________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૦]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પ્રભુ પદ જપે, મુક્તિ કહાંસે હોય?” હે નાથ ! મને તારજો, તું મારો આધાર છે, તું જગતનું પાલણપોષણ કરનાર છો વગેરે પ્રકારની ભક્તિથી કલ્યાણની ઈચ્છા કરે છે; પણ કલ્યાણ શું અને કેમ થાય તેની ખબર તો નથી, તેથી ફક્ત તે રાગની ભક્તિ કરે છે.
પ્રશ્ન :- લોકમાં ઈશ્વરકૃપા વિષે કહેવાય છે ને?
ઉત્તર :- પુણ્યનાં રજકણો જોગાનુજોગ ઉદયમાં આવે ત્યારે જીવ કલ્પના કરે છે કે ઈશ્વરની કૃપા થઈ તેને વસ્તુતત્ત્વનું ભાન નથી. તે ઊંધી ખતવણી કરે છે અને ઈશ્વર જગતનો કર્તા છે વગેરે અનેક પ્રકારની કલ્પના ઊભી કરે છે. ખરી રીતે બધા આત્મા સ્વતંત્ર છે. ચૈતન્યમૂર્તિ આત્માની યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ પોતાથી જ થાય છે, જન્મ-મરણ, સુખ-દુઃખ, રાગ-દ્વેષ, અને મિથ્યા માન્યતા પણ પોતાથી જ થાય છે, પોતાના જ્ઞાનગુણની ઊંધાઈ અથવા સવળાઈ બીજો કરી શકે નહિ. બીજો કરી શકે તો જીવતત્ત્વનો અભાવ માનવાનો પ્રસંગ આવે. દોષ કરવો તે જીવનો સ્વાભાવિક ધર્મ નથી પણ પર્યાય ધર્મ છે. ઇષ્ટ-અનિષ્ટપણાની માન્યતા પોતે જ કરે છે, હું આમ કરું, હું આમ ન કરું, એમ માને છે; પણ કાર્ય તો તે તે વસ્તુમાં તે તે વસ્તુના કારણે થવાનું હોય ત્યારે થાય છે; છતાં વચ્ચે પોતાનું કર્તાપણું અને મારાપણું સ્થાપન કરે છે. તેઓને વસ્તુનું ભાન નથી. વસ્તુતત્ત્વની શ્રદ્ધા નથી. તેઓ માને છે કે હું બીજાને સુખી કરું, દુઃખી કરી શકું, ઉપકાર કરી દઉં, રાખી દઉં.
વળી માને છે કે દેવની માનતા કરીએ તો ઠીક થઈ જશે, તથા આ પ્રમાણે વ્યવસ્થા રાખીએ તો સુખી થઈએ; આ માણસે આમ કરી દીધું, એનાથી મને સુખ થશે, એ વગેરે કલ્પના વડે અને પરાધીન માન્યતા વડે, પરવસ્તુમાં સુખબુદ્ધિના ઈચ્છક તેઓ રહે છે. પુણ્ય વિના બહારના સંયોગ ન મળે, એટલી શ્રદ્ધા જેને ન હોય તેને આત્માનો અનુભવ કેમ બને? કોઈવાર પુણ્યાદિનો યોગ હોય ત્યારે ઉપલક દૃષ્ટિથી પોતાનું ધાર્યું થાય છે એમ માને, અને જ્યારે પુણ્યના એવા પ્રકારના સંયોગ ન હોય અને પોતાનું મન માન્યું થતું ન હોય ત્યારે બીજાને-દેવ, ઈશ્વર આદિ વ્યક્તિને કલ્પીને માંગણી કરે છે કે હે દેવ ! હે નાથ ! અમારું ભલું કરજો, તમે અનાથના નાથ છો વગેરે વગેરે આપણે ભેગાં થઈને પ્રાર્થના કરીએ તો ઈશ્વર દુઃખ દૂર કરશે એમ ઘણા માને છે; પણ આત્મા પોતે જ શુદ્ધ, અવિકારી સુખ, આનંદથી ભરપૂર છે. તેને ઓળખીને તેમાં ઠરે તો બધાં દુઃખ ટળી જાય છે; છતાં પોતે સસ્વરૂપ આત્માને ભૂલીને પોતાને અવગુણ કરે, તે ભૂલનું ફળ પોતે ભોગવે; અને માને કે ઈશ્વરાદિ અમારું દુઃખ હરશે, અમારે ભોગવવું નહિ પડે, પણ તે માન્યતા ઊંધી છે. ખરી રીતે તો અજ્ઞાનભાવનો કર્તા પોતે જ છે. ઈશ્વરપણું તો આત્માનો શુદ્ધ સ્વભાવ છે; તે ઈચ્છા રહિત અને દેહ રહિત હોય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com