________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૪૧
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૭]
તથાપિ અત્રે ઈશ્વર કે વિષ્ણુ આદિ જગતકર્તાનો કોઈ રીતે દષ્ટાંત માટે સ્વીકાર કરીએ અને તે ઉપર વિચાર કરીએ. જો ઈશ્વર આદિ કર્મના વળગાડનાર હોય તો તો જીવ નામનો કોઈ વચ્ચે પદાર્થ પણ રહ્યો નહિ, કેમ કે જ્ઞાન પ્રેરણાદિ ધર્મે જીવનું અસ્તિત્વ ન રહ્યું, અને એ રીતે તો જીવ નામની સ્વતંત્ર વસ્તુ ન રહી; કારણ કે પ્રથમ તો રાગ-દ્વેષ, ઈચ્છા-અનિચ્છાની ચિંતાવણા કરનારો જીવ માન્ય રાખીએ ત્યારે તો જીવ સ્વતંત્ર અને ભૂલ કરનારો ઠરે; પણ અહીં તો ઈશ્વરને ગુણ-દોષનો ઉત્પાદક ઠરાવ્યો તેથી ઈશ્વર કરે કરાવે તો ઈશ્વર કર્તા ઠરે, જીવ કાંઈ ગુણદોષ કરે નહિ; ગુણનું ભાન ન હોય તો તેને ચેતન કહેવાય નહિ. આત્મા સ્વતંત્ર હોવાથી જ્ઞાતા તરીકે ગુણ કરે તો દોષ ન થાય, આનંદ થાય; દોષાદિ ન કરે તો રાગાદિ ભૂલ રહિત પોતાની સ્વતંત્ર હયાતી ટકાવી રાખે. પણ અહીં તો ગુણ-અવગુણ કરનાર કોઈક બીજો એટલે ઈશ્વર થયો એમ માનીએ તો તે વિચારવા જેવું છે. અર્થાત્ તે ન બને તેવું છે. આ દલીલ ઘણી ઊંચી છે. ગુણ-અવગુણ કરવાની શક્તિ જેનામાં નથી તે તો અવસ્તુ ઠરે, મિથ્યા કલ્પના ઠરે. કોઈકના આધારે વાત કરનાર આકાશ-પુષ્પની આશા કરે છે. શાસ્ત્રમાં આમ લખ્યું છે માટે અમને આમ લાગે છે વગેરે કુતર્ક કરે છે. જે પોતે ન્યાયથી વસ્તુતત્ત્વનું પોતાથી સત્પણું સિદ્ધ કરે નહિ અને ઈશ્વર-ઈચ્છા બળવાન છે, વગેરે અભિપ્રાય માને તે પોતાનું અસ્તિત્વ જોતો નથી. ઘણા વાત કરે છે કે મોહ એ દુઃખનું કારણ છે, પણ મમતા કેમ ઘટાડવી તેની કાંઈ પણ ખબર નથી. વિષયભોગ, ધન, સ્ત્રી, પુત્રાદિ વગેરે પ્રત્યે પ્રેમ-મમતા વર્તે અને કહે કે બધું ઈશ્વર-ઈચ્છાથી થાય છે. લાડવા ખાય તો તે ઈશ્વર-ઈચ્છા; પાંચ ઇન્દ્રિયના વિષયો, કામભોગ, તૃષ્ણામાં પોતે ટક્યો છે અને નાખે છે ઈશ્વરને માથે. શાસ્ત્રાદિ સાંભળીને કહે કે આત્મા નિત્ય છે, આમ છે, તેમ છે વગેરે, પણ ખરી રીતે તેને પરમાર્થતત્ત્વનું નિત્યપણું ભાસ્યું જ નથી. ક્રોધાદિ તથા ઈચ્છા, વિચાર-મનન આદિ ધર્મ કરીને ચેતનનું અસ્તિત્વ (હોવાપણું ) દેખાય છે તે ચૂકીને ક્રોધાદિ, પ્રેરણાદિ ઈશ્વરકૃત માન્યા એટલે એ તો ઈશ્વરના ગુણ ઠર્યા, તો પછી બાકી જીવનું સ્વરૂપ શું રહ્યું કે તેને જીવ એટલે આત્મા કહીએ! એ ઉપરથી સિદ્ધ થાય છે કે કર્મ ઈશ્વરપ્રેરિત નથી પણ આત્માનાં પોતાનાં જ કરેલાં માનવા યોગ્ય છે.
મમતાથી જે પોતે દુઃખ વ્હોરે અને પારકાને માથે નાખે તેણે જીવનું સ્વાધીન સુખ, નિરૂપાધિક તત્ત્વ નિત્ય છે એમ માન્યું નથી. ઊંધો અભિપ્રાય એ અનંત સંસારમાં રખડવાનું બીજડું છે; એ જ સ્વયં હિંસા છે; પોતાનો અપરાધ છે. ઘણા કહે છે કે અમે “આત્મા છે, નિત્ય છે” એમ માનીએ છીએ. પણ પોતાની કલ્પનાને ગોયું તેમ તેમનું માનવું હોય છે. વિરોધ રહિત જ્ઞાન શું છે તે જાણ્યું જ નથી. સાચું જાણ્યું હોય તેના અભિપ્રાયમાં તન્ન નિર્દોષતા હોવી જોઈએ. સાચો અભિપ્રાય થયો કે છૂટકારાનું દ્વાર ખુલી ગયું; જે તત્ત્વ અનંતકાળમાં ન સમજાયું તેને સમજવાનો તથા સમજીને તેનો પુરુષાર્થ કરવાનો માર્ગ કોઈ અપૂર્વ અને અલૌકિક હોવો જોઈએ, તે સમજવા માટે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com