________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨ ]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કોઈ અપૂર્વ વિચારદશા, મુમુક્ષુતા જોઈએ; તેનો કાંઈ વિચાર, મનન નહિ અને લોકસંજ્ઞાએ ઔધિક માન્યતામાં આંધળી દોડ કરે! સાચું શું? હિત-અહિતશું? તેની પરીક્ષા કરે નહિ અને માને કે અમને ધર્મ થશે, પણ તેમ બને નહીં કેટલાક કહે છે: “હે ભગવાન, મારું સૂળ લઈ લેજો, મારાં પાપ ટાળજો.” પણ જ્ઞાની કહે છે કે દુઃખ અને દોષ ટાળનારો તું પોતે જ છો. જ્ઞાની કહે છે કે ભગવાન તો આત્માની જ્ઞાનમાત્ર શુદ્ધ અવસ્થા છે, અતીન્દ્રિય આનંદમય જ્ઞાનની મૂર્તિ છે. માટે તેની શ્રદ્ધા કર અને પુણ્ય-પાપ રાગાદિ રહિત, મન, વાણી, દેહની ક્રિયા રહિત, નિમિત્તના આશ્રય રહિત જ્ઞાન કર. તે જ્ઞાનમાં ઠરવું, જ્ઞાનમાં ટકવું, એ જ તારું કર્તવ્ય છે. ત્યારે મિથ્યાષ્ટિ કહે છે કે એમ ન થાય, મારાથી એ કેમ બને? બીજું કાંઈ કરવાનું કહો. ત્યારે જ્ઞાની કહે છે કે જીવથી બીજાં કાંઈ થઈ શકતું નથી. જે થઈ શકે છે તે કહેવાય છે, નવું કહેવાતું નથી. આત્મા જડની ક્રિયા કરતો નથી, તેનું તે કર્મ નથી. જીવ જ્ઞાતા છે અને જ્ઞાતાનું કાર્ય જ્ઞાન છે, પછી સમ્યક કરે કે મિથ્યા કરે. શ્રી યોગીન્દ્રદેવ કહે છે કે
જન્મ મરણ પોતે કરે, ભોગ ભોગવે આપ,
દુર્ગતિ શિવપદ આપ લે, દેઢધારી એ છાપ.” એમ પોતે જ અજ્ઞાનવડે અશુદ્ધ નિશ્ચયનયે રાગ-દ્વેષ, પુણ્ય-પાપનો કર્તા છે. એ નિમિત્ત ઉપચારની દૃષ્ટિએ, વ્યવહારષ્ટિએ કર્મનો કર્તા તથા અશુદ્ધ નિશ્ચયનયથી સુખ-દુઃખનો જીવ ભોક્તા છે. હું રાગાદિ રહિત; કર્મોપાધિથી મુક્ત છું, કેવળ જ્ઞાતાદ્રષ્ટા વીતરાગ છું એવી યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન અને જ્ઞાનની સ્થિરતાના પુરુષાર્થ વડે શિવપદ કર્મકલંક ઉપાધિ રહિત શુદ્ધ આત્મપદ જીવ પોતે જ પ્રાપ્ત કરે છે; પણ જ્યાં લગી સ્વતંત્રપણે તત્ત્વસ્વરૂપ જીવે જાણ્યું નથી ત્યાં લગી જીવ ગમે તેટલા શાસ્ત્રો જાણતો હોય છતાં તે નાસ્તિક છે. પોતે કહે કે આત્મા આવો છે, પણ બીજા ઘણા પ્રકારે તેના અભાવરૂપ-અનાદરરૂપ તેની માન્યતા છે. જ્યાં એક અંશ પણ ઊંધી માન્યતાનો આદર છે ત્યાં ધર્મ નથી. કોઈ એક રીતે-એક દૃષ્ટિથી સાચું માનતો હોય, પણ બીજા ઘણા પ્રકારે બીજી (અન્યથા) માન્યતા હોવાથી તેનો અભિપ્રાય સર્વથા મિથ્યા છે.
ઈશ્વરના કર્તાપણાની મીમાંસા માટે શ્રીમદ્ કહે છે કે પ્રેરણાદિ ધર્મોવડે ગુણ-અવગુણનો કર્તા જીવ નથી, પણ ઈશ્વર છે, એમ માન્યું તેણે ઈશ્વરનું કર્તાપણું માન્યું; પછી જીવનું અસ્તિત્વ તો રહ્યું નહિ. જો જીવની સ્વાધીનતા-હયાતી છે તો પૂર્વ કર્મ પણ છે. તેના ઉદયમાં પોતે જોડાય છે તેથી વર્તમાન ગુણ-દોષ, સુખ-દુઃખાદિ પણ છે. પ્રત્યક્ષ મલિન અવસ્થા દેખાય છે છતાં તું એમ માને કે આત્મામાં કંઈ જ નથી અને ઈશ્વરની પ્રેરણાથી આ બધું થાય છે, તો એ માન્યતા જૂઠી છે. જો ઈશ્વરપ્રેરણાથી ગુણ-અવગુણ થતા હોય તો જીવતત્ત્વનો અભાવ આવે છે; કારણ કે જીવની સત્તામાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com