________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૪૩
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૭] (તત્ત્વમાં) ગુણ અથવા દોષપણું ન આવ્યું પણ ઈશ્વરાધીન આવ્યું, ઈશ્વર પરનો કર્તા-હર્તા થયો. નિયમ એવો છે કે જેનામાં જે શક્તિ ન હોય તેને અન્ય કોઈ આપી શકે નહિ, અને શક્તિ હોય તો બીજાએ તેને શું આપ્યું? એ ઉપરથી સિદ્ધ થાય છે કે ઈશ્વરાદિ કોઈ કોઈનો કર્તા નથી; પણ જીવ પોતે જ ભૂલવાળી માન્યતાનો કર્તા થાય છે અને ભૂલ ટાળીને દોષ રહિત નિર્મળ થઈ શકે છે. તત્ત્વનો નિજ સ્વભાવ પોતાના કારણે ઉપાધિરૂપ હોય નહિ, પણ પર એટલે નિમિત્તના લક્ષ અનાદિની ભૂલવાળી માન્યતા છે, તેથી કર્મબંધઅવસ્થાના સંયોગમાં રહેવું થયું છે. તે ઉપાધિથી નિવૃત્ત થઈ શકાય છે. ભૂલ એ તત્ત્વનો સ્વભાવ નથી. રાગ-દ્વેષ એ પોતાનો નિજગુણ નથી. સોનું પોતાના કારણે મલિન નથી. મલિનતા તો પરાશ્રિત ઉપાધિ છે. સ્વ અને પર તત્ત્વની જુદાઈનો યથાર્થ નિર્ણય જીવ કરી શકે છે. તે વિષે આગળ કહેવાશે.
સ્થાન :- શ્રીમદ્ રાજચંદ્ર સમાધિમંદિર, સંવત્ ૧૯૯૫ના આસો વદી ૧.
[તા. ૨૯-૧૦-૩૯] શ્રીમદ્ રાજચંદ્ર આત્મસિદ્ધિની રચના સંવત ૧૯૫૨ માં કરી. તેને આજે ૪૩મું વર્ષ ચાલે છે. તેમાં છ પદની સર્વાગતા ઘણા પ્રકારે લઈને ગુરુ-શિષ્યના સંવાદરૂપે અદ્ભુત રચના કરી છે; તેમાં આત્મતત્ત્વનું યથાર્થ નિરૂપણ કર્યું છે. આત્મા છે, નિત્ય છે, કર્મનો કોઈ અપેક્ષાએ કર્તા છે, ભોકતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય પણ છે. એ છ બોલના પ્રશ્નો લાયક શિષ્ય અંતર વિચારણાથી પૂછયા, તેનું વિવેચન થયા પછી શ્રીગુરુ કહે છે કે –
ષર્ષદના ષટપ્રશ્ન તે, પૂછયા, કરી વિચાર; તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિર્ધાર.”
પોતે જ પ્રશ્ન-ઉત્તરરૂપે અભુત રીતે તત્ત્વબોધની સંકલના કરી છે, બધાં પડખાંના ન્યાય વિચારીને જે પ્રશ્ન કર્યા છે તેની સર્વાગતા જણાવી છે. વિચાર અને મનનથી છ પદના ન્યાયની સમજણ થયે સાચું હિત-પરમોત્કૃષ્ટ સુખ-આપનાર સમ્યમ્ બોધબીજની પ્રાપ્તિ થાય છે.
શ્રીમદે એવી અપૂર્વ ઘટના કરી છે કે તેમાં કોઈ અંગ બાકી ન રહે એવી રીતે સંક્ષેપમાં સાચું તત્ત્વ જાહેર કર્યું છે. અનંતકાળમાં જે અજ્ઞાનભાવે રખડવું થયું છે તે અજ્ઞાનરૂપ મૂળને જે ભાવે-છેવું તે ભાવે સદ્ગુરુને નમસ્કાર કરીને મંગળિક કર્યું છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં આત્મતત્વની આવી સ્પષ્ટ વાત ગુજરાતી ભાષામાં કરી, અધ્યાત્મશાસ્ત્ર બનાવ્યું, તેથી ઘણો ઉપકાર ભવ્ય જીવોને થયો છે. હજારો જીવો તે કૃપા-પ્રસાદથી આત્મશાંતિની ભાવના સેવે છે. શ્રીમદે બાળવયે પૂર્વ જન્મના બળવાન સંસ્કાર વડે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com