________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૭]
[૨૪૭
માને, એવાને પોતાના સામર્થ્યનો પૂરેપૂરો વિશ્વાસ હોય છે. તે રોદણાં ન રડે; નિત્યતાના ભાવવડે જાગ્યો તે કેમ ફરે ? પુણ્યાદિ અનિત્ય છે. તેના આધા૨વાળો ભલે રોદણાં રડે. અહીં તો પ્રથમ ગાથામાં જ માંગળિક કર્યું છે કે હું અનંતમાંથી એટલે કે નિત્યમાંથી જાગ્યો છું એમ પડકાર માર્યો છે અને દુઃખ ટળી ગયાં છે એમ જણાવ્યું છે. પોતાનું સ્વરૂપ સમજ્યો એટલે સ્વહિંસા મટી. આત્મસ્વભાવનો ધર્મ ઉઘડયો એટલે પોતાની અહિંસા જાગી, આત્મધર્મમાં ૫૨ના નિમિત્તની ઉપાધિ નથી એમ જાણ્યું અને પૂર્ણ નિર્દોષતાનો નિર્ણય થયો; તે જ આત્માની સિદ્ધિ એટલે આત્માનું જ્ઞાન છે. જે સત્પુરુષ થાય છે, તેમનાં ચરણકમળનાં ઇંદ્રો વંદન કરે છે; એવા સત્પુરુષો જ જગતના લાયક જીવોનું અનંતું કલ્યાણ કરે છે. શ્રીમદ્ રાજચંદ્રે કંઈ પોતાની કલ્પનાથી નથી કહ્યું. જે ભાવવચન ત્રણેકાળના જ્ઞાની કહે છે તે જ તેમણે કહેલ છે. અહીં પ્રથમ ગાથામાં મંગળિક કહ્યું છે.
મંગલ=(મં=પાપ, ગલ=ગાળે ) પાપને
ગાળે, અથવા (મંગ=પવિત્રતા, લ=લાતિ=પમાડે) પવિત્રતાને પમાડે તે મંગળ. સંસારનાં માંગળિક કાર્યો વિનાશક છે. આ આત્મસિદ્ધિના માંગળિકથી પોતાનો સર્વાંગ નિર્ણય થયો કે એવો અવિનાશી આત્મા આવો જ હોય, એ નિર્ણય સદાય ૫૨મ માંગળિક છે, પાછું ન ફરે તેવું છે, તેનું સમ્યજ્ઞાન સદા મંગળરૂપ છે. શ્રીમદે કહ્યું છે કે, “ સત્પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” પોતાના સાધક સ્વભાવની એવી ભાવના છે કે જગતના બધા જીવો ૫૨મ આત્મકલ્યાણરૂપ આત્મધર્મને પામો, તેમાં એમ આવ્યું કે મારો સાધક સ્વભાવ જયવંત હો, પુરુષાર્થ ફાટીને પૂર્ણ કેવળજ્ઞાન ઊઘડી જાઓ. આ આત્મસિદ્ધિરૂપી સુપુત્રનો જન્મ થતાં સર્વ સુખને દેનારો પૂર્ણ મહિમાવંત સમ્યગ્બોધ પૂર્ણ તત્ત્વનો સંદેશો જાહેર કરે છે. તે આત્મસિદ્ધિનો જન્મદિન અત્રે પહેલવહેલો ઉજવાય છે. આત્મસિદ્ધિનો સર્વાંગમાં પ્રવેશ કર્યો, તેણે નિજથ૨માં પ્રવેશ કર્યો. તે નિત્ય મંગળિક છે. સંસારની મમતા અને પુણ્યના ઠાઠ બધા અનિત્ય છે. લોકો ઘ૨-હવેલીનું વાસ્તુ કરે તેને મંગળિક કહે છે. પણ “ લાપસી કરતાં લાગે ઝાળ ” તો તેના રંગરોગાનને લીધે ક્ષણમાં તે સળગી જાય, પણ આ આત્મસિદ્ધિના પાયા પલટે નહિ. જેને પોતાનું સાચું હિત કરવું છે તેણે આ સમજવું પડશે. તત્ત્વના વિચારક જિજ્ઞાસુ એવા હોવા જોઈએ કે જેને સત્નો હકાર અંત૨ વિચારથી આવે, અંધશ્રદ્ધાથી નહિ. એવા લાયક જીવને શ્રીગુરુ કહે છે કેઃ
'
ષપદના ષપ્રશ્ન તેં, પૂછયા કરી વિચાર; તે પદની સર્વાંગતા, મોક્ષમાર્ગ નિર્ધાર.
જે યથાર્થ મનનપૂર્વક આત્મતત્ત્વનો નિર્ધાર થયો તે નિત્ય મંગળિક પાછું ફરે નહિ.
“હે વીર ! આત્મા જે રીતે છે તે રીતે માન્યો તે અફરગામી છે. અરે વી૨ ! તારો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
29