________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા આત્માનો ભણકાર જાહેર કર્યો છે. તેમનું જીવનચરિત્ર ઘણું ઊંચું હતું. આત્મસિદ્ધિમાં ઘણું ઊંડું ઊંડું અધ્યાત્મતત્ત્વનું રહસ્ય ભર્યું છે. તેમાં અગિયાર અધિકારથી વિવેચન છે. પ્રથમની ૩૩ ગાથામાં ભૂમિકા બાંધી છે. “આત્મા કર્તા છે,” તે છઠ્ઠો અધિકાર વર્તમાનમાં ચાલે છે. ૧૦માં અધિકારમાં શિષ્યને બોધબીજની પ્રાપ્તિ થાય છે અને તે ભાવે ભવભ્રમણનો અભાવ દેખાય છે, તેથી અપૂર્વ વિર્ષોલ્લાસવડે પોતાનું બેહદ સુખ પોતાના આત્મા વિષે શિષ્યને ભાસે છે. પોતાનામાં નિર્દોષ ગુણની ઉજ્જવળતાનો અંશ પ્રગટતાં, સપુરુષનું બહુમાન કરે છે કે અહો ! અહો! શ્રી સદ્ગુરુ! આપે જ આત્મા આપ્યો. શ્રી સદ્ગુરુનું બહુમાન તે પરમાર્થે પોતાનું જ બહુમાન છે. આ આત્મસિદ્ધિશાસ્ત્ર આત્માર્થી જીવોને ઘણા ઉપકારનું કારણ હોવાથી તેનું બહુમાન કરવું જોઈએ. ભાષા પણ એવી સહેલી છે કે બાળ-ગોપાળ, ભાઈઓ-બહેનો બધાય સમજી શકે તેમ છે. આ છે પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જ્ઞાનીને ભાવવચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે. આગળ આવશે કે
“જાતિ વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય;
સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય.” પણ કહ્યો માર્ગ કે જેને અનંત જ્ઞાનીએ જાણેલો-માનેલો છે તે આત્માનો લોકોત્તરમાર્ગ ત્રણે કાળે એક જ હોય છે. તે પરમપદ નિજ આત્મસ્વરૂપ પામવાનો ઉપાય આ આત્મસિદ્ધિમાં છે. સમજનારની તૈયારી જોઈએ અને તે માટે સ્વચ્છેદનો ત્યાગ કરવા કહ્યું છે. સ્વચ્છંદ એટલે દર્શનમોહ-જે ઊંધી માન્યતા કહેવાય છે. મિથ્યાત્વ-મોહને શ્રીમદે “વિભાવ” શબ્દથી ઓળખાવેલ છે.
કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય;
તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતા દૂર થાય.” જે પરવસ્તુમાં એકત્વબુદ્ધિ છે, પોતાના સ્વરૂપમાં જે અનાદિથી ભ્રમણા છે અને પરભાવને પોતાનો માન્યો છે તે વિભાવ છે, તે મિથ્યાત્વ કહેવાય છે. તે મહાન શત્રુ આત્માનું અહિત કરનાર છે, તે પોતાની ઊંધી માન્યતા છે. આત્મા પુણ્ય-પાપ, રાગાદિ રહિત છે, મન, વાણી, દેહની ક્રિયા રહિત છે, છતાં તેમાં કર્તુત્વબુદ્ધિ, મમત્વ, સુખબુદ્ધિ કરવી તે મિથ્યાદર્શનશલ્ય છે. ટૂંકામાં મિથ્યાત્વનું લક્ષણ આ છે કે શુભ-અશુભ વિકલ્પ આદિ પરભાવને પોતાના માનવા; જ્ઞાન સિવાય કંઈ પણ પોતાનું માનવું તે દર્શનમોહ-મિથ્યાત્વ છે. એ ભૂલ ટાળવાની વિધિ એક જ છે અને તે એ છે કે - આત્મતત્ત્વ જેમ છે તેમ સમયે વિભાવ ટળે છે. અંધારાને સૂપડાંથી કે સાંબેલાથી ખસેડવા માગે તો અંધારું ટળે નહિ. કાગળ ઉપર શાહી, લેખણ વડે “લાખ મણ અગ્નિ” લખો તો તે એક અગ્નિના કણિયા જેટલું પણ કાર્ય આપી શકે નહિ, તેમ જ્યાં સુધી આત્મતત્વને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com