________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
૨૪૬ ]
આવી જાય છે. શુભ પરિણામ, વ્રત, ત્યાગ, વૈરાગ્ય બધુંય, તેની દશાના પ્રમાણમાં આવે છે, પણ પુણ્ય-શુભ પરિણામ તે ૫૨માર્થે ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી. આત્મ શાંતિના લાભનું કા૨ણ સાચી સમજણ છે. તેમાં ૫૨મ ઉપકારી ઇષ્ટ નિમિત્ત આ આત્મસિદ્ધિશાસ્ત્ર છે. તેનું બહુમાન ક૨વાની ખાસ જરૂર છે. સંસારમાં જે મહત્તા મનાઈ છે તે રાગભાવને પલટાવીને સત્પુરુષને ઓળખીને તે પ્રત્યે બહુમાન કરવા જેવું છે. સત્ત્નું-સત્સાધનનું બહુમાન તેમાં પોતાનું કલ્યાણ છે. પ્રથમ ગાથામાં માંગળિક કર્યું છે.
દ
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંતરે. ગુણવંતા શાની અમૃત વરસ્યારે પંચમકાળમાં. ”
ત્રિલોકનાથ સર્વજ્ઞ ભગવાનના કથનનું આ પ્રથમ ગાથામાં રહસ્ય છે. અમૃતસ્વરૂપ ભગવાન આત્માનો અપૂર્વ ભાવ-અધ્યાત્મ અમૃત૨સ શ્રીમદે ૧૯૫૨ ની સાલમાં વરસાવ્યો. પૂર્ણ કેવળજ્ઞાન ઉ૫૨ મીટ માંડીને આ આત્મસિદ્ધિ લખી છે, તે એવી રીતે કે “ જે સ્વરૂપ પોતાનું છે તે સમજ્યા વિના પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત. ગુણવંતા જ્ઞાની...અમૃત વરસ્યારે પંચમકાળમાંજી ” જગતના પ્રાણી સુખને ઈચ્છે છે, પણ સુખનો ઉપાય સમજતા નથી. કાર્યને ઈચ્છે અને ૫૨માર્થ કારણને ન સેવે તો સાધ્યની સિદ્ધિ ક્યાંથી થાય ?
વસ્તુતત્ત્વની યથાર્થ શ્રદ્ધા વિના સુખ ક્યાંથી થાય ? સમજ્યા વિના પોતે જે જે સાધન કરે છે તે તે બંધનરૂપ થાય છે. ઉપાધિના કારણથી નિરૂપાધિક તત્ત્વ કેમ પ્રગટે? કહે છે કે કે ભગવાન ! હે ગુરુદેવ ! હું અનંત દુઃખ પામ્યો, કારણ કે મારું સ્વરૂપ જેમ છે તેમ હું સમજ્યો નહિ. તેમાં એમ આવ્યું કે દુ:ખમયપણે હું નથી; દુઃખથી હું જાદો છું; વળી હું પોતે અનંત દુઃખ પામ્યો તેમ કહ્યું, તેમાં પોતાની ભૂલ અને અનંતકાળની પોતાની હયાતી માની ૫૨માં સુખબુદ્ધિની માન્યતા વડે હું અનંતદુઃખ પામ્યો, પણ જ્યારે સદ્ગુરુપ્રસાદથી હું સમજ્યો ત્યારે અનંત દુઃખનું મૂળ છેદાયું, માટે આપને હું નમસ્કાર કરું છું. એ ગાથામાં પ્રથમ જ બે કા૨ણ કહ્યાં કે મારી સમજણ વિના અનંત દુઃખ પામ્યો, અને સમજાવ્યું તે પદ, તે શ્રી સદ્ગુરુ; એમ સત્ અને સત્ સાધનને ઓળખીને નિમિત્તનું બહુમાન થાય. એ જ લોકોત્તર વિનય અને અપૂર્ણ ગુણમહિમા છે; તેની ત્રણે કાળ મોંઘપ છે.
પંચમકાળમાં અનંત ભવભ્રમણને ટાળીને એક ભવે મોક્ષ પમાય એવો આ અપૂર્વ યોગ છે. શ્રીમદ્ પણ એકાવતારી થઈ ગયા, જે સમજે તે થાય. યથાર્થ નિર્ણય ક૨ે તો ભવ રહે નહિ. ૫૨વસ્તુને ૫૨ જાણે, પોતાનું સ્વરૂપ અંતર વિચા૨થી જેમ છે તેમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com