________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૭]
[૨૪૫ સમજવાની સાચી તાલાવેલી લાગી નથી ત્યાંસુધી દુઃખનો અંત આવે નહિ. દુઃખનું મૂળ મિથ્યા માન્યતા છે. એના જેવું કોઈ મોટું પાપ નથી સદ્ગુરુના આશ્રયે આત્માનું સ્વરૂપ સમજો કે આત્મા નિર્મળ, નિર્દોષ, શાંતસ્વરૂપ જ્ઞાનમાત્ર છે, જ્ઞાનાનંદ શુદ્ધસ્વરૂપ છે. તેનો જ્ઞાતાદ્રષ્ટા, સાક્ષીસ્વભાવ ભૂલીને પ્રકૃતિના કોઈ પણ કાર્યને પોતાનું માની લેવું તેનું નામ અજ્ઞાન છે. આત્મામાં પરવસ્તુનું લેવું-મૂકવું એટલે ગ્રહણ-ત્યાગ નથી. છતાં માનવું કે હું પરને ગ્રહણ કરું છું તે ચોરી છે. પોતાના જ્ઞાનસ્વભાવમાં જ્ઞાનપણે ન રહેવું અને પરવસ્તુમાં વૃત્તિ દોડાવવી, રાગને અને પુણ્યભાવને પોતાનો માનવો એ સંસારભાવની રુચિ છે અને સ્વની હિંસા છે. પોતાના જ્ઞાયકપણામાં ન ટકતાં પરવસ્તુના રાગમાં તન્મય થવું, રાગમાં પોતાની હયાતી માનવી તે પરિગ્રહ છે. દોષ રહિતની સાચી દૃષ્ટિ વિના જે કોઈ એમ માને કે હું સાચું બોલું છું, હું બ્રહ્મચર્ય પાળું છું, હું અનાસક્ત છું, હું અપરિગ્રહી છું, તે પરમાર્થહીન છે, આત્મધર્મથી વિમુખ છે, એટલે કે મિથ્યાત્વી છે. આ શાસ્ત્રમાં આગળ કહ્યું છે કે
“મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટયો ન મોહ;
તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ.” આત્મસિદ્ધિ” ઉપર વિશેષ વિવેચન કેટલું થઈ શકે? વાણીયોગ વડે કેટલું કહી શકાય? તેમાં આત્માની જે સિદ્ધિ કરી છે તે ખરેખર એમ જ છે. તેને ઊંડું અવગાહવું. વિચાર, મનન વડે પાત્રતાથી તત્ત્વની સાચી શ્રદ્ધા થાય છે. ઊંધી માન્યતાને ટાળીને જ્યારે એવી સાચી શ્રદ્ધા કરે કે આત્મા નિર્વિકાર, અવિનાશી, જ્ઞાતા છે, અબંધ છે, અસંગ છે, રાગરૂપ કે પરરૂપ નથી, ત્યારે યથાર્થ પ્રતીતિ થતાં અનાદિકાળનો વિભાવ દૂર થઈ સ્વહિંસા અને અનંત દોષનું મૂળ ટળી જાય છે.
શ્રીમદ્ કહે છે કે પોતાના સ્વરૂપને વિપરીતપણે માનીને “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો !” ભાવમરણથી બચવું હોય અને અનંત ભવમાં રખડવાના મિથ્યાભાવને ટાળવો હોય તો સાચું શું છે તે સમજવું પડશે. એ સમર્થ પવિત્ર આત્માના (શ્રીમન્ના) દેહની સ્પર્શના આ ભૂમિએ થઈ છે. તેઓ અનંત ભવનો અભાવ કરી ગયા છે. એ અપૂર્વ ભાવ કેવો હશે કે જે ભાવે અનંતભવનો અભાવ થઈ એક જ ભવ પછી મોક્ષ જવાના છે? આત્માની છેલ્લામાં છેલ્લી પૂર્ણ પવિત્રદશા પામવાનું બીજ સભ્યશ્રદ્ધા અને સાચા જ્ઞાનની પ્રાપ્તિ છે. તેના વિકાસવર્ડ ભવનો અભાવ થઈ જાય છે. માટે મિથ્યાત્વ અને સમ્યક કોને કહેવાય તે સમજવાની અને જાણવાની જરૂર છે, સમજવું તેમાં પરનું કંઈ કરવું ક્યાં આવ્યું? પુણ્ય, દાન, બાહ્યવ્રત, દેહની ક્રિયા તથા ત્યાગ કરીને જંગલમાં જવું, એવું એવું બહારથી કાંઈ કરવાનું નથી. પણ જેવું તત્ત્વ છે તેવું તેને વિરોધ ટાળીને યથાર્થ સમજવાનું છે. જાણનારને જાણ્યો તેમાં બધું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com