________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૭]
[૨૩૯ અને નિર્દોષ વીતરાગદૃષ્ટિવંત કહ્યા છે, કારણ કે તેની અન્યથા માન્યતા નથી, મિથ્યા વર્તન નથી; તે સમ્યક્ પ્રતીતિ, સમ્યજ્ઞાન અને તેની દશાના પ્રમાણમાં સમ્યક્રચારિત્રરૂપ સ્વગુણમાં ટક્યો છે; પણ જેને તત્ત્વનું, હિત-અહિતનું ભાન નથી અને વાતો કરે અને માને કે હું શુદ્ધ છું, રાગાદિકમાં એકમેક થઈ બેઠો છે, છતાં કહે છે કે કર્મ એની મેળે થયાં કરે છે, હું તેનો કર્તા નથી, આત્મામાં રાગ-દ્વેષ, પુણ્ય-પાપ કાંઈ નથી, કારણ કે સિદ્ધ પરમાત્મામાં પણ નથી તો તેમ માનનાર અજ્ઞાની છે. તેને વિષે આગળ આવશે કે
“મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટયો ન મોહ;
તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ.” આત્મા શક્તિસ્વભાવે શુદ્ધ છે, પણ અવસ્થાએ વર્તમાનમાં અશુદ્ધ છે. તે જાએ નહિ અને પોતાને શુદ્ધ જ માને અને સત્ય પુરુષાર્થ કરે નહિ તેને મિથ્યાષ્ટિ માનવા. આત્મા પોતાને ભૂલીને ક્રોધાદિ વગેરે રાગ-દ્વેષમાં પ્રવર્તે છે, અપરાધ કર્યા વિના જ પરાણે બંધ થાય તેમ બને નહિ; પણ જીવ તો પ્રત્યક્ષ રાગ-દ્વેષનું ચિંતવન કરે છે તે જાણી શકાય છે.
ઈશ્વરાદિ કર્મ વળગાડી દે અથવા તે મુક્ત કરી દે એ માન્યતા વ્યાજબી નથી; કારણ કે તેમાં જીવ પોતે પરાધીન થયો. પરાશ્રિત હોય તે સુખી અને સ્વાધીન હોઈ શકે નહિ, માટે ઈશ્વર બીજા જીવોમાં ગુણદોષ ઉત્પન્ન કરતા નથી; માટે પ્રથમ ઈશ્વરનું સ્વરૂપ નક્કી કરવું જોઈએ. એ સમજ્યા વિના જગતમાં અનાદિથી પરાધીન મનોદશા પોતાની ભૂલથી ચાલી આવે છે, તેથી કોઈક ઉપર ગુણદોષનું આરોપણ કરે છે. મારી પોતાની ભૂલ છે અને ભૂલ ટાળવી આવશ્યક છે, તેમ તેને થતું નથી અને તેથી દોષ રહિત થવાનો સત્ય પુરુષાર્થ તે કરતો નથી.
લોકોમાં એક એવો અભિપ્રાય છે કે ઈશ્વર કર્તા છે. તે સૃષ્ટિનો ઉત્પાદક અને લય કરનાર છે, વગેરે વગેરે જે માન્યતા ઊભી કરેલ છે. તે ખોટી માન્યતા સ્વીકારવાથી; પોતે પોતાની સ્વાધીનતા સમજી શકતા નથી અને સ્વાધીન પુરુષાર્થ ઉપાડી શકતા નથી. જગતને સુખ, સ્વાધીનતા જોઈએ છે, છતાં પરાધીન માન્યતા રાખવી છે, તે કેમ બને? ઊંઘી માન્યતાના ઘણા ઘણા પ્રકાર છે. કોઈ માને છે કે શું કરીએ, અમારા કુળનો નિયમ છે. એમ કરીએ તો જ દેવ-દેવીઓની કૃપા રહે. શાંતિનાથ ભગવાનની માળા ફેરવીએ તો શાંતિ થાય. કંઈ ખોવાયું હોય, માંદું પડ્યું હોય તો બાધા-આખડી પણ કરે, કાં કોઈ દેવી કૃપા કરશે, કોઈ ઈશ્વર આપી દેશે. એમ ધર્મના ન્હાને ઘણા પ્રકારે મિથ્યા માન્યતાઓ વર્તે છે તેને ગણતાં પાર આવે નહિ. કેટલાક કહે છે કે આપણામાં કાંઈ કરવાની શક્તિ નથી, માટે ઈશ્વરની ભક્તિ કરીએ. પણ ઈશ્વર કોણ છે? કેવો છે? તેની તો ખબર નથી. તો ભક્તિ કરશે કોની? બનારસીદાસ કહે છે કે દિન ભયો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com