ન આવે. જે ભાવે પૂર્ણ તત્ત્વનો અંશ પ્રગટયો તે ભાવે પૂર્ણ કેવળજ્ઞાન, શુદ્ધાત્મતત્ત્વ પ્રગટવાનું છે. એ પૂર્ણતત્ત્વની મીટ રાખીને આ મહામંડળ કર્યું છે. એવા જ્ઞાની પુરુષોનો પ્રભાવ જે જે મુમુક્ષુ સ્વીકારે તેને આ આત્મસિદ્ધિશાસ્ત્ર પરમ કલ્યાણનું કારણ છે.
[ તા. ૩૦-૧૦-૩૯] કર્તા ઈશ્વર કો નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ;
અથવા પ્રેરક તે ગણે, ઈશ્વર દોષ પ્રભાવ.” તેમાં જો ઈશ્વર કર્તા હોય તો જીવનું અસ્તિત્વ ઠરતું નથી, કારણકે ગુણ કે અવગુણ જીવકૃત ન ઠર્યો તો જીવ નામનો પદાર્થ ન રહ્યો, પણ તેમ નથી. માટે ઈશ્વર કર્તા નથી તથા ઈશ્વર પ્રેરક પણ નથી, પણ આત્મા પોતે જ પોતાના જ્ઞાનગુણનો ગુણપણે અથવા અવગુણપણે કર્તા છે અને તેમ જ યોગ્ય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com